Wednesday, 30 March 2016

પાઘડીવાળા...ભલે પા'ઘડી જીવ્યા - Paghadi Vala Bhale Paghadi Jivya- Gujarati Bhajan Lyrics

પાઘડીવાળા...ભલે પા'ઘડી જીવ્યા,
એના આ'ઘડી અમર નામ મરજીવા...
પાઘડીવાળા,,,

પાઘ ભગવીને...આખા દેશનો દિવો,
એનું નામ વિવેકાનંદ મરજીવા... પાઘડીવાળા,,,

પાઘ મરાઠીને...એનુ નામ શિવાજી,
હિંદનો રાખણહાર મરજીવા...
પાઘડીવાળા,,,

પાઘ પંજાબીને..એનુ નામ ભગતસિંહ,
ગોરિયાઓ ગભરાય મરજીવા... પાઘડીવાળા,,,

પાઘ ગુજરાતીને...એણે બ્રહ્મને હર્યા,
એનુ નામ જોગી જલીયાણ મરજીવા...
પાઘડીવાળા,,,

પાઘ મેવાળીને...રાજ રાણાનુ,
ચારણે રાખેલ લાજ  મરજીવા...
પાઘડીવાળા,,,

2 comments:

  1. superb
    thanks
    jay jay garvi gujarat

    ReplyDelete
  2. Kinjal Dave Gujarati Ringtones Download Click Here ; http://tuneguru.in/kinjal-dave-gujarati-ringtones/

    ReplyDelete

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...