Wednesday, 30 March 2016

સાચા સંતો પર ભગતીનો મોડ - SACHA SANTO NE MATHE BHAGATI NO MOD- GUJARATI BHAJAN SONG LYRICS

સાચા સંતો પર ભગતીનો મોડ તેથી જુગોજુગ ન છોળ -
સાચા સંતો પર ભગતીનો મોડ તેથી જુગોજુગ ન છોળ
નીરખતાં નેણાં હરખે મટી જાય મનની ધોડ
નીરમળ મનથી નીરખીને જોયું તો ખોટી મળે નહી માંઇ ખોટ -સાચા
🌸
નીંદા પરાઇ નઠારી લાગે સમરે શ્રી રણછોડ
આવા હરીજન અલખને પ્યારા જેના માથે ભગતીનો મોડ-સાચા
🌸
દોષ પોતાના પોતે પરગટ કરી દે કરે હાથોની જોડ
દગો પ્રપંચ દીલમાં ન રાખે ભલે ગુન્હા હોય લાખો ને કરોડ-સાચા
🌸
ધરમ ના માટે ધરવું હોય માથું તેદી આવે ધોડા ધોડ
એવા નુરીજન અવનીમાં ઓછા બીજા ને લાખો કરોડ-સાચા
🌸
જુગ જુગ જોડી અમર રાખો હવે સાહેબ કાંડું ન છોડ
ભેગી સમાધી ભજન તમારું કીરતાર પુરજે કોડ-સાચા
🌸
દાસી ઝબુ રામાની દરગામાં ઉભી કરે હાથોની જોડ
ભવ બંધનથી છોડાવો અમને ત્રીગુણ ત્રાટી તોડ-સાચા

1 comment:

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...