Sunday, 24 January 2016

ગામમાં સાસરું ને ગામમાં પી’રિયું રે લોલ - Gam ma sasru ne piyariyu - - Gujarati santvani Bhajan geet lyrics

ગામમાં સાસરું ને ગામમાં પી’રિયું રે લોલ,
દીકરી કે’જો સખદખની વાત જો,
કવળા સાસરિયામાં જીવવું રે લોલ
સખના વારા તો, માડી વહી ગયા રે લોલ.
દખના ઊગ્યાં છે ઝીણાં ઝાડ જો,
કવળા સાસરિયામાં જીવવું રે લોલ.
પછવાડે ઊભી નણદી સાંભળે રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો !
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
નણદીએ જઇ સાસુને સંભળાવિયું રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો ! વહુએ…
સાસુએ જઇ સસરાને સંભળાવિયું રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો ! વહુએ…
સાસરે જઇ જેઠને સંભળાવિયું રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો ! વહુએ….
જેઠે જઇ પરણ્યાને સંભળાવિયું રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો ! વહુએ….
પરણ્યે જઇ તેજી ઘોડો છોડિયો રે લોલ,
જઇ ઉભાડ્યો ગાંધીડાને હાટ જો, વહુએ…
અધશેરો અમલિયાં તોળાવિયાં રે લોલ,
પાશેરો તોળાવ્યો સુમલખાર જો, વહુએ….
સોનલા વાટકડે અમલ ઘોળિયાં રે લોલ,
પીઓ ગોરી, નકર હું પી જાઉં જો, વહુએ….
ઘટ્ક દઇને ગોરાંદે પી ગયાં રે લોલ,
ઘરચોળાની ઠાંસી એણે સોડ્ય જો, વહુએ…
આટકાટનાં લાકડાં મંગાવિયાં રે લોલ,
ખોખરી હાંડીમાં લીધી આગ જો, વહુએ….
પે’લો વિસામો ઘરને ઉંબરે રે લોલ,
બીજો વિસામો ઝાંપા બા’ર જો, વહુએ…
ત્રીજો વિસામો ગામને ગોંદરે રે લોલ,
ચોથો વિસામો સમશાન જો, વહુએ…
સોનલા સરખી વહુની ચે’ બળે રે લોલ.
રૂપલા સરખી વહુની રાખ જો, વહુએ….
બાળી ઝાળીને જીવડો ઘેર આવ્યો રે લોલ,
હવે માડી મંદિરિયે મોકળાણ જો..
ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ !

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...