Wednesday 13 September 2023

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…

એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…
માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે…
કાનજી તારી મા….

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે…કાનજી તારી મા….

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે…કાનજી તારી મા….

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…કાનજી તારી મા….

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…



Kanji tari ma kaheshe pan ame kanudo kaheshu re
Navratri garba song gujarati lyrics

તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે

 તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે

તમારા રુદિયા ને વારો, મારા રે સમ માનો જી રે...

હે... ક્યો તો ગોરાંદે મેડીયું ચણાવું અને ટોડલે મોરલા જડાવું, 
મારા રે સમ માનો જી રે

મેડીયું ના મોહ મારે મનડે નથી ને તારા હૈયડે વસ્યા ની મુને હામ, 
મારા રે સમ માનો જી રે

તમારા દલડો ને... હે... તમારા રુદિયા ને...
તમારા દલડા ને વારો...


હે... ક્યો તો ગોરાંદે સોને રૂપલે મઢાવું પછી હારલા માં હિરલા જડાવું, 
મારા રે સમ માનો જી રે

સોના રૂપા નો મોહ મારે મનડે નથી ને તારી ચુંદડી ઓઢયા ની મુને હામ, 
મારા રે સમ માનો જી રે

તમારા દલડો ને... હે... તમારા રુદિયા ને...
તમારા દલડા ને વારો...

હે... ક્યો તો ગોરાંદે મારા દલડા ઓવારૂ પછી પલ માં હું પાસરુ રે પ્રાણ, 
મારા રે સમ માનો જી રે

ઘણું જીવો રે મારા રંગભર રસિયા હું તો ભવભવ ના માંગુ સંગાથ, 
મારા રે સમ માનો જી રે

તમારા દલડો ને... હે... તમારા રુદિયા ને...
તમારા દલડા ને વારો...

Tamara dalda ne varo mara re sam mano ji re
Navratri garba song gujarati lyrics

આવી છે નોરતાની રાત aavi chhe norta ni raat

 આવી છે નોરતાની રાત,

માડી હું જોઉં તારી વાટ, આવી છે નોરતાની રાત, માડી હું જોઉં તારી વાટ... ગરબે રમવા આવો હો મારી માઁ.. ગરબે રમવા આવો હો મારી માઁ.. (સુખકર્તી દુઃખહર્તી એવી મારી માઁ.. ભક્તોના દુઃખહર્તી એવી મારી માઁ..) x2 ગરબો શિરે રાખી સોળે સજીને.. સખી સહિયરો સાથે ટોળે વળીને.. માડીની આજુબાજુ સહિયરો ઝૂમે.. ચાચરના ચોકે માડી ગરબે ઘૂમે.. (માડીને રમતા જોઈ હૈયું હરખાય.. તમ દર્શનથી જીવન ધન્ય થાય..) × 2 જીવન ધન્ય થાય.. આવી છે નોરતાની રાત, માડી હું જોઉં તારી વાટ, હે માઁ.. હે માઁ.. હે માઁ.. હે માઁ.. આરાસુર વાળી અંબે માઁ ચોટીલે બિરાજે ચામુંડા.. ભગુડામાં સોહે મોગલ માઁ.. રાજપરા ધામે ખોડલ માઁ.. શંખલપુર બહુચર માડી ભદ્રમાં મહાકાળી ઉંઝામાં ઉમિયા માડી.. કુમકુમના પગલાં પાડી.. ઝાંઝરના ઝણકારે આવો સૌ રમવા માડી.. આવો માઁ આવો માઁ આવો.. આવો માઁ આવો માઁ આવો.. આવો માઁ આવો માઁ આવો.. આવો માઁ આવો માઁ આવો.. માઁ આવો, માઁ આવો.. માઁ આવો..

aavi chhe norta ni raat Gujarati song lyrics
Navratri garba song gujarati lyrics

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ Rudi ne Rangili re Gujarati Garbo Lyrics

 આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

વાંસલડી…. મારે મંદિરિયે સંભળાય જો

પાણીડાંની મશે રે જીવન જોવા નીસરી રે લોલ…

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

બેડા મેલ્યા મે તો માનસરોવર પાળ જો

ઈંઢોણી વળગાડી રે આંબલીયાની ડાળમાં રે લોલ…

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

વાગે તારી ઝાંઝરનો ઝણકાર જો

હળવા હળવા હાલો તમે રાણી રાધિકા રે લોલ…

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

જીવડો મારો આકુળ વ્યાકુળ થાય જો

અહીંયા મેં તો દીઠા રે કામણગારો કાન જી રે લોલ…

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

Rudi ne rangili re vala tari vansali re lol

Navratri garba song gujarati lyrics

અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્ Ashadh Ucharam Megh Malharam Gujarati Garba Lyrics

 અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ્

દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્, તડિતા તારમ્, વિસ્તારમ્

ના લહી સંભારમ્, પ્યારો અપારમ્, નંદકુમારમ્ નિરખ્યારી

કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી

શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં, બાદલ ભરસે, અંબરસેં

તરુવર વિરિવરસે, લતા લહરસે, નદિયાં પરસે, સાગરસેં

દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં, લગત જહરસેં, દુઃખકારી

કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી

ભાદ્રવટ ભરિયા, ગિરિવર હરિયા, પ્રેમ પ્રસરિયા, તન તરિયા

મથુરામેં ગરિયા, ફેરન ફરિયા, કુબજા વરિયા, વસ કરિયાં

વ્રજરાજ વિસરિયા, કાજન સરિયા, મન નહિ ઠરિયા, હું હારી

કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી

આસો મહિનારી, આસ વધારી, દન દશરારી, દરશારી

નવનિધિ નિહારી, ચઢી અટારી, વાટ સંભારી, મથુરારી

ભ્રખુભાન દુલારી, કહત પુકારી, તમે થીયારી તકરારી

કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી


Navratri garba song gujarati lyrics


મે તો શણગાર્યો ચાચર ચોક, માડી ઘેર આવોને Gujarati Garba Lyrics

 મે તો શણગાર્યો ચાચર ચોક, માડી ઘેર આવોને

મે તો ગરબો માંડ્યો ગોળ, માડી ઘેર આવોને

વાગે ઢોલીડાના ઢોલ, માડી ઘેર આવોને

નવલી નવરાત્રીની રાત, માડી ઘેર આવોને

વાગે શરણાઈના ઢોલ, માડી ઘેર આવોને

મે તો શણગાર્યો ચાચર ચોક, માડી ઘેર આવોને

Meto shanagaryo chachar chowk madi gher aavo ne

Navratri garba song gujarati lyrics


મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી Garba Lyrics

 મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી

મારુ મનડું છે ગોકુલ વનરાવન

મારા તનના આંગિણયાંમાં તુલસીના વન

હે મારા પ્રાણ જીવન…

મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી

મારી આંખો વશે ગિરધારી રે ધણી

મારુ તન મન ગયું છે જેને વારી રે વારી

હે મારા શ્યામ મોરારિ…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી…

હું તો નિત્ય વિઠ્ઠલ વર ની સેવા રે કરું

હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું

મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું

જીવન સફળ કર્યું…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી…

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા

મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન

મારું મોહી લીધું મન…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી…

મેં તો ભક્તિ રે મારગ કેરો સંગ રે સાધ્યો

મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો

મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો

મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો

હીરલો હાથ લાગ્યો…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી…

મારી અંત સમય કેરી સુણો રે અરજી

લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી

મને તેડાં રે યમ કેરાં કદી ન આવે

મારો નાથ તેડાવે…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી…"

Mara ghat ma birajata shree nath ji Shrinathji Bhajan Lyrics 

Navratri garba song gujarati lyrics

અલી રાસમણી રમવા આવ Ali Rasmani Ramva Aav Gujarati Garba Lyrics

 અલી રાસમણી રમવા આવ

કે આવ્યા માનાં નોરતા

અલી ગરબામાં દિવડો પ્રગટાવ

ગોરી અબાંને શીષ નમાવ

કે આવ્યા માનાં નોરતા

અલી રાસમણી…

આવી આસોની અજવાળી રાત

એમાં મઘમઘતા તારલાની ભાત

તારી પાનીએ મેંદી મુકાવ

તારા રૂદિયાને રમણે ચડાવ

હે આવ્યા માનાં નોરતા

અલી રાસમણી…

તારી કાયાને શણગારી મેલ

સખી ચાચરના ચોકમાં ખેલ

તારા ગરબાને ફુલડે વધાવ

એમા ચૌદ બ્રહમાંડ રચાવ

હે આવ્યા માનાં નોરતા

અલી રાસમણી…"


Ali Rasmani Ramva Aav

Navratri garba song gujarati lyrics

તારા નામની ચુંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે Garba Lyrics

