Wednesday 2 December 2020

 નેવાનું પાણી મોભે રે, વહાલા ચાલ્યું જાય છે,

દુનીયા મન અવળુ રે, સવળુ સંત ગાય છે...ટેક
જાવું ત્યાં તો કોઇ ન જાવે, કરવું તે ન કરાય.
જાણવું તે તો રહીયું બાકી, રાતને દીન ગણાય.
મોહ દારૂ પીધેરે, ભાન તો ભુલાય છે...નેવાનુ
રાજાને તો રંક ગણીને, કરી નહીં સારવાર.
રંકને રાજા માની બેઠા, ધિક પડ્યો અવતાર.
અંતર ધન ખોયું રે, મેટો એ અન્યાય છે...નેવાનુ
લોહ ચણાનું ભક્ષણ કરવું, જેવું એ મુશ્કેલ.
તેવું આત્મ સ્વરૂપે થાવું, નથી બાળકને ખેલ.
કોઇક જીવ સમજે રે, બુદ્ધિસાગર ગાય છે...નેવાનુ

એવી પ્યાલી પીધી મેતો, મારા સદગુરુ ના હાથે Evi pyali pidhi meto mara sadguru na hathe

એવી પ્યાલી પીધી મેતો, મારા સદગુરુ ના હાથે.
પીતા મારે પ્રીત બંધાણી પ્રીતમ જી ની સાથે....એવી પ્યાલી

પ્રેમ તણી લાગી છે અગ્ની પ્રગટી હાટો હાટે,
અણ સમજુ અજ્ઞાની મુજને ગાંડી ગણી ને કાઢે રે....એવી

પ્રેમે મુજને સદગુરુ મળીયા સફળ થયો મારો જન્મારો
હુ ગાંડી કે આ દુનીયા ગાંડી જ્ઞાની આપ વિચારો....એવી

સ્વામિ ના સુખ ને તો બેની પરણેલી સ્ત્રી જાણે
શુ સમજે કુવારી કન્યા એ તો પિયરયુ વખાણે....એવી

"દાસ સતાર" સદગુરુ પ્રતાપે પરણે લી મોજ માણે
જોવુ હોય તો સુખ પિયુ નુ પરણો વચન પ્રમાણે....એવી

Evi pyali pidhi meto mara sadguru na hathe

બાપુ ફરી ધરો અવતાર Bapu fari dharo avtar

બાપુ ફરી ધરો અવતારજી, ફરી ધરો અવતાર,
એ નવયુગ સરજનહાર, બાપુ આવજો એકવાર...ટેક

સુદામાની સોરઠ ભમે, ધર્યાતા અવતારજી,
સત્ય ને અહિંસા ઉપાસક, શાંતિના છડીદાર...બાપુ

હતો પરવશ દેશ, દીઠો કુડો કારોબારજી,
સ્વાધિન કરવા હિંદ ભૂમિ, તે કર્યો નિરધાર...બાપુ

જેનાં જબ્બર જોમ, એટમ બમ ના હથિયારજી
એનાં સામે તું અહિંસક, સૈન્યનો સરદાર...બાપુ

નવે ખંડમાં ધાક એવી, અંગ્રેજ સરકારજી,
તમે નમાવ્યો એવો નૃપ, થઈ દુનિયા ખેગાકાર...બાપુ

અમૃત પીવા સર્વ દેવો, આવ્યા તારે દ્વારજી,
આઝાદીના પ્યાલા પાયા, દીલનાં દાતાર...બાપુ

કોમ કલહે ભોમ ભાંગી, થયે જન સંહારજી,
દેવ તુજ વિણ કોણુ ઠારે, ભારેલો અંગાર...બાપુ

ધાક ધમકી ધાંધલો તે, સહ્યા પારાવારજી;
બાપુ તુજ વીણુ કોણ એવા, ઝેર જીરવનાર...બાપુ

ઇસુ બુદ્ધ અને દયાનંદ, શાન્તિના ચાહનારજી;
એનાં સિદ્ધાન્તે ભર્યા તે, ઉરમાં સંભાર...બાપુ

સેવામાં નિજ દેહની તે, કરી નહિ દરકારજી;
દેહના બલિદાન દીધાં, દિલ્હી ગઢ મોજાર...બાપ

દુનિયાનો મોટો મુત્સદ્દી, બુદ્ધિનો ભંડારજી,
બાપુ તુજ વીણ કોણ વ્હેશે, ભરત ખંડનો ભાર...બાપુ

ગાંધી ગુણથી કરે કેશવ,”લાખેણા લલકારજી
ચાલીસ કોટી હિંદીઓના, બાપુ તારણહાર...બાપ

કબીર સાહેબ સાખી બોધ Kabir saheb ni sakhi - bodh

કબીર સાહેબ નો બોધ . Kabir saheb no bodh
Kabir saheb ni sakhi - sakhee


(1) સુમરનસે સુખ હોત હય, સુમરસે દુઃખ જાય,
કહે કબીર સુમરન કિયે, સ્વામિ માંહિ સમાય.

પરમાત્માનું સ્મરણ કરવાથી સુખી થવાય છે, તેમજ દુઃખી થતા હોય ત્યારે પણ તેનું સ્મરણ કરે તો દુઃખ દૂર થાય છે. તેથી કબીરજી કહે છે કે પરમાત્માને હર હમેશ યાદ કરી સ્મરણ ચાલુ રાખશો, તો તમે તે સ્વામિમાં સમાઈ જશો.


(2) કબીરા સુમરન સાર હય, ઓર સકલ જંજાળ,
આદી અંત સબ શોધીયા, દુજા દીસે કાલ.

કબીરજી કહે! હરેક વસ્તુનો સાર પરમાત્મા છે, એનું સ્મરણ કાયમ રહેવું જોઈએ. બાકી આ બધી જંજાળ છે, એ સર્વની શોધ કરી તો તે બધાં આદી ને અંત વાળાં છે. જે એકથી બીજું છે તે હંમેશા કાળને વશ છે.

(3) કબીરા નિજ સુખ રામ હય, દુજા દુઃખ અપાર,
મનસા બાચા કર્મના, નિશ્ચય સુમરન સાર.

કબીરજી કહે! પોતાનું નિજ સ્વરૂપ તે રામ એટલે કે બ્રહ્મ છે. તેનાથી બીજું જુદું જણાવું તે પાર વગરના દુઃખનું કારણ છે. તેથી મનથી, વાણીથી અને કર્મથી જે કંઈ કરો ત્યારે આ બ્રહ્મ સ્વરૂપ સ્મરણમાં રહે તેનો પાકો નિશ્ચય કરજો.

