Saturday 2 July 2016

ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો Bhagati karoto harji agam bhed jano gujarati bhajan lyrics

ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો રે‚ અને કહું તે વચનું માં હાલો રે હાં

ધરમ જૂનો છે હરજી ! નિજારપંથ આદિરે‚ મોટા મુનિવર થઈને તમે મ્હાલો રે હાં…

જીત રે સતીનો હરજી ! ભેદ જાણો રે હાં‚ પછી નિજીયા ધરમ ઉર આણો રે હાં…

મૂળ રે વચનનો હરજી ! મરમ સમજી લ્યો‚ તમે સાબીત રાખજો દાણો રે હાં…

જીત રે પુરૂષને મોહઝાળ નહીં વ્યાપે રે હાં‚ એવી સતી નારી પર પુરૂષનેં ત્યાગે રે હાં…

વિષયની રે વાસના એના અંગડામાં નાવે‚ એને મોહનાં બાણ નવ લાગે રે હાં…

કામનાનાં બીજને હરજી ! પેલાં બાળો રે હાં‚ પછી રજ ને વીરજને સંભાળો રે હાં…

કર્મ રહિત હરજી ! ક્રિયા રે કમાવો તમે ગુરુના વચન ને પાળો રે હાં…

જીત રે પુરૂષ વિના જામો નહીં જામે રે હાં‚ સતી વીનાનો ધરમ નહીં હાલે રે હાં…

આતમાને ઓળખી ને હરજી ! દેહ ભાવ મટાડો પછી મનડાને બાંધોને વેરાગે રે હાં…

લિંગ ને રે ભંગનો હરજી ! ભાવ મટાડો રે‚ એવી યોગની ક્રિયાને કમાવો રે હાં…

કરમ કરશો તો હરજી ! ધરમ જાશો હારી એવા અંતરે વચન સાંભળો રે હાં…

સતિયા રે થઈ ને તમે સતમાં ખેલો રે હાં‚ એવી સતની સદા છે સવાઈ રે હાં…

બાળ નાથ ચરણે બોલ્યાં સિદ્ધ રામદે‚ પછી સતની આગળ નથી બીજું કાંઈ રે હાં…

3 comments:

  1. જય રામાપીર પ્રભુ
    તમારી પાસે “ ચંદ્રમૌલી ચંદ્રશીખર હે ત્રીપુરારી, કરો ને ક્રૂપા હવે કલ્યાણકારી” ભજન ના લીરિક્સ શૈર કરસો એવી પ્રાર્થના

    ReplyDelete
    Replies
    1. ચન્દ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી, કરોને કૃપા હવે કલ્યાણકારી
      ઓ શિવજી .........

      કંઠે ધરી છે સર્પોની માળા, બાજે ડમરું તવ તાંડવે નિરાલા
      શંખ ખપ્પર વાઘામ્બર વાળા, ત્રિશુલ શ્રુંગી ત્રિલોચન વાળા
      શોભી રહી છે નંદીની સવારી, કરોને કૃપા હવે કલ્યાણકારી ....ઓ શિવજી

      ભગીરથ કાજે શિરે ગંગા ધારી, પર્વત દુહીતાની પૂજા સ્વીકારી ,
      જગ મંગલ કાજે અસુરો સહારી, ઝહર પીધું લીધા દેવો ઉગારી .
      બીજ ચંદ્ર કળા પર જાઉં હું વારી ...કરોને કૃપા હવે કલ્યાણકારી.. ઓ શિવજી


      સ્મશાનની ભસ્મ અંગે ચોળનારા, ગળામાં મુંડ માળા ધારણ કરનારા .
      શિખર કૈલાસ નિવાસ કરનારા, ભીમશંકર સદાય રાજી રહેનારા .
      ગહનને શિવ ભક્તિ લાગે છે પ્યારી,કરોને કૃપા હવે કલ્યાણકારી .ઓ શિવજી

      Delete

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...