Thursday 12 April 2018

માં મોગલ તારો આશરો.... ma mogal taro aasharo

માં મોગલ તારો આશરો... 
માં મોગલ તારો આશરો..
મુઠ્ઠીભર બાજરો 'ને ભર્યો પાણીયારો દેજે, 
આંગણિયે પારણા ઝુલાવજે... 
દીવાની દિવેટને ઘી થી પલાળજે 'ને 
નેહડા રૂડાં દીપાવજે...

તારા ચારણોની ચડતી રાખજે 'ને 
આયલ ભણજેને મીઠો હોંકારો...! 
માં મોગલ તારો આશરો..

એક હાથે ત્રિશૂળ તારા! એક હાથે મમતા! 
બેફિકર છોરુડા રમતાં, તારા બેફિકર છોરુડા રમતાં! 
ભુલીયે તને જો માં, તું ના ભૂલતી! 
રાખજે તને ગમતાં! હે માઁ, રાખજે તને ગમતાં!

રખે તેડવાને આવે યમ કો'ક દિ જોને કો'ક દિ, 
મોગલ નામ લેતાં જાય જીવ મારો!! 
માં મોગલ તારો આશરો.... 

ma mogal taro aasharo

મેર કરી દે ને મોગલ લીલા લેર કરી દે ને mer kari de ne mogal lila ler kari de ne

mer kari de ne mogal lila ler kari de ne
gujarati lyrics
મેર કરી દે ને મોગલ લીલા લેર કરી દે ને
માળી તુ હવે બધા ઉપર મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ....

ઓઢી કાળો ભેળીયો માથે આવે નવલાખુ સાથે
છોરુળાના એકજ સાદે રે માળી હવે મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ....

આનંદથી આનંદ મા રેહેસુ ભાઇઓ બધા ભેળા રહેસુ
મોગલ ને તરવેણા ઓરતા રેહેસુ રે માળી હવે મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ....

ચરજ છે અરજની મોગલ સાભળજે પરજની મોગલ
મહેશ ને ગરજ છે તારી રે માળી હવે મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ....

mer kari de ne mogal lila ler kari de ne

લળી લળી પાય લાગુ ladi ladi paay lagu dayali daya magu

ladi ladi paay lagu dayali daya magu

લળી લળી પાય લાગુ
હે દયાળી દયાં માગુ રે મોગલ માડી

એ માં તુ ચૌદ ભુવન મા રેતી ઉડણ મા આભ લેતી
છોરુડા ને ખમ્મા કહેતી માં મોગલ માડી.....

એ મેળો છે માં ને વ્હાલો નમી ને આઇ ને હાલો
આયલ ના વેણે હાલો માં મોગલ માડી.....

એ દાઢાળી દેવ એવી ગરજી સુણો અમારી અરજી
આગળ તમારી મરજી મોગલ માડી.....

દાન અલગારી કહે છે ભામીણા તોળા લે છે
તને ઉદો ઉદો કે છે રે મોગલ માડી.....

લળી લળી પાય લાગુ
હે દયાળી દયા માગુ રે મોગલ માડી.....

madi chaud bhuvan ma rehti
ladi ladi paay lagu dayali daya magu

સાખી સંગ્રહ - gujarati sakhi

સાખી સંગ્રહ - gujarati sakhi sangrah - sakhi collection
(૧)  વૃક્ષ એકજ સેંકડો ફળનું, જતન કરતું રહ્યું,
       સેંકડો ફળથી જતન, એક વૃક્ષનું ના થતું

(૨) નિંદા કરે ખોટા જનો, તેથી કદી ડરવું નહિ,
     ધારેલ સત્ય વિચારથી,પાછા કદી ફરવું નહિ

(૩) કોને ખબર કયારે મળે, પાછો જનમ માનવતણો,
માટે પ્રભુ ભકિત કરો, હજીએ સમય તમને ઘણો..

(૪) અસાર આ સંસારમાં, રમતાં બધાયે સ્વાર્થમાં,
આ દિવ્ય જીવન મેળવી તું, ગાળજે પરમાર્થમાં.

(૫) ન્હાયે-ધોયે કયા હુઆ, જો મનમેં મૈલ સમાય;
       મીન સદા જલમેં રહૈ, ધોયે વાસ ન જાય..

૬) કામ ક્રોધ મદ લોભકી, જબ લગ મનમેં ખાન,
     તબ લગ પંડિત મૂર્ખહી, કબીર એક સમાન..

૭) રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મ નીગ્રંથ;
      થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ…..

(૮) પાપ કરતા વારીએ, ધર્મ કરતા હા;
       બે મારગ બતલાવીએ, પછી ગમે ત્યાં જા..

(૯) શીદને મન ચિંતા કરે, નતનું કીધું થાયના;
      ગમતું થાય ગોવિંદનું, તે જાણ્યું નવ જાય..

(૧૦) સાધ સતી ઔર સૂરમા, ઈનકી બાત અગાધ,
         આશા છોડે દેહકી, તિનમેં અતિકા સાધ…

(૧૧) હૃદયા ભીતર આરસી, મુખ દેખા નહિ જાય;
      મુખ તો તબહિ દેખિહૌ, જબ દિલકી દુબિધા જાય…

(૧૨) બિના ઊપાય કિયે કછુ, દેવ કબહૂ ન દેત;
       ખેત બીજ બોયે નહિં, તો કયોં જામે ખેત…

(૧૩)   યહ તન કાચા કુમ્ભ હૈ, લિયા ફિરૈ થે સાથ;
         ટપકા લાગા ફૂટિ ગયા, કછૂ ન આયા હાથ…

(૧૪)  સાધુ ઐસા ચાહિયે, જાકા પૂરન મન;
      વિપતિ પડૈ છાંડે નહી, ચઢૈ ચૌગુના રંગ…

(૧૫)  જો યહ એક ન જાનિયા, તો બહુ જાને કયા હોય;
          એકૈ તે સબ  હોત હૈ, સબ સો એક ન હોય…

(૧૬) કબીર ગર્વ ન કીજિયે, ચામ લપેટી હાડ;
       એક દિન તેરા છત્ર શિર, દેગા કાળ ઊખાડ..

(૧૭) મન સબ પર અસ્વાર હૈ, મન કે હાથ ન પાવ;
         જો મન પર અસ્વાર હૈ, સો વિરલા કોય…

(૧૮) તિમિર ગયા રવિ દેખતે, કુમતિ ગઈ ગુરુજ્ઞાન;
          સુમતિ ગઈ અતિ લોભસે, ભકિત ગઈ અભિમાન…

(૧૯) દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ સંતાપ;
       જહાં દયા વહાં ધર્મ હૈ, ક્ષમા વહાં હૈ આપ…

(૨૦)  દેખો સબમેં રામ હૈ, એકહી રસ ભરપૂર;
         જેસે ઊદ્બાસે સબ બના, ચીની, સક્કર, ગુર…

(૨૧)   સુખમેં સુમિરન ના કરે, દુઃખ મેં કરે સબ કોય,
          સુખમેં જો સુમિરન કરે, તો દુઃખ કાહેકો હોય?..

(૨૨) સાહેબ તેરી સાહેબી, સબ ઘટ રહી સમાય;
        જયોં મેંદી કે પાતમેં, લાલી રહી છિપાય…

(૨૩) ફિકર સબનકો ખા ગઈ, ફિકર સબનકા પીર,
     ફિકરકી જો ફાકી કરે, ઊસકા નામ ફકીર!..

