રમતો જોગી રે ક્યાંથી આવ્યો ! આવી મારી નગરીમાં અલેખ જગાયો રે… વેરાગણ હું તો બની…
કાને કુંડળ રે જટાધારી… હો જી રે… કાને…
એ જી એની નમણ્યું કરે છે નર ને નારી રે… વેરાગણ હું તો બની…
કોરી ગાગર રે ઠંડા પાણી… હો જી રે… કોરી.
એના પાણીડાં ભરે રે નંદ ઘેર રાણી રે… વેરાગણ હું તો બની…
કાચી કેરી રે આંબા ડાળે… હો જી રે… કાચી
એની રક્ષા રે કરે છે કોયલરાણી રે… વેરાગણ હું તો બની…
બોલ્યાં બોલ્યાં રે લીરલબાઈ… હો જી રે… બોલ્યાં
એ જી મારા સાધુડાં અમરાપરમાં માલે રે…. વેરાગણ હું તો બની…
૦ ૦ ૦
Good
ReplyDeleteMy favorite bhajan
ReplyDelete