Sunday 24 January 2016

મૈયા મારો મનવો હુઓ રે બૈરાગી - Maiya maro manvo huo bairagi - - Gujarati santvani Bhajan geet lyrics

મૈયા મારો મનવો હુઓ રે બૈરાગી,
મારી લઈ તો ભજનમાં લાગી રે... મૈયા૦
સંસાર ને સાર સર્વે વિસરીયો,
બેઠો રે સંસારીયો ત્યાગી રે... મૈયા૦
કામ ને કાજનું એ કાઢવા રે લાગે,
મનડાની મમતા જાગી રે... મૈયા૦
મંત્ર સજીવન શ્રવણે સાંભળીયો રે,
મુરલી મધુરી ધૂન વાગી રે... મૈયા૦
રાજ મોરાર ને રવિ ગુરૂ મળીયા,
ભક્તિ ચરણની માગી રે... મૈયા૦

No comments:

Post a Comment

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...