(૨૪) પશુ તનકી પનહી બનત, નર તન કછુ ન હોય;
       નર ઊત્તમ કરની કરે, નર નારાયણ હોય…

(૨૫) ચિત ચોખા મન નિર્મલા, બુદ્ધિ ઊત્તમ મન ધીર;
         અબ ધોખા કહો કયોં રહૈ, સત્ગુરુ મિલે કબીર…

(૨૬) કબીરાકા ઘર દૂર હૈ, જૈસે પેડ ખજુર;
        ચઢે તો ચાખે પ્રેમરસ, ગિરે તો ચકનાચૂર…

(૨૭) માયા સમ નહિ મોહિનિ, મન સમાન નહિ ચોર;
         હરિજન સમ નહિ પારખી, કોઈ ન દીસે ઔર…

(૨૮) સાહેબકે દરબારમેં, સાંચે કો શિરપાવ,
       જૂઠ તમાચા ખાયગા, કયા રંક કયા રાવ…

(૨૯) આયા હૈ સો જાયેગા, રાજા રંક ફકીર;
         કોઈ સિંહાસન ચઢ ચલે, કોઈ બાંધ ચલે જંજીર…

(૩૦) બ હુત ગઈ થોડી રહી, વ્યાકુલ મન મત હોય;
         ધીરજ સબ કો મિત્ર હૈ, કરી કમાઈ મત ખોય…

(૩૧) તન પવિત્ર તીરથ ગયે, ધન પવિત્ર કર દાન;
        મન પવિત્ર હોત તબ, ઊદય હોત ઊર જ્ઞાન…

(૩૨) ઊદર સમાતા અન્ન લે, તનહી સમાતા ચીર,
         અધિક હિ સંગ્રહ ના કરૈ, ઊસકા નામ ફકીર…

(૩૩) સાધુ ખાવન કઠિન હૈ, જયોં ખાંડે કી ધાર;
        ડગમગ તો ગિર પડે, નિશ્ચલ ઉતર પાર…

(૩૪) ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન મોક્ષ;
        ગુરુ બિન લખે ન સત્તકો, ગુરુ બિન મિટે ન દોષ…

(૩૫) ધરતીકો કાગજ કરું, કલમ કરું બનરાય,
      સાત સમુદર સ્શાહી કરું, હરિગુન લિખ્શો ન જાય…

(૩૬) લાલી મેરે લાલ કી, જિત દેખું તિત લાલ;
      લાલી દેખન મૈં ગઈ, મૈં ભી હો ગઈ લાલ…

(૩૭) સોબત સેં સુધર્યા નહિ, વાકા બડા અભાગા;
          સોના કેરે પિંજરમેં, રહા કાગ કા કાગ…

(૩૮) ઉંચે ઉંચે સહુ ચડે, નીચું વહે ન કોય;
        નીચું નીચું જો વહે, ધુ્રવથી ઉંચે હોય…

(૩૯) લિખના, પઢના, ચાતુરી, યે સબ બાતેં હોય;
       કામ દહન, મન વશ કરન, ગગન ચઢન મુશ્કેલ…

(૪૦) જાત ન પૂછિયે સાધુ કી, પૂછ લિજિયે જ્ઞાન;
         મોલ કરો તલવાર કા, પડા રહન દો મ્યાન…

(૪૧) જપ તપ તીરથ કરે, ઘડી ન છોડે ધ્યાન;
       કહહી કબીર ભકિત બિના, કભુ ન હોય કલ્યાણ…

(૪૨) કબીર ગર્વ ન કિજીયે, રંક ન હસિયે કોય,
       અજીહું નાવ સાગર પડી, ના જાનું કયા હોય?..

(૪૩) સંગત કીજે સંતકી, કભી ન નિષ્ફળ હોય,
         લોહા પારસ પરસતે, સોભી કંચન હોય…

(૪૪) મીઠા સબસે બોલિયે, સુખ ઉપજે ચહું ઓર;
          વસીકરન યહ મંત્ર હૈ, તજિયે બચન કઠોર…

(૪૫) ચકકી ફિરતી દેખકે, દિયા કબીરા રોય,
         દો પડ બીચ આય કે, સૈબત ગયા ન કોય!..

(૪૬) કામ, ક્રોધ, મદ, લોભકી, જબ લગ ઘટમેં ખાન;
         કયા મૂરખ કયા પંડિતા, દોનું એક સમાન…

(૪૭) ત્યાગ તો ઐસા કીજિયે, સબ કુછ એક હી વાર;
        સબ પ્રભુકા મેરા નહિ, નિશ્ચય કિયા બિચાર…

(૪૮) ચાહ ગઈ ચિંતા ગઈ, મનવા બેપરવા,
         જિનકો કછૂ ન ચહિયે, સો શાહનકા શાહ!..

(૪૯) મન મૂવા માયા મુઈ,સંશય મુવા શીર,
         અવિનાશી તો ના મરે, તૂ કયોં મરે કબીર?..

(૫૦) કરિયે નિત સતસંગકો, બધા સકલ મિટાય;
        ઐસા અવસર ના મિલે, દુર્લભ નર તન પાય…

(૫૧) ઔર કર્મ સબ કર્મ હૈ, ભકિત કર્મ નિષ્કર્મ;
       કહહિં કબીર પુકાર કે, ભકિત કરો તજી ભર્મ.

(૫૨) કબીર કૂવા એક હૈ, પનિહારી અનેક;..
      ન્શારે ન્શારે બરતન ભયે, પાની સબમેં એક.

(૫૩) જપ, તપ ઔર વ્રતૈદ સબ, તહાં લગી ભ્રમરૂપ
       જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ.

(૫૪) જાત જાત કો પાહુના, જાત જાત ઘર જાય;
       સાહેબ જાત અજાત હૈ, સબ ઘટ રહા સમાય.

(૫૫) જેની જીભે જાદવો, જેને રોમે રામ;
        આઠે સિદ્ધિ આંગણે, જોગંદરને ધામ.

(૫૬) લૂટ સકૈ તો લૂટી લૈ, રામનામકી લૂટ;
       ફિર પીછે પછિતાયેગે, પ્રાણ રહૅંગે છૂટ.

(૫૭) વીંછી કેરી વેદના, જેને વીતી હોય;
       તે જાણે પીડ પારકી, અવર ન જાણે કોય.

(૫૮) કર્મમાં જે લેખ લખ્યા, તે મિથ્યા નવ થાય;
       રંક  મટી રાજા બને, રજા રંક જ થાય.

(૫૯) બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ;
       હીરા મુખસે ના કહે. લાખ હમારા મોલ.

(૬૦) ટુકડા માંહિ ટુક દે, ચીરા માંહિ દે ચીર;
      જો દિયે સો પાવહિં, યા કહૈ સંત કબીર.

(૬૧) જબ તું જન્મીયાં જગમેં, જગ હસે તું રોય,
     ઐસી કરની કર ચલો, તુમ હસે જગ રોય.

(૬૨) બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત;
       સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત.