(4) રામ નામકે લેત હિ, હોત પાપકા નાશ,
જૈસી ચન્ગિ અગ્નિકી, પડી પુલાને ઘાસ.

જેમ ફક્ત અગ્નિની નાનીશી ચિન્ગારી ઘાસના પુળાને સળગાવી બાળી મૂકે છે. તેમ રામનું નામ લેતાની સાથે એટલે કે પોતાનું નિજી સ્વરૂપ બ્રહ્મનું સ્મરણ થતાંની સાથે તારા બધાં પાપોનો નાશ થઈ જશે.

(5) નામ જો રતી એક હય, પાપ જો રતી હજાર,
એક રતી ઘટ સંચરે, જાર કરે સબ છાર.

તમે હજારો પાપો કર્યા હોય, છતાં જો તમે વખતસર ચેતી જઈ સદગુરૂ પાસેથી તે એકનું જ્ઞાન મેળવી લીધું હોય તો તે સર્વ પાપોનાં દુઃખોનો નાશ થશે.

(6) રામ નામકી ઔષધિ, સદગુરૂ દિયે બતાય,
ઔષધ ખાય પચી રહે, તાકે બેદ ન જાય.

રામ નામનું ઔષધ, તારી લાયકાત મુજબ સદગુરૂ તને બતાવશે. તે ઔષધ ખાઈ તું તેને પચાવી શકશે તો તારી બધી વેદનાનું દુઃખ નાશ પામશે. અર્થાત્ સદગુરૂ પોતાના શિષ્યને જે આત્મ જ્ઞાન બતાવે તેને શ્રવણ, મનન, નિદીધ્યાસન અને ચાર સાધનો થકી તેનો જાતે પોતે અનુભવ કરી લે, તેની સર્વ વેદના ચાલી જતાં તે નિર્ભય થાય છે.

(7) સબ મંત્રકા બીજ હય, રામ નામ તત્સાર,
જે કો જન હિરદેં ગરેં, સો જન ઉતરે પાર.

રામ નામ જે તત્વનો સાર છે, તે જ સર્વ મંત્રોનું બીજ છે. જેના હ્રદયમાં તે તત્વ ઉતરી વસી જાય, તે જન આ ભવ સાગરને જીવતાં જીવત પાર કરી જાય છે.

(8) રામ કહો મન વશ કરો, એહિ બડા હય અર્થ,
કાહેકો પઢ પઢ મરોં, કૌટહિ જ્ઞાન ગહન્થ.

તું કોટી જ્ઞાનનાં ગ્રન્થો વાંચી વાંચી શા માટે મહેનત કરી દુઃખી થઈ મરે છે, તેના કરતાં તારા મનને વશ કરી, રામનો ખરો અર્થ સમજી તે નામ તું લેશે તો તારૂં કામ થઈ જશે.

(9) જીને નામ લિયા ઉને સબ કીયા, સબ શાસ્ત્રકા ભેદ,
બિના નામ નર્કે ગયે, પઢ પઢ ચારો વેદ.

જેણે રામનું નામ લીધું એટલે કે નામ સ્મરણ બરોબર સમજી ગયો હોય, તે બધા શાસ્ત્રોનો ભેદ પામી જઈ ભવ પાર થઈ જાય છે. પણ જે સાર સમજ્યા વગર ચારો વેદ ભણી ભણી પંડિત થયો હોય તેને તો નર્કે જવું પડશે, એટલે કે તે ફરી ફરીને આ ભવ ચક્રમાં આવી પડશે.

(10) એકહિ શબ્દમેં સબહિ કહા, સબહિ અર્થ બિચાર,
ભજીયે કેવળ રામકો, તજીયે બિષ યહિ બિકાર.

એક જ શબ્દમાં મેં તને બધું જ કહી દીધું, એના બધા જ અર્થો પર સારી રીતે વિચાર કરી, વિષય વિકારોને છોડી, તું તે રામ શબ્દમાં તારી લગની લગાડજે, એટલે કે રામને ભજજે.

(11) કબીરા હરિકે નામસે, કૌટ બિઘન ટળ જાય,
રાઈ સમાન બસુદરા, કૈટેક કાષ્ટ જણાય.

કબીરજી કહે! રાઈ જેટલી અગ્નિની ચિનગારીથી કેટલા બધા લાકડાંનો જથ્થો બળીને રાખ થઈ જાય છે. તેમ એક જ હરિના નામનો સારી રીતે સમજી વિચારી જાપ કરશે, તો તારાં કરોડો અર્થાત સર્વ દુઃખોનો નાશ થશે.

(12) સુખમેં સુમરન ના કરે, દુઃખમેં કરે સબ કોય,
સુખમેં જો સુમરન કરે, તો દુઃખ કહાં કે હોય.

સુખી હોય ત્યારે કોઈ પણ મનુષ્ય પરમાત્માને યાદ નથી કરતો, અને જ્યારે દુઃખ આવી પડે ત્યારે તેને યાદ કરી તેની મદદ માંગે છે. પરંતુ સુખમાં તેને યાદ કરી સદ્ બુદ્ધિથી વિચારીને વર્તે તો દુઃખ છે જ ક્યાં? કે તે તને દુઃખ આપે.

(13) સુખમેં સુમરન ના કરે, દુઃખમેં કરે જો યાદ,
કહે કબીર તા દાસકી, કૌન સુને ફરિયાદ.

સુખમાં હોય ત્યારે કોઈ પરમાત્માનું સ્મરણ કરતું નથી, અને દુઃખ આવી પડે ત્યારે તેને યાદ કરે છે. કબીરજી કહે! તું વિષય વાસનાનો દાસ થઈ સુખની ખાતર ન કરવા જેવા કર્મો કર્યા છે, પછી જે દુઃખ આવે તેની ફરિયાદ કોણ સાંભળશે?

(14) બિપત્તભલી હરિ નામ લેત, કાયા કસોટી દુઃખ,
રામ બિનાં કિસ કામકી, માયા સંપત સુખ.

વિપત્તિ આવે તે સારૂં છે કે જેથી આપણને પરમાત્મા યાદ આવે છે. અને તેના દુઃખથી તન મનની કસોટી થાય છે. રામ વિના અર્થાત પરમાત્માનું જ્ઞાન મેળવ્યા વિના માયા મય સુખ સંપત્તિ જે નાશને પાત્ર છે, તે પરમાર્થમાં શું કામ આવવાનાં હતાં?

(15) હરિ સુમરન કોઢી ભલા, ગલી ગલી પડે ચામ,
કંચન દેહ જલાય દે, જો નહિં ભજે હરિ નામ.

