Saturday, 2 July 2016

રૂખડ બાવા તું હળવો હળવો હાલ Rukhad Bava tu halvo haljo.. Gujarati bhajan lyrics

રૂખડ બાવા

રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.… રૂખડ બાવા …
જેમ ઝળૂંબે કંઇ ધરતી માથે આભ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.… રૂખડ બાવા …
જેમ ઝળૂંબે કંઇ કૂવાને માથે કોસ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.… રૂખડ બાવા …

જેમ ઝળૂંબે કંઇ મોરલી માથે નાગજો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.… રૂખડ બાવા …

જેમ ઝળૂંબે કંઇ બેટાને માથે બાપ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.… રૂખડ બાવા …
રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો....

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...