(૬૩) જાતે જે નર કરી શકે, તે ન અવરથી થાય,
       આપ મુવા વિના કોઈથી સ્વર્ગે નવ જવાય.;

(૬૪) ચતુર નર મન ચિંતવે, કીજે ઊત્તમ કામ
       ધન ખરચી ધીરજ ધરી, જગમાંહી રાખે નામ.;

(૬૫) શિયાળે સમરૂં તને, ને ઊનાળે પણ ના વિસરૂં
      ચોમાસે ચિત્તમાં ધરૂં, ને વંદુ બારેમાસ;

(૬૬) આપ તજ  હરિ ભજ , નખશીખ તજ  વિકાર;
      સબ  જીવસે નિર્વેર રહે, સાધ મતા હૈ સાર.;

(૬૭) કબીર! માયા ડૈકની! ખાયા સબ સંસાર;
       ખાઈ ન સકી કબીરકો, જાકે રામ આધાર!;

(૬૮) નામ લિયા જિન સબ લિયા, સબ શાસનકો ભેદ;
      બિના નામ નરકે ગયે, પઢિ ગુનિ ચારોં વેદ;
                     
(૬૯) લાખો અહિં ચાલ્યા ગયા, લાખો બીજે ચાલ્યા જશે
      માટી તણી આ જિંદગી, માટી માંહી મળી જશે.;

(૭૦) કદમ અસ્થિર હોય એને, કદી રસ્તો નથી જડતો;
       અડગ મનના મુસાફીરને, હિમાલય પણ નથી નડતો.;

(૭૧) કશું ન નીપજે એકથી, ફોકટ મન ફુલાય;
       કમાડ ને તાળું મળી,ઘરનું  રક્ષણ થાય.;

(૭૨) મન મિલે તો કરિયે મેલા, ચિત્ત મિલે હો રહિયે ચેલા;
       કબીરજી યૂં  કહે સાધુ, સબ સે શ્રેષ્ઠ જો રહે અકેલા.;

(૭૩) નીચ નિચાઈ ના તજે, જો પાવે સતસંગ;
       તુલસી ચંદન લિપટકે, વિષ નહિ તજે ભુજંગ.;

(૭૪) નારાયણ દો બાતકો, દીજે સદા બિસાર;
       કરી બૂરાઈ ઔરને, આપ કિયો ઊપકાર.;

(૭૫) દેતે સૌ લેતે નહીં, કરતે હૈ ઈનકાર;
       માંગે જબ મિલતા નહીં, એ જગકા ઈકરાર.;

(૭૬) રામ રામ સબ કોઈ કહે, ઠગ ઠાકુર અરું ચોર;
       બિના પ્રેમ રીઝે નહીં, તુલસી નંદકિશોર.;

(૭૭) બડે બડે સબ કહત હૈ, બડે બડે મેં ફેર;
       સરિતા સબ મીઠી લગે, સમુદ્ર ખારો ઝેર.;

(૭૮) નારાયણ આ જગતમેં, હૈં દો વસ્તું સાર;
      સબસે મીઠો બોલવો, કરનો પર ઊપકાર.;

(૭૯) આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર;
      એક લઈને પાછો આપે, એક કરાવે ઝેર.;

(૮૦) મન મેલા તન ઊજલા, બગલા કપટી અંગ;
       તાતે તો કૌઆ ભલા, તન મન એક હી રંગ.



જ્ઞાન કથીને ગાડાં ભરે, પણ અંતરનો મટે નહિ વિખવાદ
કહે કબીર કડછા કંદોઈના, કોઈ દી’ ન પામે સ્વાદ.

રામ જપે અનુરાગસે, સબ દુખ ડાલે ધોઈ
વિશ્વાસે તો હરી મિલે, લોહા ભી કંચન હોય.

દયા ગરીબી બંદગી, સમતા શીલ સુજાણ
ઐસે લક્ષણ સાધુકે કહે કબીર તું જાણ.

કાયા તું બડો ધણી, અને તુજસે બડો નહીં કોઈ,
તુ જેના શિર હસ્ત દે, સો જુગમેં બડો હોઈ.

રામ નામ રટતે રહો અને ધરી રાખો મનમાં ધીર
કોઈ દિન કાર્ય સુધારશે, કૃપા સિંધુ રઘુવીર.

સગા હમારા રામજી, અને સહોદર પુનિ રામ,
ઔર સગા સબ સગમગા, કોઈ ન આવે કામ.

કામ ક્રોધ મદ લોભકી, જહાં તક મનમેં ખાન,
કહાં પંડિત મૂરખ કહાં, દોઉ એક સમાન.

રન બન વ્યાધિ વિપત્તિમેં, રહિમન મર્યો ન રોય,
જો રક્ષક જનની જઠર, સો હરિ ગયે નહીં સોય.

નામ લીયા ઉસને જાન લીયા, સકલ શાસ્ત્રકા ભેદ,
બિના નામ નરકે ગયા, પઢ પઢ ચારોં વેદ.

કબીર કહે કમાલકુ, દો બાતાં શીખ લે,
કર સાહેબકી બંદગી ભૂખે કુ કુછ દે.

હાડ જલે જ્યું લાકડી, કેશ જલે જ્યું ઘાસ,
સબ જગ જલતા દેખ કે, કબીરા ભયો ઉદાસ.

માલા તિલક બનાય કે ધર્મ વિચારા નાહિ,
માલા બિચારી ક્યા કરે, મૈલ રહા મન માંહિ.

રાત ગવાંઈ સોય કર, દિવસ ગવાયો ખાય
હીરા જનમ અનમોલ થા, કૌડી બદલે જાય.

કાલ કરે સો આજ કર, સબહિ સાજ તુજ સાથ,
કાલ કાલ તું ક્યા કરે, કાલ કાલ કે હાથ.

સાધુ ભયા તો ક્યા હુવા, માલા પહિરી ચાર,
બાહર ભેષ બનાઈઆ, ભીતર ભરી ભંગાર

પ્રેમ છિપાયા ના છિપે, જ્યા ઘટ પરગટ હોય,
જો પૈ મુખ બોલે નહીં, નૈન દેત હૈ રોય.

જબ મેં થા તબ હરિ નહીં, અબ હરી હૈં હમ નાહીં,
પ્રેમ ગલિ અતિ સાંકરી, તમેં દો ન સમાહિ.

તુલસી મીઠે વચન સે સુખ ઉપજે ચહુ ઓર,
વશીકરન યહ મંત્ર હૈ, તજહું વચન કઠોર.

ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પીર,
ફિકરકી ફાકી કરે, ઉનકા નામ ફકીર.

ગ્રંથ પંથ સબ જગતકે, બાત બતાવત તીન,
રામ હ્રદય, મનમેં દયા, તન સેવામેં લીન.

નામ દિવાના દામ દિવાના ચામ દિવાના કોઉ;
ધન્ય ધન્ય સો જો રામ દિવાના, મૈં દિવાના સોઉ.

nejali ujave norta નેજાળી ઉજવે નોરતા

nejali ujave norta
nejali ujave norata

નેજાળી ઉજવે નોરતા
સોનલ ઉજવે નોરતા
માડી તારે નોરતા ઉજવવાના નીમ
સોનલ ઉજવે નોરતા

માડી આજ પાટે પેલા ગણેશ પધારીયા
માડી એના ઘુઘરા ઘમકયા ને દાળદર ભાગ્યા રે દુઃખ  સૌ દાગ્યા
નેજાળી ઉજવે નોરતા

માડી આજ બીજે નવલાખ લોબડીયુ ટોળે વળે
આવળ ઓપે અન્નપુણાઁ ને અંબા રે જોરાળી જગદંબા 
નેજાળી ઉજવે નોરતા

માડી તમે ત્રીજે સિધ્ધ ચોરાસી તેડાવ્યા
સાધુ તમે વસ્તી ચેતાવો ભગવે વેશ આપોને ઉપદેશ
નેજાળી ઉજવે નોરતા