 તારા નામની ચુંદડી ઓઢી

એક વિજોગણ ભટકે છે…

તારા નામની ચુંદડી ઓઢી

એક વિજોગણ ભટકે છે…

કોઇ કહે રાધા, કોઇ કહે મીરા

કાન્હા સંગ નામ જોડે છે…

તારા નામની ચુંદડી ઓઢી

એક વિજોગણ ભટકે છે…

રાહ જોઇ બેઠી… જમનાને કાંઠે

બંધાણી જાણે પ્રેમની ગાંઠે

બંધાણી જાણે પ્રેમની ગાંઠે

બેઠી યમુના કાંઠે

વનરાવનનાં હર પથ્થર પર

જઇને માથા પટકે છે…

તારા નામની ચુંદડી ઓઢી

એક વિજોગણ ભટકે છે…

કુંજ ગલીમાં બાવરી થઇને

પુછે હર ઘર ઘરમાં જઇને

પુછે ઘર ઘરમાં જઇને

બાવરી થઇ ને

મથુરા શહેરનાં હર એક ઘરમાં

માખણ મટકી લટકે છે…

તારા નામની ચુંદડી ઓઢી

એક વિજોગણ ભટકે છે…

બાંકે બિહારી બંસી રે ધારી

ક્યાં રે ગયો મુને કરીને નોધારી

ક્યાં ગયો કરીને નોધારી

બંસી રે ધારી

પૂરા થશે ક્યારે મનનાં ઓરતા

કાળજામાં ખટકે છે

તારા નામની ચુંદડી ઓઢી

એક વિજોગણ ભટકે છે…"


Tara nam ni chundadi odhi ek vijogan bhatake chhe

Navratri garba song gujarati lyrics

પરથમ સમરું સરસ્વતી ને Garba Lyrics

 પરથમ સમરું સરસ્વતી ને

ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં

પરથમ સમરું સરસ્વતી ને કો

ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં

પરથમ સમરું સરસ્વતી ને

ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં

પરથમ સમરું સરસ્વતી ને

ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં

હે………અલબેલી સૌ જોગણી ને

ગરબે ઘુમવા જાય

હો…….અલબેલી સૌ જોગણી ને

ગરબે ઘુમવા જાય

હે રમવા નીસર્યા માં

પરથમ સમરું સરસ્વતી ને

ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં

પરથમ સમરું સરસ્વતી ને

ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં

1 2 3 4

લીલા તે ગજ નો સંચવો ને

કસબે ભરીયો તાર હે રમવા નીસર્યા માં

લીલા તે ગજ નો સંચવો ને

કસબે ભરીયો તાર હે રમવા નીસર્યા માં

લીલા તે ગજ નો સંચવો ને

કસબે ભરીયો તાર હે રમવા નીસર્યા માં

લીલા તે ગજ નો સંચવો ને

કસબે ભરીયો તાર હે રમવા નીસર્યા માં

હે………સારું સુંદર ઓઢણી ને

સરસ બની છે ચાલ

હો ………સારું સુંદર ઓઢણી ને

સરસ બની છે ચાલ

હે રમવા નીસર્યા માં

કાને તે કુંડળ ઝળહળે ને

તેજ તણો નહિ પાર

હે રમવા નીસર્યા માં

કાને તે કુંડળ ઝળહળે ને

તેજ તણો નહિ પારકો

હે રમવા નીસર્યા માં

કાને તે કુંડળ ઝળહળે ને

તેજ તણો નહિ પાર

હે રમવા નીસર્યા માં

કાને તે કુંડળ ઝળહળે ને

તેજ તણો નહિ પારકો

હે રમવા નીસર્યા માં

હે ……….લોલક ઝળકે હેમના ને

હીરા જડિત અપાર

ઓ …લોલક ઝળકે હેમના ને

હીરા જડિત અપાર

હે રમવા નીસર્યા માં

પરથમ સમરું સરસ્વતી ને

ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં

પરથમ સમરું સરસ્વતી ને

ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં"


Partham samaru saraswati ne ganapat lagu pay

Navratri garba lyrics

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે garba Lyrics

હો..માં..હો..માં..હો..માં..હો..માં

હો..માં..હો..માં..હો..માં..હો..માં

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે

સુઃખ નો સુરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે

સુઃખ નો સુરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે

તુસે માડી મારા કુળ નું અજવાળું

આખો સત્તા તારાવિના માં અંધારું

તન મન ધન માં સઘળું તમારું

તારાવિના નામ ના હોય મારુ

નામ તારું જેદી ભૂલું જીવવું મારે ઝેર છે

નામ તારું જેદી ભૂલું જીવવું મારે ઝેર છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે

ભવોરે ભવનો તારો મારો આ સંઘ છે

તારી ભક્તિ નો મને લાગ્યો રૂડો રંગ છે

દિલ થી ધર્યો દીવો હૈયે ઉમંગ છે

લગની લાગી માડી મારા અંગે-અંગ છે

સાથ તારો હોય પછી સ્વર્ગ મારે ઘેર છે

સાથ તારો હોય પછી સ્વર્ગ મારે ઘેર છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે

ચૂડી ને ચાંદલો માં અમર તું રાખજે

ઘર પરિવાર ની લાજ માડી રાખજે

હોય કોઈ ભૂલ માડી અમને માફ કરજે

માવતર બની માડી અમને સાચવજે

તારી રે દયા થી આડે પોળે આનંદ છે

તારી રે દયા થી આડે પોળે આનંદ છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે

માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે

મારે ઘણી મેર છે

હઉ ને લીલા લેર છે

Malya Mana aashirvad mare ghani ler chhe
Kajal Maheriya song lyrics

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...