Friday 24 December 2021

નહી મીલતી કોઈ બાત વેદન મે Nahi milti koi bat vedan me Gujarati Bhajan lyrics

 નહી મીલતી કોઈ બાત વેદન મે

વેદ કહે સબ ભેદ હી હે...ટેક
ગુપ્ત જ્ઞાન જયા ગતિ ન પહોચે, વાણી કી ફીર કયા ગુંજાયત હૈ,
નેતી નેતી જયાં વેદ પુકારે, વેદ કી એ અજબ નિશાની હૈ...નહી
જો જાને વોહી પહચાને, બાત કહી નહી જાવત હૈ,
ગુંગા ગોળ કા સ્વાદ કહે કયા, સમજ સમજ મુકાવત છે...નહી
ગુરૂગમ ભેદ અગમ હૈ ગહેરા, ઐસે સમજ નહી આવત હે,
બીના ચરણ સદગુરૂ કે, ભેદ કભી નહી પાવત છે...નહી
લાલ કહે છે જ્ઞાન ગુરૂ સે, ભીતર ભેદ બતાવત છે,
અનહદ દોર પકડકર સહજ મે, સુન શીખર ચડ જાવત હૈ...નહી

bhajan song lyrics in gujarati Gujarati Bhajan santvani lyrics shabdo ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો

જોયા જોગી રે ભોળાનાથ વેશધારી Joya jogi re bholanath veshdhari

 વેશધારી વેશધારી વેશધારી રે

જોયા જોગી રે ભોળાનાથ વેશધારી...ટેક
ઊંચા શિખર પર રેવે ઈ એકલા
એણે કીધી ન કોઈથી યારી...જોયા રે જોયા
અંધારી રાત્રિને અંજવાળા માટે
એણે રાખ્યા છે બીજ ચંદ્ર ધારી...જોયા રે જોયા
આભૂષણ એને ભોરિંગના રે શોભતા
એણે જળની માટે ગંગશિર ઘારી...જોયા રે જોયા
કરતા શિવજી નંદીની સવારી
એણે કીધી સ્મશાનમાં પથારી.. જોયા રે જોયા
આંકડો ધતુરો ને જેર ભોળો ખાય છે
એને શોભા ભભૂતની અંગ ભારી...જોયા રે જોયા

Joya jogi re bholanath veshdhari bhajan lyrics in gujarati Gujarati Bhajan santvani lyrics shabdo ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો

એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે Eva re ame eva re tame kaho chho teva re

 એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે

ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે...એવા રે અમો એવા રે.

જેનું મન જે સાથે બાંધ્યું પહેલું હતું ઘર-રાતું રે
હવે થયું છે હરિરસ-માતું ઘેર ઘેર હીંડે છે ગાતું રે...એવા રે અમો એવા રે.
કર્મ-ધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે
સઘળા પદારથ જે થકી પામ્યો તે મારા પ્રભુજીની તોલે ના'વે રે...એવા રે અમો એવા રે.

સઘળા સંસારમાં એક હું ભૂંડો ભૂંડાથી વળી ભૂંડો રે
તમારે મન માને તે કહેજો નેહ લાગ્યો છે મને ઊંડો રે...એવા રે અમો એવા રે.
હળવા કરમનો હું નરસૈંયો મુજને તો વૈષ્ણવ વહાલા રે
હરિજનથી જે અંતર ગણશે તેના ફોગટ ફેરા ઠાલા રે...એવા રે અમો એવા રે

Eva re ame eva re tame kaho chho teva re bhajan lyrics in gujarati
Gujarati Bhajan santvani lyrics shabdo ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો

મારા દિલ મંદિરને દ્વાર ગુરુજી મારા આવે છે Mara dil mandir ne dwar guruji mara aave chhe Bhajan Lyrics in Gujarati

આજ મારા દિલ મંદિરને દ્વાર, ગુરુજી મારા આવે છે
આજ મારા મનમાં થાય એનો ભાસ...ગુરુજી મારા...ટેક

ધીમે ધીમે પગલે ચાલતા, મંદ મંદ મલકે મુખ
મૂર્તિ દીસે સોહામણી, સાક્ષાત પરિબ્રહ્મનું ઈ છે રૂપ...ગુરુજી

આવી બિરાજ્યા આસને, પ્રેમથી કર્યું પૂજન
ચરણમાં શીશ નમાવ્યું, મારા મસ્તક ઉપર ધરીયો હાથ...ગુરુજી

ટાઢક થઈ મારા તનમાં, ટળી ગયો ત્રિવિધીનો તાપ
ભ્રમણા ટળી ભવો ભવની, થયો છે સત્ય જ્ઞાનનો પ્રકાશ...ગુરુજી

