Saturday, 2 July 2016

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા Jag ne Jadva Gujarati lyrics

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ?
રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ?
રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઈ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ?
રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

– નરસિંહ મહેતા

3 comments:

  1. કોઈ આના પાછળ નો અર્થ અને વાર્તા / પ્રસંગ explain કરશે Please? Whenever I listen this bhajan, tears in my eyes just flows. This bhajan is very close to my heart 🙏

    ReplyDelete

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...