Wednesday, 30 March 2016

જીવનનાં સુર ચાલે છે એક તાર દિલમાં- JIVAN NA SUR CHALE CHHE TARA DILMA- GUJARATI BHAJAN LYRICS

જીવનનાં સુર ચાલે છે 
એક તાર દિલમાં ,
ભક્તિ કરી રીજાવું 
મારૉ છે પ્યાર દિલમાં..
જીવનનાં સુર,,,

મિથ્યા જગતને જાણું
સત્ય બ્રહ્મ એક માનું ,
જૉયું અ સાર જગમાં
સાચૉ છે સાર દિલમાં..
જીવનનાં સુર,,,

છે પ્રાણથી એ પ્યારૉ
હું એનૉ એ છે મારૉ ,
માને ન માને કૉઈ
મારૉ છે યાર દિલમાં..
જીવનનાં સુર,,,

નામી છતા અનામી છે
વિશ્વ વ્યાપી વાલૉ ,
અગ્નાની ઑ શું જાણે
રાખે વિકાર દિલમાં..
જીવનનાં સુર,,,

અગ્નાન ઊંધ ત્યાગી
જાગી ને જૉ જણાશે ,
ખેલે અનેરા ખેલૉ
એ યાદગાર દિલમાં..
જીવનનાં સુર,,,

કર બંધ બાહ્ય દ્રષ્ટિ
અંતર તપાસ તારું ,
જાંખી ને જૉ જણાશે
સાચૉ ચિતાર દિલમાં..
જીવનનાં સુર,,,

સત્ સેવા પ્રેમ ભક્તિ
સત્તાર નીત યાચુ ,
મને એવા વિચાર દેજે
પરમેશ્વર તું દિલમાં..
જીવનનાં સુર,,,

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...