માણસને કોઢ અર પંત નો રોગ થવાથી તેની ચામડી ગળી પડતી હોય, છતાં તે પરમાત્માને સમજીને તેનું નામ લેતો હોય તે ભલો માણસ છે. પણ જે તવંગર તંદુરસ્ત માણસ સમજ પુર્વક હરિનું સ્મરણ નહિં કરે, તેવાની સોના જેવી કાયા હોવા છતાં લોકો તેની કાયાને સળગાવી બાળી મૂકશે.

(16) જા ઘર સંત ન સેવિયા, હરિ કો સુમરન નાહે,
સો ઘર મરહટ સરિખા, ભુત બસોં તે માંહે.

જે ઘરમાં સાધુ સંતનું સેવન અને હરિનું સ્મરણ થતું નથી, તે ઘર ભુત પિશાચોનો વાસો હોય તેવા સ્મશાન સરખું છે. એટલે કે આ અવતારના તનમન થકી સદગુરૂ જેવા સંત પાસેથી પરમાત્મા વિષે જાણી લઈ, તેનું સ્મરણ થતું ન હોય, તો તેવાનાં તનમન ભુત પલીતોનાં વાસ વાળું સ્મશાન જ છે.

(17) રામ ના તો રતન હય, જીવ જતન કરી રાખ,
જબ પડેગી સંકટી, તબ રાખે રઘુનાથ.

રામ નામ તો એક અમુલ્ય રતન એટલે કે મણી છે. તેને જીવનું જતન કરે છે તેમ સાચવજે. જ્યારે સંકટ આવી પડે, ત્યારે તને રામના મર્મની સાચી સમજણ હોવાથી તે તને બચાવી લેશે.

(18) જબ જાગે તબ રામ જપ, સોવત રામ સંભાર,
ઉઠત બેઠત આત્મા, ચાલત હિ રામ ચિતાર.

જ્યારે જાગતો થાય ત્યારે રામનો જાપ કરજે, સુતી વખતે પણ રામનું સ્મરણ કરીને સુજે. એમ ઉઠતાં, બેસતાં, ચાલતાં અને દરેક કામ કરતાં, તારા મનમાં તે આત્મા રામનું ધ્યાન ચાલુ રાખજે.

(19) જીતને તારે ગગનમેં, ઈતને શત્રુ હોય,
કૃપા હોય શ્રીરામકી, તો બાલ ન બાંકો હોય.

આસમાનમાં જેટલા તારા છે તેટલા તારા શત્રુ એટલે દુશ્મન હોય. છતાં તારૂં ચિત્ત રામ સ્મરણમાં લાગેલું હશે તો તે શત્રુઓ તારો વાળ પણ વાંકો ન કરી શકે.

(20) જો કોઈ સુમરન અંગકો, પાઠ કરે મન લાય,
ભક્તિ જ્ઞાન મન ઉપજે, કહે કબીર સમજાય.

કબીરજી સમજાવી કહે છે, જે કોઈ પરમાત્માનો મંત્ર મોઢે કરી, તેને મનથી સારી રીતે વિચારે તેના મનમાં જરૂર જ્ઞાનની ભક્તિ ઉપજશે.

(21) જપ તપ સંયમ સાધના, સબ સુમરનકે માંહિ,
કબીર જાને યા રામજન, સુમરન સમ કછુ નાંહિ.

જપ તપ સંયમ સાધના વગેરે પરમાત્મ સ્મરણમાં આવી જ જાય છે. કબીરજી અને રામજન એટલે જ્ઞાની સંતો જાણે છે કે પરમાત્મ જ્ઞાનના સ્મરણની તોલે કંઈ જ નથી.

(22) સહકામી સુમરન કરે, પાવે ઉત્તમ ધામ,
નિષ્કામી સુમરન કરે, પાવે અવિચળ નામ.

કામના અર્થાત બદલાની આશા વાળા સ્મરણ કરે તેને કોઈક ઉંચું પણ વિનાશી સ્થળ મળે ખરૂં. પણ જે નિષ્કામ ભાવે પરમાત્મા સ્મરે તેને તો અવિચળ સાર પ્રાપ્ત થઈ જાય છે.

(23) પથ્થર પુંજે હરિ મિલે, તો મેં પુંજું ગિરિરાય,
સબસે તો ચક્કિ ભલી, કે પિસ પિસકે ખાય.

પથ્થરની મુર્તીને પુજવાથી જો ભગવાન મળતો હોય તો, હું મોટામાં મોટા પર્વતની પૂજા કરૂં. પણ એમ કંઈ હરિ એટલે પરમાત્મા મળતો નથી. તેનાથી પથ્થરની ઘંટી સારી કે તે થકી લોકો અનાજ દળી પોતાનું પેટ ભરે.

(૨૪) દેહ નિરંતર દેહરા, તામેં પ્રત્યક્ષ દેવ,
રામ નામ સુમરન કરો, કહાં પથ્થરકી સેવ.

તારૂં શરીર એજ તારી તદ્દન નજીકનું દેવાલય છે. તેની અંદર પ્રત્યક્ષ પરમાત્મા દેવ બેઠો છે, તેને સારી રીતે ઓળખી લઈ, તે રામનું હંમેશાં સ્મરણ કર. પથ્થરની મૂરતીની પૂજા કે સેવાથી તારૂં શું વળવાનું.

(25) પથ્થર મુખ ના બોલહિ, જો શિર ડારો કુટ,
રામ નામ સુમરન કરો, દુજા સબહિ જુઠ.

તું તારૂં માથું અફાળીને ફોડી નાંખશે તો પણ તે મુર્તિ જે પથ્થરની છે તે તેના મુખથી બોલવાની નથી. માટે તું રામ એટલે પરમાત્માનું સ્મરણ કરજે, કે જેથી તું સમજી જશે કે આ એકથી જે બીજું જણાય છે, તે સર્વ જુઠું છે.

(26) કુબુદ્ધિકો સુઝે નહિં, ઉઠ ઉઠ દેવલ જાય,
દિલ દેહેરાકી ખબર નહિં, પથ્થર તે કહાં પાપ.

ખોટી દિયાનત વાળા બુરી બુદ્ધિવાળા માણસોને સાચી સુઝ એટલે કે સમજવાની શક્તિ જ હોતી નથી. તેવાઓ થોડા થોડા વખતે દેવલ અર્થાત મંદિરે દોડતા ફરે છે. જેને પોતાનો દેહ જે મંદિર સમાન છે, તેની તો થોડીક પણ ખબર નથી, તેવાઓ મંદિરમાંની પથ્થરની મૂર્તિ પાસેથી શું મેળવવાના હતા?

