Wednesday, 30 March 2016

બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે - BAM BAM LAHERI SHIV LAHERI - GUJARATI BHAJAN SONG LYRICS

બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે,
અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી.

નારદજીની વીણા બોલે, શિવજીનું ડમરુ બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી

ગંગાજીની ધારા બોલે, ઘટોઘટ માંહી બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી

શ્યામ કેરી બંસી બોલે, મીરાનો એકતારો બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી

બ્રહ્માજીના વેદ બોલે, અંતરના ભેદ ખોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી

નરસિંહનો કેદારો બોલે, સંગ એકતારો બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી

બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે,
અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી.

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...