માડી તમે ચોથે ચારણ વરણ નોતયાઁ ,
માડી એના કાઢયા આળસ અભિમાન દીધા વિધ્યાના દાન
નેજાળી ઉજવે નોરતા

માડી તમે પાંચમે બળભદ્રને  બોલાવી
માડી તમે કીધા હળધર કેરા માન ધોરીના સનમાન
નેજાળી ઉજવે નોરતા

માડી તમે છઠે ભુત ભૈરવને ભેગા કર્યા,
માડી એણે તજી બીજા ખોળીયાની આશ વોળાવયા કૈલાશ
નેજાળી ઉજવે નોરતા

માડી એવા સાતમે રતી દેવ આવીયા,
માડી એણે સ્વીકાયાઁ નરકનો નિવાસ પાપીયોનો વૈકુંઠવાસ
નેજાળી ઉજવે નોરતા

માડી એવા આઠમે દાનવ સઘળા આવીયા ,
માડી એતો જાડાને જોરાળા ઠીમે ઠામ મદિરાના લીધા જોમ
નેજાળી ઉજવે નોરતા

માડી તમે નોમે રે ખાંડાને ખડગ નોતયાઁ ,
માડી તમે ઉગાયાઁ બકરીના મુંગા બાળ ઉતાર્યા જુના આળ
નેજાળી ઉજવે નોરતા

માડી તમે દશમે હવન હોમ આદયોઁ ,
માડી એમાં હોમ્યા ઈષાઁને અભિમાન અજ્ઞાનને મદ્યપાન
નેજાળી ઉજવે નોરતા

માડી તું જો જન્મી ન હોત જગતમાં જોગણી ,
તો હું "કાગ " કોના ગુણ ગાત મારા પાતક કયાંથી જાત
નેજાળી ઉજવે નોરતા

ચૈત્રી નવરાત્રી ની આપ સૌને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું. માં નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ,સમૃધ્ધિ અર્પે.

જય માતાજી
જય સોનલ માં

કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી karam no sangathi rana maru koi nathi

હે … કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી…
હે…. કર્મનો સંગાથી પ્રભુ વિણ કોઇ નથી…
કે લખ્યા એના જુદા જુદા લેખ (2)… કર્મનો સંગાથી…

એક રે ગાયના દો દો વાછરુ,
લખ્યા એના જુદા જુદા લેખ

એક રે બન્યો શિવજીનો પોઠીયો,
બીજો કાંઇ ઘાંચીડાને ઘેર… કર્મનો સંગાથી.

એક રે માતાના દો દો દીકરા,
લખ્યા એના જુદા જુદા લેખ

એક ને માથે રે છત્તર ઝૂલતા,
બીજો કાંઇ ભારા વેચી ખાય… કર્મનો સંગાથી.

એક રે માટીના દો દો મોરિયા,
લખ્યા એના જુદા જુદા લેખ

એક ને મોરિયો શિવજીની ગળતી,
બીજો કાંઇ મસાણે મૂકાય….. કર્મનો સંગાથી

એક રે પથ્થરના દો દો ટુકડા,
લખ્યા એના જુદા જુદા લેખ,

એક ની બની રે પ્રભુજીની મૂરતી,
બીજો કાંઇ ધોબીડાને ઘાટ… કર્મનો સંગાથી.

એક રે વેલાના દો દો તુંબડા,
કે લખ્યા એના જુદા જુદા લેખ,

એક રે તુંબડુ સાધુજીના હાથમાં,
બીજુ કાંઇ રાવળીયાને ઘેર… કર્મનો સંગાથી.

એક રે વાંસની દો દો વાંસળી,
કે લખ્યા એના જુદા જુદા લેખ,

એક રે વાંસળી કાનજી કુંવરની,
બીજી વાગે વાદીડાને ઘેર… કર્મનો સંગાથી.

એક રે માતાના દો દો બેટડા,
લખ્યા એના જુદા જુદા લેખ,

એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્ય… કર્મનો સંગાથી

રોહીદાસ ચરણે મીરાબાઇ બોલીયા,
કે દેજો અમને સંતચરણે વાસ… કર્મનો સંગાથી.

Karm no sangathi rana maru koi nathi
karam no sangathi rana maru koi nathi
Gujarati bhajan lyrics

પીર રામદે પરણાવે તમે પરણો ભાટી હરજી, Ramde parnave tame parno bhati harji

રામદે પરણાવે તમે પરણો ભાટી હરજી,
આરે કળિયુગમાં અમને કુંવારા રહેવા દયો,
                         રામદે પરણાવે તમે...
હો લુગઈ આવે તો પીરજી દમડા રે માંગે,
દમડા હું ક્યાંથી લઇ આવું મારા પીરજી,
દમડા જોઈએ તો હરજી દમડા તને આપું,
વાણોતર બની ને ઘરે આવું ભાટી હરજી,
                         રામદે પરણાવે તમે...
હો લુગઈ આવે તો પીરજી કપડાં રે માંગે,
કપડાં હું ક્યાંથી લઇ આવું મારા પીરજી,
કપડાં જોઈએ તો હરજી કપડાં તને આપું,
દોશીડો બનીને ઘરે આવું ભાટી હરજી,
                         રામદે પરણાવે તમે...
હો લુગઈ આવે તો પીરજી ચૂડલો રે માંગે,
ચૂડલો હું ક્યાંથી લઇ આવું મારા પીરજી,
ચૂડલો જોઈએ તો હરજી ચૂડલો તને આપું,
મણિયારો બની ને ઘરે આવું ભાટી હરજી,
                         રામદે પરણાવે તમે...
હો લુગઈ આવે તો પીરજી સોનું રે માંગે,
સોનું હું ક્યાંથી લઇ આવું મારા પીરજી,
સોનું જોઈએ તો હરજી સોનું તને આપું,
સોનીળો બનીને ઘરે આવું ભાટી હરજી,
                         રામદે પરણાવે તમે...
સાસુ ગણું હું મારી સગી રે બેનડી,
સસરો મારો સગો રે બનેવી,
કુંવારી કન્યા મારી સગી રે ભાણેજડી,
મત કરો ને સગાઇ મોરા પીરજી,
હરિ ચરણે ભાટી હરજી રે બોલ્યા,
સ્વર્ગમાં સગાઇ કરોને મોરા પીરજી,
                            રામદે પરણાવે તમે...

રમતો જોગી રે ક્યાંથી આવ્યો Ramto jogi kyathi aavyo

રમતો જોગી રે ક્યાંથી આવ્યો ! આવી મારી નગરીમાં અલેખ જગાયો રે…  વેરાગણ હું તો બની…

કાને કુંડળ રે જટાધારી… હો જી રે… કાને…

એ જી એની નમણ્યું કરે છે નર ને નારી રે…  વેરાગણ હું તો બની…

કોરી ગાગર રે ઠંડા પાણી… હો જી રે… કોરી.

એના પાણીડાં ભરે રે નંદ ઘેર રાણી રે…  વેરાગણ હું તો બની…

કાચી કેરી રે આંબા ડાળે… હો જી રે… કાચી

એની રક્ષા રે કરે છે કોયલરાણી રે…  વેરાગણ હું તો બની…

બોલ્યાં બોલ્યાં રે લીરલબાઈ… હો જી રે… બોલ્યાં

એ જી મારા સાધુડાં અમરાપરમાં માલે રે….  વેરાગણ હું તો બની…

૦  ૦  ૦

વિર માંગડાવાળા ના દુહા Veer Mangadavalo na duha

વિર માંગડાવાળા ના દુહા

વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની,
(પણ) એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો.

