ભલે ઉગા ભાણ, ભાણ તિહારા ભામણા,
મરણ જીવણ લાગ માણ, રાખજે કશાપરા ઉત.
હે સૂરજદેવ તમે ભલે ઉગ્યા. હું તમારા તેજનાં ઓવરણાં લઉં છું. હે કશ્યપ ઋષીનાં પુત્ર મારૂ જીવન અને મૃત્યુ ઉજળું બને તેવું મારૂ મન જાળવજો.
“એયયય, સૂરજનારાયણ સંપતિ નથી જોતી,
સત્તા નથી જોતી, આયુષ્ય નથી જોતુ, પણ આ
જગતના ચોકમાં જેટલા દિવસ
અમારા આયુષ્યના લખાણા હોય, એટલા દિવસ,
એયય સૂરજનારાયણ તને મારી ભલામણ ઈ છે કે
અમારી લાજને, અમારી આબરૂને જગતના ચોકમાં ન
જાવા દેતો, એયય સૂરજનારાયણ !
જગતના ચોકમાં અમારી આબરૂ નિલામ નો થાય.”
Good
ReplyDeleteજય હો સૂરજ નારાયણ
ReplyDelete