Wednesday, 30 March 2016

ધન ગુરુદેવા મારા ધન ગુરુદાતા DHAN GURUDEVA MARA DHAN GURU DATA GURUJIE SHABD SUNAVYO- GUJARATI BHAJAN SONG LYRICS

ધન ગુરુદેવા મારા ધન ગુરુદાતા, મારા ગુરુજી એ શબદ સુણાવ્યો
ગુરુજી નો મહીમા પલ પલ વખાણુ , પ્રાયશ્ચિત સધળા જાય.........
🍀
સુતો રે જગાડયો ગુરુ એ દેશ રે દેખાડયો, અલખ પુરુષ ઓળખાવ્યો
બુડતા રે મારા ગુરુજી એ તારયો ને , જમડા ને હાથે થી છોડાવ્યો............ધન ગુરુદેવા
🍀
ગૌ દાન દેવે ભલે ને ભુમી દાન દેવેને , કંચન ના મહેલ લુટાવે
કાશી ક્ષેત્રમા જઈ કન્યાદાન દેવેને, મારા ગુરુજી ની તોલે નાવે..........ધન ગુરુદેવા
🍀
ખાલ રે પડાવુ મારા શરીર તણી ને, સોનેરી રંગે રંગાવુ રે
મોજડી સિવડાવી મારા ગુરુજી ને પહેરાવુ તોય, ગણના ઓશીગંણ થાય.....ધન ગુરુદેવા
🍀
સદગુરુ મળ્યા મારા સંશય ટળ્યા ને લક્ષ ચોરાશી થી છોડાવ્યો
વાઘનાથ ચરણે બોલ્યો “ રુખડીયો ” અમને મુક્તિ નો મારગ બતાવ્યો...........ધન ગુરુદેવા

1 comment:

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...