Wednesday, 30 March 2016

કોને કહું દલડાની વાતું, - KONE KAHU DALDA NI VATU NATHI REHVATU- GUJARATI BHAJAN GHAZAL LYRICS

કોને કહું દલડાની વાતું,હવે નથી રે રહેવાતું. ૧
જેને જેને કહું તે તો કહ્યું નવ માને,
મને મુરખ ગણીને મારે લાતું,
હવે નથી રે રહેવાતું. ૨
ઘેલા રે લોકડીયા મારી ગત શું જાણે,
મારા રુદયામાં કાંઈ કાઇ થાતું,
હવે નથી રે રહેવાતું. ૩
દિલના દરદ દર્દી દિલ જાણે,
ઓલા વૈદો ને નથી સમજાતું,
હવે નથી રે રહેવાતું. ૪
સુગરા મળે તો શાંતિ રે સ્થાપે,
ઓલા નુગરા પાછળ કરે વાતું,
હવે નથી રે રહેવાતું. ૫
કહે છે, ‘સતાર દાસ’ ભજો એક અવિનાશ,
ભક્તિ કરતાં રહે છે મન રાતું,
હવે નથી રે રહેવાતું. ૬

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...