પાઘડિયું પચાસ, આંટાળિયું એકેય નહિ,
ઈ ઘોડો ને અસવાર, મીટે ન ભાળું માંગડો.

ઘોડો આવે ઘૂમતો, માથે સોનરી સાજ,
એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો.

પદમાનો પ્રીતાળ, હીરણની હદમાં રિયો,
ઝાઝા દેજો જુહાર, મરતાં બોલ્યો માંગડો.

વડલે વીંટો દેત, સોનેરી સિરપાવનો,
(ત્યાં) બાયલ બીજે દેશ, માર્યો જેઠાણી માંગડો.

સોડ્યું લાવો સાત, માંગડાના મોસાળની,
કરશો મા કલ્પાંત, પારે ઊભી પદ્માવતી.

મારા પંડ પર કોઈ, રાતા છાંટા રગતના,
રિયા જનમારો રોઈ, મીટે ન ભાળું માંગડો.

સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે,
(પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.

હું બેટો તું બાપ, અરસી, કાં ઓળખ નહિ,
પેલા ભવનાં પાપ, આ ભવમાં આવી નડ્યાં.

માયલિયું મનમાંય, દાખીને કેને દેખાડીએં,
વીંધાણાં વડમાંય, પદમાસું પરણ્યા વિના.

ભેળાં થાયીં ભૂત, આડી ગર્યું ઓળંગવા,
તન સળગે તાબૂત, અરસી વણ ઓલાય નૈ.

સરણ્યું ત્રુટિયું સગા, નેરણ નોધારાં થિયાં,
વાયેલ વા કવા, અળસી જળ ઊંડાં ગિયાં.

જીવડો તલખે જંપ નહિ, જાય વાળાની જાન,
અરસી મેલ્યા એકલા, પદમા પાંસલ પ્રાણ.

સખ હૂતું સગા, (તે તો) પદમાસું પાટણ રિયું,
અરસી આ વનમાં, ભૂતથી ભળવું પિયું.

ઘોડાને માણું બાજરો, બળદને બો’ળા ખાણ,
જમાડે વાળાની જાન, ભલ ખાંતેથી ભૂતડો.

ઊંચે સળગે આભ, નીચે ધરતીના ધડા,
ઓલવવાને આવ, વેલો ધાંતરવડના ધણી!

વડલા, તારી વરાળ, પાને પાને પરઝળી,
(હું) કયાં જઈ ઝંપાવું ઝાપ, (મને) ભડકા લાગે ભૂતના.

ડાળે ડાળે હું ફરું, પાને પાને દુ:ખ,
મરતા માંગડા વાળો, સ્વપ્ને ન રહ્યું સુખ.

હુઇ હાકોહાક, દળ છૂટ્યાં દેશોતનાં,
શોભે આંબા શાખ, લખિયલ વણ લેવાય નહિ.

ભલ ઘોડો વલ વંકડો, હલ બાંધવા હથિયાર,
ઝાઝી ફોજુંમાં ઝીંકવા, મરવું એક જ વાર.

[શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરીર ઉપર હથિયાર ચકચકાટ કરે;આહા! સાચા વીરને એક જ વાર મરવાની — મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાંતે મરવાની — ઝંખના હોય છે.]

ઘોડો ઘોડાને ઘાટ, અસવારે ઊણો નહિ,
(એનું) ભાલું ભરે આકાશ; મીટે ભાળ્યો માંગડો.

અમે વેપારી વાણિયા, તમે રાજાની રીત,
પૂરવ ભવની પ્રીત, મળિયાં તમસું માંગડા!

[હે સ્વામી માંગડા, આપણી જાત તો જુદી છે પણ પૂર્વભવની પ્રીતિએ આ જન્મે નાતજાતનાં બંધન ભેદીને આપણને જોડી દીધાં છે.

માઢ ઉપર માંડેલ છે, પીતળિયા પાસ,
(એની) સોગઠિયું સગા, મારતો જા તું માંગડા!

[હે સગા, મેડી ઉપર ચોપાટ માંડી છે. પીતળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું. માટે તું એક વાર ઉપર આવી, દાવ નાખી સોગઠી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય.]

જીવતો પાછો જા, વઢિયાની વેળા નહિ,
રોશે તારી મા, તું પરદેશી પ્રોણલો.

[ચાડવો કહે છે કે “એ જુવાન, તું પરગામથી પરોણો આવેલ કહેવાય. તારે હજુ લડવાની ઉમ્મર નથી થઈ. તું રોળાઈ જઈશ તો તારી મા રોશે. માટે જીવતો પાછો વળી જા!”]

કળકળતો કટકે, હાકોટે હબક્યો નહિ,
અહરાણ હૂકળતે, મચિયો ખાગે માંગડો.

[ચાડવા કાઠીના હાકલા-પડકારા સાંભળીને માંગડો ન થડક્યો. એ હૂકળતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો.]

વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની,
(પણ) એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો.

[પદ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી. એણે જોયું કે ઝાંખાં મોં લઈને ભાણ જેઠવાની ફોજ પાછી ચાલી આવે છે, પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કાં ન દેખાય?]

પાઘડિયું પચાસ, આંટાળિયું એકેય નહિ,
ઈ ઘોડો ને અસવાર, મીટે ન ભાળું માંગડો.

[આ પચાસ-પચાસ પાઘડીઓવાળા દેખાય છે. પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રીતમ માંગડો નથી. એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા. હોય તો સહુથી નોખો તરી રહે ને!]

-સૌરાષ્ટ્રની રસધાર

Wednesday 11 April 2018

હદ થઈ કે હેમુ ગયો ગરીબ થયું ગુજરાત

કંઠ ગયો કે'ણી ગઇ, ગઇ મર્દાનગી ની વાત
હદ થઈ કે હેમુ ગયો ગરીબ થયું ગુજરાત,

સંગીત મા સોપો પડ્યો, સુણવું ગમે નાં ગાન
તું મરતા મહેફિલ ગઇ દિલ ની હેમુ દાન,

ચડશે ઘટા ઘનઘોર ગગને મેઘ જલ વરસાવસે
નીલવરણી ઓઢણી જ્યાં ધરા સર પર ધરશે,

ગહેંકાટ ખાતાં ગીર મોરા પિયુ ધન પોકારશે
એ વખતે આ ગુજરાત ને પછી યાદ હેમુ આવશે,

ચડસે ગગન મા ચાંદલો ને રાત નવરાત્યું હશે
સંધા મળી ને સાથીડા જે દી' રાસડ઼ે રમતા હશે,

તે દી' રમણ રાધા કાન નાં કોઈ ગીતડાં લલકારસે
એ વખતે આ ગુજરાત ને પછી યાદ હેમુ આવશે,

દુઃખી પિયર ની દિકરી કોઈ દેશ દેશાવર હશે
સંતાપ સાસરવાસ નાં એ જીવનભર સહેતિ હશે,

વહુએ વગોવ્યા ની રેકર્ડુ જ્યાં રેડીઓ પર વાગશે
એ વખતે આ ગુજરાત ને પછી યાદ હેમુ આવશે,

મોંઘા મુલી સૌરાષ્ટ્ર ની રસધાર  જે રચતો ગયો
એ કલમ ની વાચા બની તું ગીતડાં ગાતો ગયો,

એ લોક ઢાળૉ પરજ નાં કોઈ 'દાદ' કંઠે ધરશે
એ વખતે આ ગુજરાત ને પછી યાદ હેમુ આવશે.
કવિ દાદ

સમજણ જીવનમાંથી જાય

સમજણ જીવનમાંથી જાય, જી …
સમજણ જીવનમાંથી જાય,

જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …

જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાં થી જાય, જી …

પિતાજીના વચન ખાતર,
રામજી વનમાં જાય, જી …(૨)

આજનો રામલો વૃધ્ધાશ્રમમાં … (૨)
એના બાપને મેલવા જાય ..
સમજણ જીવનમાંથી જાય, જી …

જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી ..