(27) પથ્થર પાની પુંજ કર, પચ પચ મુવા સંસાર,
ભેદ નિરાલા રહ ગયા, કોઈ બિરલા હુવા પાર.

પથ્થર અને પાણીની પુજા કરી કરીને આ મનુષ્યો સંસાર સાગરમાં તડફી તડફીને ડુબી મરી રહ્યા છે. એ તો કોઈ વિરલાઓ જ તે પરમાત્માનો ભેદ જે નિરાળો છે, તેને જાણી લઈ પાર થઈ ગયા.

(28) મક્કે મદિને મેં ગયા, વહાંભી હરકા નામ,
મેં તુજ પુછું હે સખી, કિન દેખા કિસ ઠામ.
હું મક્કા મદિના જઈ આવ્યો ત્યાં પણ એજ હરીનું નામ લેવાતું છે. તો હું તમે બધા સખી મિત્રોને પુછું છું, કે તેને કોણે જોયો અને કઈ જગ્યાએ જોયો?

(29) રામ નામ સબ કોઈ કહે, ઠગ ઠાકોર ઔર ચોર,
ધ્રુવ પ્રહલાદ સબ તર ગયે, એહિ નામ કછુ ઓર.

રામનું નામ તો બધા જ લે છે, જેવા કે ઠાકોર અર્થાત રાજા, ચોર અને ઠગારા આજના બગ ભગત શાહુકારો પણ રામનું નામ પોપટની જેમ બોલે છે. પરંતુ એજ નામ સ્મરણ તકી ધ્રુવ, પ્રહલાદ જેવા બધા આ સંસાર ભવસાગર તરીને પાર ઉતરી ગયા.

(30)શુદ્ધ બિન સુમરન નહિ, ભાવ બિન ભજન ન હોય,
પારસ બિચ પરદા રહા, ક્યું લોહા કંચન હોય.

જેમ પારસમણિ અને લોખંડની વચમાં દિવાલ ખડી હોય તો તે લોખંડ કદી પણ સોનામાં ફેરવાતું નથી. તેમ શુદ્ધ નિર્મળ મન વિના પરમાત્માનું સ્મરણ કદી પણ થઈ શકે નહિં. અને સદભાવ વગર તેનું ભજન પણ થઈ શકે નહિં.

(31) સુમરન સિદ્ધિ યું કરો, જૈસે દામ કંગાળ,
કહે કબીર બિસરે નહિ, પલ પલ લેત સંભાળ.

જેમ ધનવાન જેના ધનની તુલનામાં એક દમડીની કશી પણ કિંમત નથી. અને તે એક દમડી પણ ગરીબને આપી શકતો નથી. પરંતુ પળે પળે તે તેની સંભાળ રાખે છે. કબીરજી કહે છે, તેમજ તું પણ પરમાત્માનું સ્મરણ એવી રીતે સિદ્ધ કર કે પળે પળે તને તેની યાદ ચાલુ રહે, અને જરા પણ વિસરાય નહિં.

(32) જૈસી નૈયત હરામપે, ઐસી હરસે હોય,
ચલા જાવે વૈકુંઠમેં, પલ્લા ન પકડે કોઈ.

જેમ મનુષ્યો પરાઈ મિલકત પર, નૈયત અર્થાત્ તેની ઈશ્વરે અર્પેલી દયાનત બગાડી તેને મેળવવા પ્રયાસ કરે છે, અને કર્મ બંધનમાં સપડાય છે. તેમજ જો તું પરમાત્મા પર તારી શુદ્ધ નૈયત રાખશે, તો તને ત્યાં પહોંચી જતાં તને કોઈ પણ અટકાવી શકશે નહિં.

(33) બાહેર ક્યા દિખલાઈયે, અંતર કહિયે રામ,
નહિ મામલા ખલ્કસેં, પડા ધનિસેં કામ.

બહારનો દેખાવો કરવાની કોઈ જ જરૂર નથી, તું અંદર અંતઃકરણમાં પરમાત્માનું સ્મરણ હરેક પળે ચાલુ રાખજે. જ્યારે તને ખલ્ક એટલે કે દુનિયાનાં ધણી સાથે જ કામ છે, તો પછી તે દુનિયાના મામલા સાથે તારે શું કામ?

(34) માલા તો કરમેં ફિરે, જીભ ફિરે મુખ માંહિ,
મનવા તો ચૌદિશ ફીરે, ઐસો સુમરન નાહિ.

તારા હાથમાં માળા ફરતી હોય, અને મોંમાં જીભ રામ રામ કરતી હોય, છતાં મન જાત જાતનાં વિચારોમાં ચારો દિશામાં ફરતું હોય. આવું તારૂં સ્મરણ એ કંઈ પરમાત્માનું સ્મરણ નથી.

(35) સુમરન ઐસો કિજીયે, ખરે નિશાને ચોટ,
સુમરન ઐસો કિજીયે, હલે નાહિ જીભ હોઠ.

પરમાત્માનું સ્મરણ એવું કરવું કે જેની ચોટ ખરા નિશાન પર લાગે એટલે કે તારૂં ચિત્ત પરમાત્મા સાથે એક થઈ જાય. અને તે સ્મરણ એવું થાય છે કે જેને માટે જીભ કે હોઠ હલાવવાની જરૂરત નથી.

(36) હોઠ કંઠ હાલે નહિ, જીભ્યા ન નામ ઉચ્ચાર,
ગુપ્ત સુમરન જો ખેલે, સોહિ હંસ હમાર.

સ્મરણમાં જીભથી મોટા અવાજે નામના ઉચ્ચાર થતા ન હોય, હોઠ કે કંઠ હાલતો ન હોય, એમ શરીર અને મન શાન્ત હોય. એવું ગુપ્ત છાનું સ્મરણ જે કરતો હોય, તે હમારો ખરો હંસ એટલે સંત પુરૂષ છે.

(37) અંતર ‘હરિ હરિ’ હોત હય, મુખકી હાજત નાંહિ,
સહેજે ધુન લાગી રહે, સંતન કે ઘટ માંહિ.
\
જેના અંતઃકરણમાં અર્થાત્ મનમાં હરિ એટલે કે પરમાત્માનું સ્મરણ કાયમ ચાલુ રહે, છતાં તે મુખથી મોટેથી બોલતો ન હોય, તેવા સંતનાં મનમાં તેની ધુન સહજે જ ચાલુ રહે છે.

(38) અંતર જપીયે રામજી, રોમ રોમ રન્કાર,
સહેજે ધુન લાગી રહે, એહિ સમરન તત્સાર.

