Friday 24 December 2021

નામ જપ સાચું ધન છે, કોઈ સંત વિરલા કમાઈ Nam jap sachu dhan chhe koi sant virla kamaai

 નામ જપ સાચું ધન છે, કોઈ સંત વિરલા કમાઈ,

સંતો ગુરુગમ સે કહે લાઈ...ટેક
સોના, રૂપા, જવેરાત, સંપતિ, ભૌતિક પ્રલોભન કે'વાઈ,
ભાગ્ય રે ખાયે વધે ઘટે , તેનાથી સત્ય સુખ નાઈ...સંતો.
રાજા, રંક, ધનવાન, કુબેરો, મર અઢળક સંપતિ કમાઈ,
એ સ્વર્ગીય સુખો ક્ષણિકછે, શીદને વ્યથા જીવન ગુમાઈ....સંતો.
દમ-કદમનું ગુપ્ત ધન છે , લક્ષ બની ચિત લગાઈ,
ધ્યાન ધ રીલે સાચા ભાવથી, નિત નિત વધે સવાઈ... સંતો.
સાચા ધનવાન સંત સનુ રા, શાહુકાર શેઠ કહેવાઈ,
કાળ દાણીગરને મારી હટાવી, દેવે નહિ દાણ જરાઈ....સંતો
ગુરુ ભજન વિના ચારે ખાણમાં, ભટકે જીવ દુરદશાઈ,
દાસ અમર ગુરુ ઉગમ ચરણે , કોઈ યોગી પુરુષ ધાઈ...સંતો

Nam jap sachu dhan chhe koi sant virla kamaai bhajan song lyrics in gujarati Gujarati Bhajan santvani lyrics shabdo ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો

No comments:

Post a Comment

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...