ચેલો હતો ઓલો આરુણી,
એની યાદે ઉર ઉભરાય, જી .. (૨)

આજનો ચેલ્કો, માસ્તર સાહેબને,
શિવાજી બીડીયું પાય ..

સમજણ જીવનમાંથી જાય, જી …

આજનો ચેલ્કો માસ્તર સાહેબને,
શિવાજી બીડીયું પાય ..
સમજણ જીવનમાંથી જાય, જી

જીવનમાં થી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …

ચૌદ વરસનું એને રાજ મળ્યું,
ભરત ના એ ભૂલાય જી

ચૌદ વરસનું રાજ મળ્યું,
તોયે  ભરત ના એ ભૂલાય, જી

પાંચ વરસનો પ્રધાન આજે .. ભાઈ,
પાંચ વરસનો પ્રધાન, આજે
કોઈ થી જાલ્યો એ ના જીલાય..

એ સમજણ જીવનમાંથી જાય, જી …

પાંચ વરસનો પ્રધાન આજે ..
ભાઈ, જાલ્યો ના કોઈ થી જીલાય
સમજણ જીવનમાંથી જાય, જી …

જીવનમાં થી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …

મંદિરીયામાં બેઠા બેઠા,
પ્રભુજી એ મુંજાય જી .. (૨)

ભાવ વિના ના ભક્તો આવે ભાઈ,
ભાવ વિનાના ભક્તો આવીને
દશીયું ફેંકતા જાય ..

સમજણ જીવનમાંથી જાય. જી …

ભાવ વિનાના ભક્તો આવે
ભાવ વિનાના … ભક્તો આવી ને
દશીયું ફેંકતા જાય ..

સમજણ જીવનમાંથી જાય જી …

જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …

ધર્મની જુઓ કિંમત કેવળ,
નાણા થી અંકાય, જી

ધર્મની કિંમત કેવળ,
નાણાં થી અંકાય, જી

મોટી મોટી, ખા એક ખાયું .. (૨)
એમાં ફાળો ભરતો જાય ..
સમજણ જીવનમાંથી જાય, જી …

આ જીવનમાંથી જાય,
જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …

જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …(૨)

જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જો જાય, જી …(૨)

Tuesday 3 April 2018


GANESH STHAPNA MARRIAGE SONG 
ગણેશ સ્થાપના લગ્નગીત गणेश स्थापना लग्नगीत


ગણેશ પાટે બેસાડીયા  

Ganesh pate besadiya bhala nipje pakvan saga dabandhi tedaviye jo pujya hoy morar
Gujarati marriage Song Lyrics

ગણેશ પાટે બેસાડીયા  
ભલા નીપજે પકવાન 
સગા સબંધી તેડાવીયે 
જો પૂજ્યા  હોય મોરાર ..

જેને તે આંગણ પીમ્પળો 
તેનો તે ધન્ય અવતાર 
સાંજ સવાર પૂજીયે 
જો પૂજ્યા  હોય મોરાર ..

જેને તે આંગણ ગાવડી 
તેનો તે ધન્ય અવતાર 
સાંજ સવાર દોહી વળે 
જો પૂજ્યા  હોય મોરાર ..

જેને તે પેટે દીકરી 
તેનો તે ધન્ય અવતાર 
સૂઝ બુઝ વાપરે 
જો પૂજ્યા  હોય મોરાર ..

જેને તે પેટે દીકરા 
તેનો તે ધન્ય અવતાર 
વહુ વારુ પાયે પડે 
જો પૂજ્યા  હોય મોરાર ..


ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા
Ganesh Dundala ganapati sole sundhala
Gujarati marriage Song Lyrics

ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
તારી છોટી છોટી ચાલે કામણગારા રે.
મારા ગણેશ દૂંદાળા….

ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
ચાલો રાય ગણપતિ આપણે જોશી હાટે જઈએ
રાયજાદાના મુહૂર્ત પૂછવારે,
મારા ગણેશ દૂંદાળા….

ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
ચાલો રાય ગણપતિ આપણે ગાંધી હાટે જઈએ
રાયજાદાના શ્રીફાળ વસાવારે,
મારા ગણેશ દૂંદાળા….

ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
ચાલો રાય ગણપતિ આપણે માળી હાટે જઈએ
રાયજાદાના હાર ને ગજરા વસવારે,
મારા ગણેશ દૂંદાળા….




પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા   
pratham shree ganesh besado re mala ganesh dundala


પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા         
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા                        
    ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડાં ઘોડલા શણગારો                    
    ઘોડલે પિત્તળિયાં પલાણ રે મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડાં હાથીડા શણગારો                   
    હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડાં જાનીડાં શણગારો                   
    જાનડી લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડાં ધોરીડાં શણગારો                   
    ધોરીડે બબ્બે રાશું રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારો                   
    વેલડિયે દશ આંટા રે મારા ગણેશ દુંદાળા
વાવલિયા વાવ્યાં ને મેહુલા ધડૂક્યાં                     
    રણ રે વગડામાં રથ થંભ્યા રે મારા ગણેશ દુંદાળા

તૂટ્યાં તળાવ ને તૂટી પીંજણિયું                          
    ધોરીડે તૂટી બેવડ રાશું રે મારા ગણેશ દુંદાળા
ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ્વર                         
    તમે આવ્યે રંગ રે'શે રે મારા ગણેશ દુંદાળા

અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા                      
    અમ આવ્યે તમે લાજો રે મારા ગણેશ દુંદાળા
અમારે જોશે સવા મણનો રે લાડુ                      
    અમે આવ્યે વેવાઈ ભડકે રે મારા ગણેશ દુંદાળા

વીવા, અઘરણી ને જગવને જનોઈ                     
    પરથમ ગણેશ બેસાડું રે મારા ગણેશ દુંદાળા



કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે

Koyal bethi aambaliya ni daal gujarati lagngeet

કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

કોયલ માંગે કડલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ

કોયલ માંગે ચૂડલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ

કોયલ માંગે ઝૂમખાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ

કોયલ માંગે નથડીની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ


આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
Aaj vagdavo vagdavo ruda sharnayu ne dhol

gujarati lagngeet

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
શરણાયું ને ઢોલ નગારા… શરણાયું ને ઢોલ..
આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે..
સખી રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે..
મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ.
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ..
આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે.
હું કે ‘દી રંગાણી એના રંગમાં રે..
હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર..
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ..