અંતઃકરણમાં રામજીનો જાપ એવો હરહંમેશ ચાલતો રહે તો તેનો રણકાર તારા રોમે રોમમાં જાગી ઉઠશે. એમ પરમાત્માની ધુન સહેજ થઈ જશે, ત્યારે તેવા સ્મરણથી તને તત્વનો સાર સમજાય જશે.

(39) સુમરન સુરતિ લગાયકે, મુખસે કછુ ના બોલ,
બાહેર કે પટ દેય કે, અંતર કે પટ ખોલ.

પરમાત્માના સ્મરણમાં ધ્યાન લગાડી, મુખથી કંઈ પણ બોલવું નહિં. બહારના દરવાજા બંધ કરી, અર્થાત્ મન અને ઈન્દ્રિયોને બહાર ભટકતી અટકાવી, તારા અંતઃકરણના દરવાજા ખોલી દે. એટલે કે તેનામાં જ તારૂં ચિત્ત જોડી દે.

(40) લેહ લાગી તબ જાનિયે, કબુ છુટ ન જાય,
જીવ તહિ લાગી રહે, મુવા માંહિ સમાય.

પરમાત્માની લેહ લાગેલી છે, તે ત્યારે જણાય છે કે તું તે પરમાત્મા સાથે એક થઈ જાય. તારૂં અને તેનું એક પણું કદી પણ છુટે નહિં, તેમ જ જીવતા જીવત તું તેના મય થઈ રહે, અને મર્યા પછી તેનામાં જ સમાશે.

(41) બુંદ સામાના સમુદ્રમેં, જાનત હય સબ કોય,
સમુદ્ર સમાના બુંદમેં, જાને બીરલા કોય.

પાણીનું ટીપું સમુદ્રમાં સમાય જાય તે તો સર્વ કોઈ જાણે છે. પણ સમુદ્ર પાણીના ટીપામાં સમાય જાય છે, તે તો કોઈ વિરલા પુરૂષ જ જાણે છે.આત્મા પરમાત્મા રુપ એકરુપ થઇ જાય છે.

નિજિયા ધરમ છે અસલકા જુગ પછી Nijiya dharam chhe asalka jug pachhi

નિજિયા ધરમ છે અસલકા જુગ પછી.
એક આરાંબર છાયા હૈ ઓહંકાર સોહંકાર હુવા.
મૂળમાંથી ભાઈ બોલીમાં શક્તી હે.
ભમ્મર ગુફામાં ભણકારા હુવા...નિજિયા ધરમ છે.

ઓહમ સોહમ કરતી બોલીમાં શક્તિ
સાદ મેં સાદ મુને કોણે દિયા
એક વચન ભાયું એવું પ્રગટિયુ
બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર હુવા...નિજિયા ધરમ છે.

સુઇ ને સોચી શેષ ન લાગયો
નયાં કોણ વચન કા નીમ લીયા
જળ થળ વિના ચડીયો હે અવિનાશી
વિશ ભુજાયે એને પકડ લિંયા...નિજિયા ધરમ છે.

પાંચ મળીને આ પાટ ઠાઠ પૂજયો
સત વચન કા નયાં નીમ લિયા.
આપે અલખધણી આવી બેઠો ગત્ય મા
નયાં શિવ શક્તિના પાટ હુવા...નિજિયા ધરમ છે.

સંગત મા નયા એક પંગત રચી હે
અધર પિયાલા કોણે પિયા
ભગવા ભગવા સબ રંગયા હે
કહો પરથમ ભગવા કોણે લિયા...નિજિયા ધરમ છે.

આદિ દેવતાયે આરાંબર રચાયા હે
સેજે સત વચન સુણી લિયા.
મછેનદ્ન ના ચેલા જતિ "ગોરખ" બોલ્યા
સુણે શીખે એના પાપ ગીયા...નિજિયા ધરમ છે.

Nijiya dharam chhe asalka jug pachhi


Gujarati Bhajan, Gujarati santvani, Gujarati song, Bhajan lyrics, Bhajan na shabdo, Gujarati bhajan sangrah, gujarati bhajan na shabdo,Pauranik bhajan, sant bhajan, bhajanvani, bhajanavali, bhajan no bandar

નિંદ નિશાની મોત કી, ઉઠ કબીરા જાગ Nind Nishani Mot ki uth kabira jaag


નિંદ નિશાની મોત કી, ઉઠ કબીરા જાગ,
ઓર રસાયન છાંડી કે, નામ રસાયન લાગ...ટેક 

નિંદ સે અબ જાગ બંદે, રામમેં અબ મન રમા,
નિરગુના સે લાગ બંદે, હૈ વહી પરમાત્મા...નિંદ

હો ગઈ હૈ ભોર કબ સે, જ્ઞાન કા સૂરજ ઉગા,
જા રહી હર સાંસ બિરથા, સાંઈ સુમિરન મેં લગા...નિંદ

ફિર ન પાયેગા તું અવસર, કર લે અપના તું ભલા,
સ્વપ્ન કે બંધન હૈ જુઠે, મોહસે મનકો છોડા...નિંદ

ધારલે સતનામ સાથી, બન્દગી કરલે જરા,
નૈન જો ઉલટે કબીરા, સાંઈ તો સન્મુખ ખડા...નિંદ


Nind Nishani Mot ki uth kabira jaag

Gujarati Bhajan, Gujarati santvani, Gujarati song, Bhajan lyrics, Bhajan na shabdo, Gujarati bhajan sangrah, gujarati bhajan na shabdo,Pauranik bhajan, sant bhajan, bhajanvani, bhajanavali, bhajan no bandar

કરી લે પરગટ નરની સેવ જી Kari le pargat nar ni sev ji

પરગટ નરની સેવ,હેજી તારા દેવળમાં એક દેવ,
કરી લે પરગટ નરની સેવ જી...ટેક 

એક ઘડી એની ટેલ કરતાં તે રીજે છે તતખેવ જી,
એનાથી તને એટલું મળે તારી ટળે સઘળી કૂટેવ...કરી લે

માળાના મણકા જગન-જવાળા તને કેશે નહીં કાઇ કેણજી
ઝેર ભરેલાં નીચોવીને તારાં નિર્મળ કરશે નેણ...કરી લે

અંગ ને દિલ તારા ઉજળાં થાશે સઘળા બનશે સેણ જી,
વૈખરી વાણી વહી જશે તારાં વૈદ બનશે વેણ...કરી લે

કાગ કહે તારી ખોવાઈ જાશે બેપણાની ટેવ જી,
બધા દેવળમાં હસતો રમતો દેખાશે એક દેવ...કરી લે

Kari le pargat nar ni sev ji
Gujarati Bhajan, Gujarati santvani, Gujarati song, Bhajan lyrics, Bhajan na shabdo, Gujarati bhajan sangrah, gujarati bhajan na shabdo,
Paurank bhajan, sant bhajan, bhajanvani, bhajanavali, bhajan no bandar

