Tuesday 29 March 2016

પુછો પુરા પંડિતો ને, પુછો શેખ સંન્યાસી ને - Puchho pura pandito ne - gujarati Bhajan Lyrics

પુછો પુરા પંડિતો ને, પુછો શેખ સંન્યાસી ને
આ નિજ ના ગુરુ કોણ છે.........ટેક
જમીન કેરી જાત કોણ, આસમાન કેરા ઘાટ કોણ
ગગન બારે મેધ ગરજે, ઇ રે દેવતા કોણ છે.......પુછો પુરા
ધાર માયલી ઢાલ કોણ , ઢાલ માયલી ધીરજ કોણ
ધીરજ મા તમે માળા ફેરવો, ઈ રે અજંપા કોણ છે........પુછો પુરા
કાંતનવાલી કા સુતર કોણ, વાંજણી કા પુતર કોણ
કાંતનવાલી તમે જુઠા ન બોલો, ઈ રે નુગરા કોણ છે...........પુછો પુરા
ભામીની કેરા ભેદ કોણ, શીવજી કેરા વેદ કોણ
અંગ મા અખંડ જયોતિ બીરાજે ઈ રે દેવતા કોણ છે........પુછો પુરા
ભણે રામો લખે નામો, સંતો તમે સાંભળો
બોલ્યા પીર રામદેવ, ખોજણહારા કોઈ સંત છે........પુછો પુરા



પુછો પુરા પંડિતો ને, પુછો શેખ સંન્યાસી ને - Puchho pura pandito ne - gujarati Bhajan Lyrics

No comments:

Post a Comment

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...