તારો રે ભરોસો મને ભારી
એવો ગરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી.
ઉંચો છે ગરવો દાતાર નીચે જમીયલશા દાતા
વચમાં ભવેશર ભારી
એવો ગરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી.
લીલી ને પીળી તારી ધજાઓ ફરુકે દાતા
ધોળી રે ધજા પર જાઉં વારી
એવો ગરવો દાતાર ગિરનારી રે બાવો ગિરનારી.
અઢાર ભાત વનસ્પતિ ત્યાં બીરાજે દાતા
ફોરુ દિયે છે ફૂલવાડી
એવો ગરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી.
દેશ અને પરદેશથી યાત્રાળુ આવે દાતા
નમણું કરે નર ને નારી
એવો ગરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી.
ત્રીકમ સાહેબ ભીમ કેરે શરણે દાતા
તારા રે બાના ની બલિહારી
એવો ગરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી.
Saturday, 2 July 2016
તારો રે ભરોસો મને Taro bharoso mane bhari data girnari gujarati bhajan lyrics
Subscribe to:
Post Comments (Atom)
વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે
વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...
-
સાખી સંગ્રહ - gujarati sakhi sangrah - sakhi collection (૧) વૃક્ષ એકજ સેંકડો ફળનું, જતન કરતું રહ્યું, સેંકડો ફળથી જતન, એક વૃક્ષ...
-
હે … કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી… હે…. કર્મનો સંગાથી પ્રભુ વિણ કોઇ નથી… કે લખ્યા એના જુદા જુદા લેખ (2)… કર્મનો સંગાથી… એક રે ગાયના દો...
-
સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી કદીયે ના ભાળી મે તો રૈન અંધારી ....... સદગુરૂ ના ચરણ મા,,, ★ ફટક ફટક મે ફોડયા ફટાકા, ભજન ભડાકે પા...
🤩🤩🤩
ReplyDelete"ત્રીકમ સાહેબ ગુરુ ખીમ ના ચરણે" આવે ભાઈ. ભીમ સાહેબ તો ત્રીકમ સાહેબ ના શિષ્ય છે
ReplyDelete