Wednesday 30 March 2016

જાગો રે, જશોદાના કુંવર ! વહાણલાં- JAGO RE JASHODA NA JAYA VANALA VAYA- GUJARATI BHAJAN SONG LYRICS

જાગો રે, જશોદાના કુંવર ! વહાણલાં વાયા,
તમારે ઓશીકે મારાં ચીર ચંપાયા.
.🌹.
પાસું મરડો તો વહાલા ! ચીર લેઉં તાણી,
સરખી-સમાણી સૈયરો સાથે જાવું છે પાણી.
.🌹.
પંખીડાં બોલે રે, વહાલા ! રજની રહી થોડી,
સેજલડીથી ઊઠો, વહાલા ! આળસડી મોડી.
.🌹.
સાદ પાડું તો વ્હાલા ! લોકડિયાં જાગે,
અંગૂઠો મરડું તો પગનાં ઘૂઘરા વાગે.
.🌹.
જેને જેવો ભાવ હોય તેને તેવું થાયે,
નરસૈંયાનો સ્વામી વિના રખે વહાણલું વાયે.

No comments:

Post a Comment

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...