વાજા વાગે નાદ બ્રહ્મના, શરણાઇના સૂર સંભળાય
આનંદ વધ્યો મારા ઉરમાં, એ કાઇ મુખથી કહ્યો ન જાય...ગુરુજી

ગંગધારા પ્રગટી ગુરુના મુખથી, વરસે સ્વાતિના બુંદ
જીજ્ઞાશુ સાધક જીલે પ્રેમથી, થયા છે ગુરૂ સ્વરૂપે તદ્રૂપ...ગુરુજી

ન્યાલ કર્યો નિજ દાસને, દિલમા દીધા છે દીદાર
દાસ જયંતિ વખાણુ દેવારામને, મારા મનના માનેલા મેરામ...ગુરુજી

Mara dil mandir ne dwar guruji mara aave chhe Bhajan Lyrics in Gujarati
bhajan song lyrics in gujarati Gujarati Bhajan santvani lyrics shabdo 
ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો

બીજું કોણ તો જાણે મારી હાલ રે Biju kon to jane mari hal re Bhajan Lyrics in Gujarati

કોણ તો જાણે‚ બીજું કોણ તો જાણે‚મારી હાલ રે
ફકીરી ! દેવાંગી વિનાનું બીજું કોણ તો જાણે…ટેક

જળની માછલિયું અમે પવને સંચરિયું રે‚
ખરી રે વરતી રે મારી લગીરે ન ડોલે…મારી હાલ રે

કાચનાં મોતીડાં અમે હીરા કરી જાણશું રે‚
અઢારે વરણમાં મારા હીરલા ફરે…મારી હાલ રે

ચોરાશી સિદ્ધની ધૂણી પરબે બિરાજે રે‚
સમરથ પુરુષ ભેળા રાસ રમે…મારી હાલ રે

પરબે જાઉં તો પીર શાદલ મળિયા રે‚
શાદલ મળ્યેથી મારાં નેણલાં ઠરે…મારી હાલ રે

ભગતિનો મારગ ઓલ્યા નુગરા શું જાણે રે‚
સમજ્યા વિનાના ઈ તો નોખાં તાણે…મારી હાલ રે
 
દેવાંગી પ્રતાપે સતી અમરબાઈ બોલ્યાં રે‚
સમરથ સેવે તો રૂડી સાનું મળે…મારી હાલ રે

 Biju kon to jane mari hal re Bhajan Lyrics in Gujarati
bhajan song lyrics in gujarati Gujarati Bhajan santvani lyrics shabdo 
ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો

હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ Hari je kare te koi kari to juo Bhajan Lyrics in Gujarati

કરી તો જુઓ રે કોઈ કરી તો મારો,
હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ...ટેક

કાદવમાં રે રૂડું કમળ ઉગાડ્યું રે, 
સમુદ્રનો કાંઠો કોઈ ઉલેચી જુઓ...મારો

બાગ બગીચાને વાડી, વનની વનરાયું રે, 
ફુલડામાં ફોરમ તમે ભરી તો જુઓ...મારો

સૂર્યચંદ્રને વળી જગમગતા તારલા રે, 
આકાશને અધ્ધર કોઈ રાખી તો જુઓ...મારો

મોહમાયાના રંગ ઘડીઘડી બદલે રે, 
મોરના પીંછામાં રંગ ભરી તો જૂઓ... મારો

પ્રકાશ પવન મન દોડે છે વેગમાં રે, 
સ્થિરતામાં એને કોઈ રાખી તો જૂઓ... મારો

પાંચ તત્ત્વનું આ બનાવ્યું છે પૂતળું રે, 
પૂતળામાં પ્રાણ કોઈ ભરી તો જુઓ... મારો

ભલે રે મલ્યા મહેતા નરસૈયાના સ્વામી રે, 
સંતો જેવી ભક્તિ તમે કરી તો જુઓ...મારો

Hari je kare te koi kari to juo Bhajan Lyrics in Gujarati
bhajan song lyrics in gujarati Gujarati Bhajan santvani lyrics shabdo 
ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો
Narisnh Maheta Bhajan

સાંભળો મનગમતા માનવ, આ પથ્થર પસંદ મેં કેમ કર્યો Sambhalo mangamta maanav aa pathar pasand karyo Bhajan Lyrics in Gujarati

 વાયુ વાદળ સૂરજ ચંદર, વ્યોમ ભોમ પાતાળ ની અંદર;

