Saturday, 2 July 2016

છોડ સોચ સમતા પકડી લે, Chhod soch samta pakdi le gujarati bhajan lyrics

છોડ સોચ સમતા પકડી લે,
મૂક મમતા મનવા મેરા ;
તેરો સંગાથી તુંહી એકલો,
આખર નહીં હૈ કોઇ તેરા.....છોડ

એ...નફ્ફટ ની નથી કરવી લાજ,
કોટી ન કોટી ફર્યો ફેરા ;
માતા,પિતા,સુત, ભગીની જોઈ લ્યો કોઇ નહીં આવે તારી ભેળા...છોડ

એ...રાવણ, કંસ, ને કૌરવ જેવા
બાળી ને કર્યા રાખના ઢેરા ;
જુવો વિચારી તમે વેદના વચનો,
કાળ વેરી છે જગત કેરા...છોડ

એ...દો દિન સારું સુખે જીવવામાં,
ખેલ રચ્યા આ નટ જેવા ;
પંડ છોડી ને જાવું પલક માં ,
આગળ છે યમ કા ડેરા... છોડ

એ...આ દેખાય છે તે અદૃશ્ય થાશે,
જેમ જાય છે દુ:ખ ની વેળા ;
દાસ સવો કહે સ્વપ્ન સુખ માં ,
બગડે મોત મુરખ તેરા...છોડ સોચ સમતા પકડી લે મૂક મમતા મનવા મેરા, તેરો સંગાથી તુંહી એકલો , આખર નહીં હૈ કોઇ તેરા .....

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...