Wednesday 28 December 2022

કોઈ ગુરુગમ જ્ઞાની જાગે koi gurugam gyani jane Bhajan santvani

 કોઈ. ગુરુગમ જ્ઞાની જાગે,આ ઘટમાં અખંડ ઝાલર વાગે...

ત્રણ ગુણ પર ત્રિવેણી તીરે,તારમાં તાર મીલાવે
ગગન મંડળમાં ગેબી ગાજ,સુરતા ધ્યાન લગાવે...
ત્રિકુટી આગે તેજ સ્વરૂપી,સતગુરુ આપ બીરાજે
સોહંમ સ્વરૂપ બનકર પોતે,ગુરુ સ્વરૂપમાં સમાવે...
ઑહમ સોહંમ રણુકારમાં,નિશદિન ગુરુગમ જાગે
ઓમકાર એ નિરાકારમા,અરધ માત્રા આરાધે...
અધર માત્ર શરીત ઓમ,શબીજ શબ્દ સોહાંગે
વેદ નેતી નેતી પોકારે,ગુરુ ગમ થકી લક્ષ લાગે...
દેવી દેવતાઓ ઓ ઘર ગોતે, કુરાન કુરાન વિચારે
કહે ઉગારામ ઉગા ઘટમાં, પરગટ જ્યોતું જાગે...

જગત છે ઝાંઝવાનું પાણી jagat Chhe Zanzavana Pani

 જગત છે ઝાંઝવાનું પાણી, રહેશે નામ નિશાણી,

સત્સંગ કીરતનને સદગુરૂ સેવા, મોજું લીયોને માણી.
બેલ થઈને બંધાણો પ્રાણી, ઘર ધંધાની ધાણી,
જીવને જમડા આવી લેશે, પીવા નહિં દે પાણી.
માત પિતા સૌ મતલબનાં, ઓળખો એંધાણી,
કાયા પડતાં કોઈ નવ આવે, ઘરની ધણીઆણી.
કામની જાળમાં વિશ્વ વીંટાયું, મતિ તેની મુંજાણી,
કારજ કરતાં સારજ ભૂલ્યો, પછી અંતે મરે તાણી.
કપટ તજી શ્રી કૃષ્ણ ભજીલે, વાતો વેદે વંચાણી,
દાસ મોરાર અવિચળ રહે છે, સંતો કેરી વાણી.

હું છું બેરખો Hu Chhu Berkho સંત શ્રી સવૈયાનાથ

જય સંત શ્રી સવૈયાનાથ......... જયહો.
*****: હું છું બેરખો :******
હાથમાં શોભે રૂડો બેરખો
કોમળ હ્રદયે રટણ થાય રે વાલા........
સવ અર્થે જગત અર્થે ફરે બેરખો
એક છે નથી અલગ અલગ બેરખો
ફેરવનાર નાં ભાવ ઉપર રમે બેરખો
નિર્મળ હ્રદય નો આહાર છે બેરખો
કોઈ જગતનાં કલ્યાણ અર્થે બેરખો
કોઈ સવ સ્વાર્થે ફરે અહીં બેરખો
કોઈ કીરતાર સાધે ભાઈ બેરખો
કોઈ જગતની નજર સાધે બેરખો
બેરખા નાં દાણા અલગ અલગ
પણ ભાવ એવું કાર્ય કરે બેરખો
એવાં પરોપકારી સંતો છે અનેક
પણ કાર્ય કરે સદભાવનાં સરખો
સેવા, સ્મરણ, ધ્યેયને નિર્ભયતા
આપે સંતો સેવાધારી એક સરખો
જગતની રીત ભાત જાણે બેરખો
નરેન્દ્ર ગુરુ કૃપાથી હ્રદયે રમે બેરખો
હાથમાં શોભે રૂડો બેરખો
કોમળ હ્રદયે રટણ થાય રે વાલા......

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...