પછી ભલે હોય મસ્જીદ કે મંદર, પણ સત્ત તત્ત્વમાં તું જ નિરંતર
નિરાકાર છતાં સાકાર થઈ, તું ઠરી ઠરી પાષાણ ઠર્યો;
માટે કહે ને ઓ કરુણાનાં સાગર, આ પથ્થર પસંદ તે કેમ કર્યો
ભાવે સ્વભાવે નોખા ન્યારા, ફૂલ અને પથ્થર વચ્ચે અંતર;
કદી ફૂલ મરે પાષાણની નીચે, પણ તું ફૂલ નીચે પાષાણ મર્યો
પાષાણ નું હૈયું ખોલી, મંદિર ભરની મૂર્તિ ડોલી;
શિલાનો શણગાર સજી, સર્જનહાર હસી ઉછર્યો
સાંભળો મનગમતા માનવ, આ પથ્થર પસંદ મેં કેમ કર્યો !
રામ બનીને માનવ કુળમાં, હું આ જગત માં અવતર્યો;
ત્યારે ફૂલ ઢગ જે મેં કચર્યો, તે આજે મારે શિર ધર્યો
સીતાને લઈને, રાવણ જયારે લંકા પાર ફર્યો;
ત્યારે આ માનવ કોઈ મને કામ ન આવ્યા;
આ પથ્થરથી હું સામે પાર ઉતર્યો
સાંભળો મનગમતા માનવ, આ પથ્થર પસંદ મેં આમ કર્યો

 Sambhalo mangamta maanav aa pathar pasand karyo Bhajan Lyrics in Gujarati bhajan song lyrics in gujarati Gujarati Bhajan santvani lyrics shabdo ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો

એજી ઓલ્યા ઝાડવાં પોતાના ફળ નથી ખાતા રે Eji olya zadva potana fal khata nathi Bhajan Lyrics in Gujarati

 એજી ઓલ્યા ઝાડવાં પોતાના ફળ નથી ખાતા રે,

ઉપકારી એના આત્મા હો જી...ટેક
વન વગડામાં જાતી ઘાંસ મુખે ચરતી,
એજી ઓલી ગાવડી પોતાના દુધ નથી પીતી રે...ઉપકારી
અંગડાં ખેડાવીને કણ નિપજાવતી,
એજી ઓલી ધરતી પોતાનાં કણ નથી ખાતી રે...ઉપકારી
રતન રૂપાળાં દિએ મોંઘા મૂલવાળા
એજી ઓલો દરિયો ન પહેરે મોતીડાંની માળા રે...ઉપકારી
કાગ ઓલ્યો બ્રાહ્મણ ભાઈ ખભે છે ઉછાળા,
એજી એને કરવી છે દુનિયાની સેવા રે...ઉપકારી

Eji olya zadva potana fal khata nathi Bhajan Lyrics in Gujarati bhajan song lyrics in gujarati Gujarati Bhajan santvani lyrics shabdo, Kag Bhajan
ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો

પ્રભુ એક નામ તેરા સુખકારી Prabhu ek nam tera sukhkari Bhajan Lyrics in Gujarati

 પ્રભુ એક નામ તેરા સુખકારી, યે દુનિયા હૈ દુઃખકારી...પ્રભુ ટેક

ગર્ભવાસ મેં ઊલટે મુખ સે, નૌ-દસ માસ ગુજારી,
બાહિર આય પડા પૃથ્વી પર, માયા લિપટી તુમ્હારી...પ્રભુ
બાલપણે મેં પરાધીન નિત, માતા ગોદ ખિલારી,
સુખદુઃખ સબહી વ્યાપત તનમેં, બચન સકે ન ઉચ્ચારી...પ્રભુ
જોબન મેં નિત કામ સતાવે, મોહ લિયો મન નારી,
બાલ બચ્ચોં કે પાલન કે હિત, પરઘર દાસ ભિખારી...પ્રભુ
વૃદ્ધપણે મેં રોગ લગે સબ, કાયા નિર્બલ હારી,
બ્રહ્માનંદ ભજન બિન તુમ્હરે, જન્મમરણ ભય ટારી...પ્રભુ

Prabhu ek nam tera sukhkari Bhajan Lyrics in Gujarati bhajan song lyrics in gujarati
Gujarati Bhajan santvani lyrics shabdo ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો

તેણે મારી ભે ભાંગી ભે ભાંગી Tene mari bhe bhangi re Bhajan Lyrics in Gujarati

 તેણે મારી ભે ભાંગી ભે ભાંગી, વૃત્તિ મારી સંત ચરણમાં લાગી રે

સુરતા મારી સાધુ ચરણમાં લાગી રે, તેણે મારી ભે ભાંગી ભે ભાંગી...ટેક
સતગુરુએ મને શબદ સુણાવ્યો, રણકાર રઢ લાગી
તખત ત્રિવેણીના તીર ઉપર, મોહન મોરલી વાગી...તેણે
ઘણા દિવસ મન મસ્તાનું ફરતું, દિલડે ન જોયું જાગી
પુરુષ મળયા મને અખર અજિતા, ત્યારે સૂરતા સૂનમાં લાગી...તેણે
દયા કરીને મન ડોલતું રાખ્યું, તૃષ્ણા મેલાવી ત્યાગી
સતગુરુ આગળ શિશ નમાવ્યું, ત્યારે બાવડી પકડી આગી રે...તેણે
સતગુરુએ મને કરુણા કીધી, અંત પ્રેમ પ્રકાશી
દાસ હોથીને ગુરુ મોરાર મળિયા, ત્યારે તૂટી જનમ કેરી ફાંસી રે...તેણે