હમને બ્રહ્મ વિચારા, હમારા પંથ હૈ ન્યારા Ham ne brahm vichara hamara panth hai nyara

હમને બ્રહ્મ વિચારા, હમારા પંથ હૈ ન્યારા.
માલા મણકા હમ નહીં ફેરે, પુસ્તક ગ્રંથ વિસારા,
જાત્રા ધામ હમ નહીં જાવે, ભટકે નહિ સંસારા.
દેવી દેવતા હમ નહીં પૂજે, પથરા કૌન વિચારા,
દેવળ મંદિર હમ નહીં જાવે, છોડા ઠાકર દ્વારા.
પૂજા, ક્રિયા, વ્રત, સમાધિ, કરતવ છોડા સારા,
જપ, તપ તો હમ કછુ ન કરીએ, ભાવ હમારા ચારા.
ચિત્ત હમારા જીસસે લાગા, ઓહી હમારા પ્યારા,
સુરતા ઉનકે સન્મુખ રખ્ખે, આનંદ હોય અપારા.
દિન ઔર રાત મગન હો રહેવે, મન મોહન પર વારા,
પ્રેમ પ્યાલા ભર ભર પીએ, એ હૈ કામ હમારા.
સોહં સિદ્ધ કિયા દિલ અંદર, છોડા સબ વિસ્તારા,
એક બ્રહ્મ ઔર દ્વિતીય નાસ્તિ, એ હી શબ્દ લલકારા.
કભી નહીં હમ કપડે રંગે, નહીં મૂંડ મૂંડાવનહારા,
કભી નહીં હમ જટા વધારે, છોડા સબ આચારા.
સબ સંસાર કે જૂઠે ઝગડે, આવે નહીં નિસ્તારા,
જ્ઞાન નાવમેં બૈઠકે સંતો, જ્ઞાનીને ભવ તારા...


Ham ne brahm vichara hamara panth hai nyara
Gujarati Bhajan, Gujarati santvani, Gujarati song, Bhajan lyrics, Bhajan na shabdo, Gujarati bhajan sangrah, gujarati bhajan na shabdo,
Paurank bhajan, sant bhajan, bhajanvani, bhajanavali, bhajan no bandar

વાણી રે હરિ-ગુરુ સંત ની, અમર લોક દેખાડે હો જી Vani re Hari guru sant ni Amar lok dekhade ho ji

વાણી રે હરિ-ગુરુ સંત ની, અમર લોક દેખાડે હો જી

એવા રે પુરુષ આ અવની પર, કોઈ પાકે રે અખાડે હો જી...ટેક
બાર રે સ્વર ને નવ દ્વાર માં, ગતિ એની જે જણ જાણે હો જી
એવા એકવીસ સ્વર છે રે કરુણા રે નિધિ, એને કોઈ જાણનહારા જાણે હો જી...વાણી રે

પરા ના વચનો તો પલટે જ નઇ, કોઇ એને વેખરી થી વખાણે હો જી
એવી અદલ રે ફકીરી જેના ઉર્ માં રે, મહા શૂન્ય માં એ માણે હો જી...વાણી રે

નિર્વિકારી પુરુષ ના અંગ ને રે, કોઈક વિરલા જ જાણે હો જી
નિર્મલા જે હશે તે નિરખશે, રે,પૂર્ણાનંદ પ્રમાણે હો જી...વાણી રે

મરી ને જાવું રે જે ઘર માં રે, જીવતાં એમાં મોજું માણે હો જી
દાસ રે સવો ક્યે ગુરુગમ થી રે, આવ્યા તાતે ઠેકાણે હો જી...વાણી રે.


Vani re Hari guru sant ni Amar lok dekhade ho ji
Gujarati Bhajan, Gujarati santvani, Gujarati song, Bhajan lyrics, Bhajan na shabdo, Gujarati bhajan sangrah, gujarati bhajan na shabdo,
Paurank bhajan, sant bhajan, bhajanvani, bhajanavali, bhajan no bandar

Wednesday 28 October 2020

સત સૃષ્ટિ તાંડવ રચયિતા, નટરાજ રાજ નમો નમઃ Sat Srushti tandav rachyita nataraj raj namo namah

 સત સૃષ્ટિ તાંડવ રચયિતા, નટરાજ રાજ નમો નમઃ

હે આદ્ય ગુરુ શંકર પિતા, નટરાજ રાજ નમો નમઃ
ગંભીર નાદ મૃદંગના, ધબકે ઉર બ્રહ્માંડમા
નિત હોત નાદ પ્રચંડના, નટરાજ રાજ નમો નમઃ
શિર જ્ઞાન ગંગા ચંદ્રમા, ચિદ્ બ્રહ્મ જ્યોતિ લલાટમા
વિષ નાગ માલા કંઠમા, નટરાજ રાજ નમો નમઃ
તવ શક્તિ વા માંગે સ્થિતા, હે ચંદ્રિકા અપરાજિતા
ચહુ વેદ ગાયે સંહિતા, નટરાજ રાજ નમો નમઃ

Sat Srushti tandav rachyita nataraj raj namo namah
he aadhya guru shankar pita nataraj raj namo namah

એવા ઘોડલા ચડંતા રે હે દીઠયા રામાપીરનાં રે જી Eva ghodla chadanta re dithya ramapir na re ji

 હે હરભૂજીને હૈયે હરખ અપાર રે હાં...

એવા ઘોડલા ચડંતા રે હે દીઠયા રામાપીરનાં રે જી
હે એવા હેતે ને પ્રીતે હેજી ભાયું પરસ્પર ભેટયા રે જી
હે અને કીધી કસુંબાની મનવાર રે હાં...
એવી ભ્રાત્યુંને ભાંગીને હેજી હરભૂજી એમ બોલીયા રે જી
હે સુણ્યા અમે અમંગળ સમાચાર રે હાં...
એવા વચન વધાવે હેજી પડયા રામાપીરજી રે જી
હે અને નકલંક નેજાધારી અવતાર રે હાં...
આવા હરિનાં ચરણે રે "હરભૂજી" આવું બોલીયા રે જી
હે દેજો અમને તમારાં ચરણે વાસ રે જી

Eva ghodla chadanta re dithya ramapir na re ji
Ramapir Bhajan

સાચું પૂછો તો ઘટોઘટમાં ચિરાગ-એ-તૂર છે

 સાચું પૂછો તો ઘટોઘટમાં ચિરાગ-એ-તૂર છે;

