nejali ujave norta
nejali ujave norata
નેજાળી ઉજવે નોરતા
સોનલ ઉજવે નોરતા
માડી તારે નોરતા ઉજવવાના નીમ
સોનલ ઉજવે નોરતા
માડી આજ પાટે પેલા ગણેશ પધારીયા
માડી એના ઘુઘરા ઘમકયા ને દાળદર ભાગ્યા રે દુઃખ સૌ દાગ્યા
નેજાળી ઉજવે નોરતા
માડી આજ બીજે નવલાખ લોબડીયુ ટોળે વળે
આવળ ઓપે અન્નપુણાઁ ને અંબા રે જોરાળી જગદંબા
નેજાળી ઉજવે નોરતા
માડી તમે ત્રીજે સિધ્ધ ચોરાસી તેડાવ્યા
સાધુ તમે વસ્તી ચેતાવો ભગવે વેશ આપોને ઉપદેશ
નેજાળી ઉજવે નોરતા
માડી તમે ચોથે ચારણ વરણ નોતયાઁ ,
માડી એના કાઢયા આળસ અભિમાન દીધા વિધ્યાના દાન
નેજાળી ઉજવે નોરતા
માડી તમે પાંચમે બળભદ્રને બોલાવી
માડી તમે કીધા હળધર કેરા માન ધોરીના સનમાન
નેજાળી ઉજવે નોરતા
માડી તમે છઠે ભુત ભૈરવને ભેગા કર્યા,
માડી એણે તજી બીજા ખોળીયાની આશ વોળાવયા કૈલાશ
નેજાળી ઉજવે નોરતા
માડી એવા સાતમે રતી દેવ આવીયા,
માડી એણે સ્વીકાયાઁ નરકનો નિવાસ પાપીયોનો વૈકુંઠવાસ
નેજાળી ઉજવે નોરતા
માડી એવા આઠમે દાનવ સઘળા આવીયા ,
માડી એતો જાડાને જોરાળા ઠીમે ઠામ મદિરાના લીધા જોમ
નેજાળી ઉજવે નોરતા
માડી તમે નોમે રે ખાંડાને ખડગ નોતયાઁ ,
માડી તમે ઉગાયાઁ બકરીના મુંગા બાળ ઉતાર્યા જુના આળ
નેજાળી ઉજવે નોરતા
માડી તમે દશમે હવન હોમ આદયોઁ ,
માડી એમાં હોમ્યા ઈષાઁને અભિમાન અજ્ઞાનને મદ્યપાન
નેજાળી ઉજવે નોરતા
માડી તું જો જન્મી ન હોત જગતમાં જોગણી ,
તો હું "કાગ " કોના ગુણ ગાત મારા પાતક કયાંથી જાત
નેજાળી ઉજવે નોરતા
ચૈત્રી નવરાત્રી ની આપ સૌને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું. માં નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ,સમૃધ્ધિ અર્પે.
જય માતાજી
જય સોનલ માં
No comments:
Post a Comment