આવી રૂડી અજવાળી રાત,Avi rudi ajvali raat rate te ramva nisarya re gujarati lagngeet 

આવી રૂડી અજવાળી રાત,
રાતે તે રમવા નીસર્યા રે મારા રાજ
હે રમ્યા રમ્યા પૂર બે પૂર,
સાહ્યબોજી તેડાં મોકલે રે મારા રાજ
હે ઘેર આવો ઘર કેરી નાર રે,
અમારે જાવું ચાકરી રે માણા રાજ
હે રે આવો રૂડો સહિયરું નો સાથ,
મેલીને સાહ્યબા નહિ આવું રે માણા રાજ.
હે ગોરી મુને ચડી રીસ રે,
ઘોડે તે પલાણ માંડશું રે માણા રાજ
હેજી રે રૂડી ઝાલશું ઘોડલાની વાઘ,
તમોને જાવા નહિ દઇએ રે માણા રાજ
હે તમારે છે સહિયરુંનો સાથ રે,
એની હારે તમે બોલજો રે માણા રાજ
હેજી રે મારે સાહ્યબા ચૂંદડીની ઓશ,
ચૂંદડી મોંઘા મુલની રે માણા રાજ
હે રીયો રીયો આજોની રાત,
ચૂંદડીને તમે મુલાવો માણા રાજ


હો…. મારે આજની ઘડી રે રળિયામણી
Are sakhi aajni ghadi te raliyamani gujarati lagngeet



હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.
હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.
હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.
હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.
હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.
હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.
જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.


લીલા માંડવા રોપાવો
Lila mandava ropavo - lila mandap ropavo - gujarati lagngeet

લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ
લીલા વાંસ વઢાવો
રૂડાં માંડવા બંધાવો માણારાજ
લાડેકોડે લીલાબેન પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ
એમના કાકાને તેડાવો
એમની કાકીને તેડાવો માણારાજ
લાડેકોડે ભત્રિજી પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ
લીલા વાંસ વઢાવો
રૂડાં માંડવા બંધાવો માણારાજ
લાડેકોડે નિશાબેન પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ
એમના નાનાને તેડાવો
એમની નાનીને તેડાવો માણારાજ
લાડેકોડે દીકરી પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ

મારા નખના પરવાળા જેવી ચૂંદડી


મારા નખના પરવાળા જેવી ચૂંદડી
મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી
ઓઢોને સાહેબજાદી ચૂંદડી
હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી
મારા દાદાજી દેખે માતાજી દેખે
કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી
તમારા દાદાના તેડ્યાં અમે આવશું
તમારી માતાના મન મોહશે હો લાડલી
ઓઢોને લાડકવાયી ચૂંદડી
હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી
મારા વીરોજી દેખે ભાભી દેખે
કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી
તમારા વીરાના તેડ્યાં અમે આવશું
તમારી ભાભીના ગુણલાં ગાશું હો લાડલી
ઓઢોને સાહેબજાદી ચૂંદડી


તને સાચવે  પારવતી અખંડ સૌભાગ્યવતી


તને સાચવે  પારવતી અખંડ સૌભાગ્યવતી,
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી.

માના ખોળા સમું આંગણું તે મૂક્યું,
બાપના મન સમું બારણું તે મૂક્યું,

તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી,
તને સાચવે  પારવતી  અખંડ સૌભાગ્યવતી.

ભગવાનને આજ ભળાવી દીધી,
વિશ્વાસ કરીને વળાવી દીધી,
તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી,
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી.


મારે આંગણિયે તલાવડી  છબછબિયાં પાણી

મારે આંગણિયે તલાવડી  છબછબિયાં પાણી,
એમાં તે અણવર લપટ્યો રે એની કેડ લચકાણી.


વેવાઈને માંડવે વેવલી રે એની આંખ છે કાણી,
નદીએ  નાવા  ગઈ'તી રે એને દેડકે  તાણી,
ધોળજો છોકરાં ધોળજો રે એની કેડ લચકાણી,
ગોળને બદલે ખોળ દ્યો રે એની કેડ લચકાણી.



અળવીંતરી તું એવી કે એની અવળી વાણી,
એણે ચોરીને ચીભડું ખાધું રે,
એણે ચોરીને ચુરમું ખાધું રે,
એણે ચોરીને ચટણી ચાટી રે,
એ તો...

ખાઉં ખાઉં કરતી ફરતી રે જાણે ભેંશની ભાણી,
મારે આંગણિયે તલાવડી છબછબિયાં પાણી.




ઓલ્યા અણવરને જાનમાંથી કાઢો રે હું તો લાજી મરું


ઓલ્યા અણવરને જાનમાંથી કાઢો રે હું તો લાજી મરું,

એના હાથ હડીંબા જેવા એના પગ ધડીંબા જેવા,

એનું  માથું બુઝારા જેવું  રે હું તો લાજી  મરું,



ઓલી વેવલીને માંડવેથી કાઢો રે હું તો લાજી મરું,

એનું નાક નળીયા જેવું એનો ફાંદો ફળીયા જેવો,

ઓલી કાણીનો કાંકરો કાઢો રે હું તો લાજી મરું,

ઓલ્યા અણવરને જાનમાંથી કાઢો રે હું તો લાજી મરું.



તું થોડું થોડું જમજે રે કે અણવર અધરાયો,

તારા પેટમાં દુઃખશે રે કે અણવર અધરાયો.



એક આકડાની ડાળ એક લીમડાની ડાળ,

માંય  લસણ  કળી  માંય  તેલ  પળી,

માંય મરચું મેલો રે કે અણવર અધરાયો.



તને રાંધતાય આવડે નહીં કે વેવલી વંઠેલી,

તું તો શીરામાં નાખે દહીં કે વેવલી વંઠેલી,

તેં તો પૂરણ પોળી કરી છાશમાં બોળી,

તું તો મીઠે મોળી ને વળી થાય છે ભોળી,

તને વેચે તો મળે ન પઈ કે વેવલી વંઠેલી.



તું થોડું થોડું જમજે રે કે અણવર અધરાયો,

તને રાંધતાય આવડે નહીં કે વેવલી વંઠેલી.



અણવર અધરાયો... વેવલી વંઠેલી...




આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય

આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય,

દાદાને અતિ વહાલા બેન રે એ તો પરણીને સાસરિયે જાય,

એક દિ રોકાઓ મારી દીકરી રે તમને આપું હું કાલે વિદાય,

હવે કેમ રોકાઉં મારા દાદા રે સાથ મારો સાસરિયાનો જાય.



આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય,

માતાને અતિ વહાલા બેન રે એ તો પરણીને સાસરિયે જાય,

એક દિ રોકાઓ મારી કુંવરી રે તમને આપું હું કાલે વિદાય,

હવે કેમ રોકાઉં મારી માડી રે સાથ મારો સાસરિયાનો જાય.



આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય,

વીરાને અતિ વહાલા અમીબેન રે એ તો પરણીને સાસરિયે જાય,

એક દિ રોકાઓ મારી બેની રે તમને આપું હું કાલે વિદાય,

હવે કેમ રોકાઉં મારા વીરા રે સાથ મારો સાસરિયાનો જાય.

આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય.



પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર

પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે,

  ઊભા રહો તો માંગુ મારા દાદા પાસે શીખ રે.



હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે,

પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે,

  ઊભા રહો તો માંગુ મારી માડી પાસે શીખ રે.



હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે,

પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે,

  ઊભા રહો તો માંગુ મારા વીરા પાસે શીખ રે.



હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે,

પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે,

  ઢોલીડા ધડૂક્યા રે લાડી ચડી બેસો ગાડે રે.



લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે

લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે,

લાડી મુખે લજ્જા કેરો ભાર, કંસાર કેવો ગળ્યો લાગે રે,

વાતે વાતે હસે છે લગાર, કંસાર કેવો ગળ્યો લાગે રે,

લાડી તો સતી સીતા નાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે,

લાડો રાજા રામનો અવતાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે,

વેવાયું તો વટના રે પાન કે કંસાર કેવો ગળ્યો લાગે રે,

વેવાણુંને હરખ અપાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે,

લાડીની ભાભી ટળવળે કે કંસાર કેવો ગળ્યો લાગે રે,

નણદી મુજને આંગલડી ચટાડ કંસાર કેવો ગળ્યો લાગે રે,

ભાભી તું તો પરણી કે કુંવારી કંસાર ગળ્યો ગળ્યો લાગે રે,

લાડો લાડી જમે રે કંસાર, કંસાર ગળ્યો ગળ્યો લાગે રે.


મંગળિયું

પહેલું પહેલું મંગળિયું વરતાય રે,
પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે,
અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,
સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે.

બીજું બીજું મંગળિયું વરતાય રે,
બીજે મંગળ રૂપાંનાં દાન દેવાય રે,
માંડવડામાં મંગળગીતો ગવાય રે,
શુભદિન આજે શુકનનો કહેવાય રે.

અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે
સૌને હૈયે આનંદ અતિ ઊભરાય રે

ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે,
ત્રીજે મંગળ સોનાંનાં દાન દેવાય રે,
ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસરાય રે,
બન્ને પક્ષે આનંદ અતિ ઉભરાય રે.

ચોથું ચોથું મંગળિયું વરતાય રે,
ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે,
અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,
માંડવડામાં મંગળગીતો ગવાય રે…



 હેતે  કન્યાનો હાથ ઝાલો વરરાજા

 હેતે  કન્યાનો હાથ ઝાલો વરરાજા,

ઉત્તમ કુળની છે કન્યા વરરાજા.



ઈશ્વર પાર્વતીની જોડ વરરાજા,

અમ ઘરની શોભા તમને સોંપી વરરાજા,

એ શોભાથી તમ ઘર દીપશે વરરાજા,

 હેતે  કન્યાનો હાથ ઝાલો વરરાજા,



રામ સીતાની જોડ વરરાજા,

અમારું રતન તમને સોંપ્યું વરરાજા,

તેનું કરજો જતન વરરાજા,

 હેતે  કન્યાનો હાથ ઝાલો વરરાજા,



ઇન્દ્ર-ઇન્દ્રાણીની જોડ વરરાજા,

પ્રીતે જોડો હાથ પંચ સામે વરરાજા,

અમારી બેની તમને સોંપ્યા વરરાજા,

 હેતે  કન્યાનો હાથ ઝાલો વરરાજા,


કૃષ્ણ-રૂખમણીની જોડ વરરાજા,

જુગ જુગ જીવો તમારી જોડ વરરાજા,

માડીના હેત તમને સોંપ્યા વરરાજા,

 હેતે  કન્યાનો હાથ ઝાલો વરરાજા,



આશિષ દઈએ અમે આજ વરરાજા,

પૂરા થાઓ તમારા સૌ કોડ વરરાજા,

 હેતે  કન્યાનો હાથ ઝાલો વરરાજા,

ઉત્તમ કુળની છે કન્યા વરરાજા.


ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા

ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા,

વાજા વાગ્યા ને વરવહુના હાથ મળ્યા,

હૈયાં હરખ્યા ને વરવહુના હાથ મળ્યા,

પ્રેમે નીરખ્યા ને વરવહુના હાથ મળ્યા,

જાણે ઈશ્વર ને પાર્વતી સાથ મળ્યા,

ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા.



જેમ નદી ને સરવરના જળ મળ્યા એમ વર ને કન્યાના હાથ મળ્યા,

જેમ દૂધમાં જાય સાકર ભળી એમ વર ને કન્યાની જોડ મળી,

જેમ શોભે લહેરો સાગરમાં એમ શોભે વર-કન્યા માયરામાં,

જેમ ઇન્દ્ર-ઇન્દ્રાણીની જોડ ઠરી એમ વર ને કન્યાની જોડ મળી.



ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા

ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા,
મારે છેટાંની છે જાન ગોર લટપટિયા,
મારે થાય છે અહુર ગોર લટપટિયા.



ગોરને હાંડા જેવડું માથું ગોર લટપટિયા,
ગોરને નળિયા જેવડું નાક ગોર લટપટિયા,
ગોરને કોડાં જેવડી આંખ્યું ગોર લટપટિયા,
ગોરને કોડિયાં જેવડા કાન ગોર લટપટિયા,
ગોરને સૂપડાં જેવા હોઠ ગોર લટપટિયા,
ગોરને ફળિયા જેવડી ફાંદ ગોર લટપટિયા,
ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા,
મારે છેટાંની છે જાન ગોર લટપટિયા,
મારે થાય છે અહુર ગોર લટપટિયા.



તું થોડું થોડું જમજે રે અણવર અવગતિયા

તું થોડું થોડું જમજે રે અણવર અવગતિયા,

તારા પેટમાં દુખશે રે અણવર અવગતિયા.



તને ઓસડ ચીંધાડે રે (વરના પિતાનું નામ બોલવું) પાતળિયા,

સાત લસણની કળી માંહે હિંગની કણી.



અજમો મેલજે જરી ઉપર આદુની ચીરી,

તું ઝટપટ ખાજે રે અણવર અવગતિયા.



તું થોડું થોડું જમજે રે અણવર અવગતિયા,

તારા પેટમાં દુખશે રે અણવર અવગતિયા.


ઓઢી નવરંગ ચૂંદડી


ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર, (2)

માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા.



ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર, (2)

માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા.



બેનીએ સાડી પહેરી છે સવા લાખની,

બેનીએ સેલું પહેર્યું છે સવા લાખનું,

તો ય બેનીને પાનેતરનો શોખ, પાનેતરનો શોખ,

માયરામાં ચાલે મલપતી, મલપતી, મલપતી.



ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર, (2)

માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા.



બેનીએ પહોંચો પહેર્યો છે સવા લાખનો,

બેનીએ બંગડી પહેરી છે સવા લાખની,

તો ય બેનીને મીંઢળનો શોખ, બેનીને મીંઢળનો શોખ,

માયરામાં ચાલે મલપતી, મલપતી, મલપતી.



ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર, (2)

માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા.



બેનીએ દામણી પહેરી છે સવા લાખની,

બેનીએ દામણી પહેરી છે સવા લાખની,

તો ય બેનીને મોડિયાનો શોખ, બેનીને મોડિયાનો શોખ,

માયરામાં ચાલે મલપતી, મલપતી, મલપતી.



ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર, (2)

માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા.



બેનીએ નથડી પહેરી છે સવા લાખની,

બેનીએ હારલો પહેર્યો છે સવા લાખનો,

તો ય બેનીને વરમાળાનો શોખ, બેનીને વરમાળાનો શોખ,

માયરામાં ચાલે મલપતી, મલપતી, મલપતી.



ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર, (2)

માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા.


કોયલ બેઠી આંબલિયાની ડાળ


કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

કોયલ માંગે કડલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ

કોયલ માંગે ચૂડલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ

કોયલ માંગે ઝૂમખાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ

કોયલ માંગે નથડીની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ










કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...