દિવ્ય દ્રષ્ટિ એ જણાયે છતાં પણ દૂર છે
આત્મા અમર હોવા છતાં, આ દેહ તો ક્ષણ ભંગુર છે;
એ અનાદિ કાળનો એક ચાલતો દસ્તુર છે
અરે વિશ્વમાં આજે ઘણાં કહેણી તણા મજદૂર છે;
જ્ઞાનીઓ સમજો જરા, રહેણી વિના ઘર દૂર છે
સત્ત અનુભવ પામતા, શરમાઈ જાશો શેખજી;
એક અલ્લાહ છે, ત્યાં ના સ્વર્ગ છે ના હુર છે
જ્ઞાન દ્રષ્ટિ એ જુઓ તો, આત્મદર્શન પામશો;
દેહ નું બંધન જો રહ્યું તો જાણો મુક્તિ દૂર છે
લાખો જીવો ને હણવાથી, કહેવાઈએ શૂરવીર ના;
જે હણે ષડ રિપુ ને એ જ સાચો શૂર છે
લાખ યુક્તિએ છુપાવો, ખૂને નાહક ના છુપે;
મહેંદી નું એક એક પાનું જુઓ ખૂન થી ભરપુર છે
માટે વહેમ ભૂલી ને જુઓ, "સત્તાર" સાચા પ્રેમને;
પ્રેમ શૂરાપાનમાં પ્રેમીજનો ચકચુર છે

Sachu puchho to ghatoghat ma chirag e tur chhe
divya drashti ejanaye chhata pan dur chhe
Satar saheb gujarati bhajan

ભાગ કાળીંગા ભાગી જાને, હે તને ગુરુ દેવાંગી મારશે Bhag kalinga bhagi jane he tane guru devangi marshe

 ભાગ કાળીંગા ભાગી જાને, હે તને ગુરુ દેવાંગી મારશે

દેવળ માથે જોને દેવળી, ત્યાં ઘેરા ઘેરા શંખ વાગશે;
ગદા પદમ શંખ ચક્ર લઇને, બાવો કાળીંગાને સંહારશે
ઉત્તર દક્ષિણ ને પૂર્વ પશ્ચિમ, ઉત્તરથી દળ આવશે;
મોટા મોટા મહા યોધ્ધા, હે ઘેરી ઘેરી તને મારશે
ત્રાંબા પિત્તળની હે બાવો ઘાણીયું માંડશે, એમાં લોઢાની લાઠીયું પુરાવશે;
તારી નાડીનાં તેલ કાઢીને, બાવો મશાલોમાં પુરાવશે
ગુરુ દેવાંગીનાં હે જોને પાટ આગળ, ઝળહળ જ્યોતું જલાવશે;
દેવાંગી પ્રતાપે "પીર સાદણ" બોલીયા, એ સતયુગ ફરી સ્થાપશે

Bhag kalinga bhagi jane he tane guru devangi marshe

વેળાનાં વછૂટ્યા રે હે ભવો ભેળા નહીં થઈએ Vela na vachhutya re he bhavo bhela nahi thaiye

વેળાનાં વછૂટ્યા રે હે ભવો ભેળા નહીં થઈએ

ભવથી વછૂટ્યા રે આપણે, કોઈ'દિ ભેળા નહીં થઈએ
આવી બેલડીયું રે બાંધીને રે, હે બેની બજારુંમાં મહાલતા રે;
ઈ બેલડીયે દગો દીધો મોરી સૈ
વેળાનાં વછૂટ્યા રે...
આ મહેરામણ માયાળુ રે, હે એના બચલાં મેલી હાલ્યો બેટમાં રે;
ઈ પંખીડે લીધી વિદેશની રે વાટ
વેળાનાં વછૂટ્યા રે...
આ હૈયા માથે હોળી રે, હે બેની ખાંતીલો ખડકી ગયો;
આવી ઝાંપે ઝરાળું લાગી રે, હે અગ્નિ ક્યાં જઈને હું ઓલવું રે
હે ઝરાળું બેની હે પ્રગટી પંડય ની માહીં
વેળાનાં વછૂટ્યા રે...
આવા "લખમો માળી" કહે છે રે, હે વડા ધણીને અમારી આ વિનંતી;
હે સાંભળી લ્યો હે ગરીબે નવાઝ
વેળાનાં વછૂટ્યા રે...

Vela na vachhutya re he bhavo bhela nahi thaiye
Bhav thi vachhutya re aapne koidi bhela nahi thaiye

મારું ચિતડું ચોરાયેલ રે, મારું મનડું હેરાયેલ રે Maru chitadu chorayel re

  મારું ચિતડું ચોરાયેલ રે, મારું મનડું હેરાયેલ રે

આ કોડીલા રે કુંવર કાન સે
આતો પ્રીતું છે પૂરવની, હેજી નવીયું નહીં થાય હે મારા નાથજી રે;
હે મૈં વારી જાઉં
છુપાવી નહીં રહે છાની, હે ભલે ને જાય આ શરીર રે;
હે ઓધાજી વાતું કોને અમે કરીએ
હે મારું ચિતડું...
આમાં દિવસ જાય છે દોહ્યલા કનૈયા વિનાનાં, હેજી જાણે જુગ જેવડા રે;
હે મૈં વારી જાઉં
રૂદન અમે કરતાં. હેજી રજની વીતી જાય રે
ઓધાજી વાતું કોને અમે કરીએ
હે મારું ચિતડું...
અરે ધીરજ કેમ ધરીએ હવે, વ્હાલીડા વિરહમાં હેજી વિસમે રે;
હે મૈં વારી જાઉં
આ વિરહ થી કરીને, હેજી તપે માંહ્યલા શરીર રે;
ઓધાજી વાતું કોને અમે કરીએ
હે મારું ચિતડું...
આતો "મોરાર" નાં સ્વામીને, હેજી ગોપીજન એમ વિનવે રે;
હે મૈં વારી જાઉં
દર્શન અમને દેજો પ્રભુજી, હેજી દીનનાં દયાળ રે
ઓધાજી વાતું કોને અમે કરીએ
હે મારું ચિતડું...

