Wednesday, 30 March 2016

તોરલ રે સમજાવે જાડેજા ને શાન માં - TORAL RE SAMJAVE JADEJA NE SHAAN MA - GUJARATI BHAJAN LYRICS

તોરલ રે સમજાવે  જાડેજા ને શાન માં
તમે સમજો જેસલ રાય રે
તોરલ રે સમજાવે  જાડેજા ને શાન માં

ગુરુ ને ગોતી લ્યો ગગન મંડળ મા
સતગુરુજી બતાવે સાચી સાન
તોરલ રે સમજાવે  જાડેજા ને શાન માં

એવી સાન રે સમજી લ્યો ગુરુ દેવ ની
એ  વરતો તમે વચનો ની માય
આવું તોરલ રે સમજાવે  જાડેજા ને શાન માં

ગુરુ રે વિના ના પાર નઇ પહોચીએ
સતગુરુ ઉતારે ભવપાર
તોરલ રે સમજાવે  જાડેજા ને શાન માં

એવા વાણી ને  વર્તન ઉજળાં કાયમ રાખજો
જપો તમેં જરણા માયલા જાપ
તોરલ રે સમજાવે  જાડેજા ને શાન માં

ગુરુ ના પ્રતાપે સતી તોરલ આવુ બોલ્યાં
જાવું મારે અલખધણી ને દ્વાર

તોરલ રે સમજાવે  જાડેજા ને શાન માં


तोरल रॆ समजावॆ जाडॆजा नॆ शान मां
तमॆ समजो जॆसल राय रॆ 
तोरल रॆ समजावॆ जाडॆजा नॆ शान मां

गुरु नॆ गोती ल्यो गगन मंडळ मा
सतगुरुजी बतावॆ साची सान
तोरल रॆ समजावॆ जाडॆजा नॆ शान मां

ऎवी सान रॆ समजी ल्यो गुरु दॆव नी
ऎ वरतो तमॆ वचनो नी माय
आवुं तोरल रॆ समजावॆ जाडॆजा नॆ शान मां

गुरु रॆ विना ना पार नइ पहोचीयॆ
सतगुरु उतारॆ भवपार
तोरल रॆ समजावॆ जाडॆजा नॆ शान मां

ऎवा वाणी नॆ वर्तन उजळां कायम
राखजो
जपो तमॆ जरणा मायला जाप
तोरल रॆ समजावॆ जाडॆजा नॆ शान मां

गुरु ना प्रतापॆ सती तोरल आवु
बोल्यां
जावुं मारॆ अलखधणी नॆ द्वार
तोरल रॆ समजावॆ जाडॆजा नॆ शान मां

2 comments:

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...