Tene mari bhe bhangi re Bhajan Lyrics in Gujarati bhajan song lyrics in gujarati Gujarati Bhajan santvani lyrics shabdo ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો

માતમ મોટો છે,ધરમ નિજારનો રે Matam moto chhe dharam nijarno re Bhajan Lyrics in Gujarati

 માતમ મોટો છે,ધરમ નિજારનો રે

એજી એવા પંથના મહિમાય...ટેક
સવરા મંડપમાં રે સતના પારખાં રે
એજી ત્યાં તો જતી ને સતિ પરખાય...માતમ મોટો રે
ત્રિગુણા માં સતોગુણ સેવતા રે
એજી એતો સિદ્ધિના તાજુડે તોળાય...માતમ મોટો રે
સાંધણ ધારણ રે સરખી આયે છાબડે
એજી ત્યારે સાચા સંતો દરશાય...માતમ મોટો રે
અઘોર મનડું બાંધ્યું જેણે ખીલડે રે
એજી એને રાગ કે દ્વેષ નહિ જરાય...માતમ મોટો રે
કડવા ને મીઠા રે અનુભવ જેણે વેઠીયા રે
એજી એના સદગુણ દેવાયત ગાય...માતમ મોટો રે

 Matam moto chhe dharam nijarno re bhajan song lyrics in gujarati Gujarati Bhajan santvani lyrics shabdo ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો

નામ જપ સાચું ધન છે, કોઈ સંત વિરલા કમાઈ Nam jap sachu dhan chhe koi sant virla kamaai

 નામ જપ સાચું ધન છે, કોઈ સંત વિરલા કમાઈ,

સંતો ગુરુગમ સે કહે લાઈ...ટેક
સોના, રૂપા, જવેરાત, સંપતિ, ભૌતિક પ્રલોભન કે'વાઈ,
ભાગ્ય રે ખાયે વધે ઘટે , તેનાથી સત્ય સુખ નાઈ...સંતો.
રાજા, રંક, ધનવાન, કુબેરો, મર અઢળક સંપતિ કમાઈ,
એ સ્વર્ગીય સુખો ક્ષણિકછે, શીદને વ્યથા જીવન ગુમાઈ....સંતો.
દમ-કદમનું ગુપ્ત ધન છે , લક્ષ બની ચિત લગાઈ,
ધ્યાન ધ રીલે સાચા ભાવથી, નિત નિત વધે સવાઈ... સંતો.
સાચા ધનવાન સંત સનુ રા, શાહુકાર શેઠ કહેવાઈ,
કાળ દાણીગરને મારી હટાવી, દેવે નહિ દાણ જરાઈ....સંતો
ગુરુ ભજન વિના ચારે ખાણમાં, ભટકે જીવ દુરદશાઈ,
દાસ અમર ગુરુ ઉગમ ચરણે , કોઈ યોગી પુરુષ ધાઈ...સંતો

Nam jap sachu dhan chhe koi sant virla kamaai bhajan song lyrics in gujarati Gujarati Bhajan santvani lyrics shabdo ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો

સફર કા સૌદા કર લે મુસાફિર Safar ka sauda kar le musafir

 સફર કા સૌદા કર લે મુસાફિર, અસલ વતન કો જાના પડેગા...ટેક

જો પુણ્ય કરના હો સો કર લો, વહા સંગ આને કા સામાન ભર લો
પહોંચોગે જબ અપને વતન કો, ફિર નહીં વાપસ આના પડેગા...સફર કા સૌદા
જો પુણ્ય તુમને યહાં કિયે હૈ, વોહી તુમ્હારે સાથ ચલેગા
યે મહલ માળીયા ઔર બગીચે, સભી કો છોડ કર જાના પડેગા...સફર કા સૌદા
સબ પીર પૈગંબર દેવી દેવતા, યહા સે જા વહા ચલ બસે હૈ
તુજે ભી જાના હોગા એક દિન, માલિક કો મુહ દીખલાના પડેગા...સફર કા સૌદા
અબ્દુલ સત્તાર કહે માલિક કા બંદા, કરો પુણ્ય ઔર ભક્તિ કા ધંધા
નહીં તો ફિર વહા પડેગા ફંદા, ફિર તુમ્હે પછતાના પડેગા...સફર કા સૌદા

Safar ka sauda kar le musafir lyrics in gujarati
Gujarati Bhajan santvani lyrics shabdo
ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો
સતાર સાહેબ ના ભજન

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...