Maru chitadu chorayel re maru manadu harayel re
Kodilakuvar kanji re

બાપ બેટાનાં દાણ માંગે છે, એ તો મસાણ ભૂમિ મોજાર

 બાપ બેટાનાં દાણ માંગે છે, એ તો મસાણ ભૂમિ મોજાર

એકલી ઊભી કોઈ અટૂલી અયોધ્યાની નાર
રાણી હતી તે દાસી બની, અને દાસ બન્યા છે કુમાર;
વચન ખાતર હરિશ્ચન્દ્ર વેચાણા બારવાળા ને દ્વાર
ભૂત હોંકારે અને પ્રેત પોકારે, ડાકણનાં પડકાર;
તોય તારાદે નું દિલ ન કંપ્યું, કંપી ઉઠયા કિરતાર
ઓઢણી ફાડીને લાશ ઓઢાડી, ચૂમી લીધી બે-ચાર;
જાયાની માથે ઊભી જનેતા, આભ ડોલાવણ હાર
બળતી ચિતામાંથી ઈંધણ લાવી, પુત્રની પાલનહાર;
ફૂંક મારે અને આગ ચેતાવે, તોય સળગે નહીં અંગાર
દાણ દીધા વિણ દાગ ન દેજે, હાક ઊઠી તે વાર;
સામે જુએ ત્યાં તો સ્વામી પોતાનો, તાણી ઊભો તલવાર
હાલ્યો હેમાળો અને ધરણી ધ્રુજી, અને દેવોનાં કંપ્યા દ્વાર;
શિવ બ્રહ્મા હરિ દોડીને આવ્યા, એને તાપ લાગ્યો તે વાર
ધન્ય રાજા - રાણી ટેક તમારી, ધન્ય છે રાજકુમાર;
"કાગ" કહે તારા કુળમાં લઈશું અમે અયોધ્યામાં અવતાર

Bap beta na dan magechhe eto masan bhumi mojar

સાંભળો મનગમતા માનવ, આ પથ્થર પસંદ મેં આમ કર્યો

 વાયુ વાદળ સૂરજ ચંદર, વ્યોમ ભોમ પાતાળ ની અંદર;

પછી ભલે હોય મસ્જીદ કે મંદર, પણ સત્ત તત્ત્વમાં તું જ નિરંતર
નિરાકાર છતાં સાકાર થઈ, તું ઠરી ઠરી પાષાણ ઠર્યો;
માટે કહે ને ઓ કરુણાનાં સાગર, આ પથ્થર પસંદ તે કેમ કર્યો
ભાવે સ્વભાવે નોખા ન્યારા, ફૂલ અને પથ્થર વચ્ચે અંતર;
કદી ફૂલ મરે પાષાણની નીચે, પણ તું ફૂલ નીચે પાષાણ મર્યો
પાષાણ નું હૈયું ખોલી, મંદિર ભરની મૂર્તિ ડોલી;
શિલાનો શણગાર સજી, સર્જનહાર હસી ઉછર્યો
સાંભળો મનગમતા માનવ, આ પથ્થર પસંદ મેં કેમ કર્યો !
રામ બનીને માનવ કુળમાં, હું આ જગત માં અવતર્યો;
ત્યારે ફૂલ ઢગ જે મેં કચર્યો, તે આજે મારે શિર ધર્યો
સીતાને લઈને, રાવણ જયારે લંકા પાર ફર્યો;
ત્યારે આ માનવ કોઈ મને કામ ન આવ્યા;
આ પથ્થરથી હું સામે પાર ઉતર્યો
સાંભળો મનગમતા માનવ, આ પથ્થર પસંદ મેં આમ કર્યો

Vayu vadal suraj chandar vyom bhom patal ni andar
Sambhalo mangamata maanav aa patthar pasand me aam karyo

આવો નવલાખ લોબડીયાળી, આવોને ભેળીયાવાળી Avo Navlakh Lobadiyali avo bheliyavali

આવો નવલાખ લોબડીયાળી, આવોને ભેડિયાવાળી
તારા બાળુડા રે બોલાવે, હવે તમે આવો વીશભુજાળી
તારા બાળુડા રે બોલાવે, હવે તમે આવો ને બિરદાળી

કોઇને લાલ લોબડીયું, કોઈને કાંધે રે કામળીયું;
માડી અસુરને રે સંહારવા, આઇ મા ત્રિશુળ લઈને દોડીયું
સાતે બહેનું સામટિયું, મામડીયાની ધીયડીયું (દીકરીયું);
અમારી ધાહ રે સૂણીને, દોડ જે આવીને ધામડીયે
સિંહ ને બળદીયો સાથે જોડી, ગાડું રે હંકારીયું;
એને સૌ કોઈ જોઈને બોલ્યા, આવી હોય ચારણની દીકરીયું
પાટ ને પીઠડ આઇનાં, પૂજાય છે લાકડિયું;
પ્રગટ પરચા મેં તો ભાળ્યા, આયલમા દેવી રે દાનીયું
કળિયુગથી કંટાળી ગઈયું, નીંદરમાં ઘેરાણીયું;
વાર કરવા હવે આયલ, દોડજે વીશભુજાળીયું
દીવડાની જ્યોતું ઝળહળે, ઉતરે છે આરતીયું;
"ભરત" કવિ એમ વીનવે, માતાજી સુણજે રે સાદડિયું

Avo Navlakh Lobadiyali avo bheliyavali
Tarabaluda bolave have tame aavo vish bhujali

હે વંદન વંદન આશાપુરા માતને Vandan Vandan Ashapura maat ne

હે વંદન વંદન આશાપુરા માતને
હે દેશ અને વિદેશમાં વિખ્યાત રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે એવી પોઠું રે આવી છે પરદેશથી;
હે મેઘલી માથે ઘોર અંધારી રાત રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે એવા તંબુ રે તાણ્યા તમારા ચોકમાં;
હે સપને આવી શેઠને કીધી શાન રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે ઝબકીને જાગી રે જોયું વાણિયે;
હે વળી વિચાર્યું કેમ આવે વિશ્વાસ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે એવું શ્રીફળ આપ્યું એંધાણીનું સોડમાં;
હે ચુંદડી ચોખા મૂક્યા મસ્તક પાસ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે એવી જાણી રે જાણી જનેતાને જાગતી;
હે આપ દીયો આ દાસને શું આદેશ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે એવા દેવચંદ બંધાવે માનાં દેવળો;
હે હામ ધરીને લોભ કર્યો નહીં લેશ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે એવા દેવળ બંધાવી ભોગળ ભીડીયા;
હે ખટમાસે મા પ્રગટ્યા આપો આપ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે એવા ચાંચર રમવાને રે માડી નિસર્યા;
હે દેવળ વાગે ઘેરી ઘેરી ડાક રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે મહાજન માને છે માની માનતા;
હે માને નમે યદુવંશ તણા ભૂપાળ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે કુળદેવી તું છો કચ્છ રાજની;
હે આઈ ફરે છે દેશ આખામાં આણ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે "ચંદુભા" ચરણ ૨જ આપની;
હે તારજો માડી જાડેજાની જાત રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો

He eva Vandan Vandan Ashapura maat ne Kutchh Bhajan Ashapura mataji bhajan

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...