Sunday, 24 January 2016

જી રે લાખા! મૂળ રે વચબ્નનો - Jee re lakha- Gujarati Bhajan Lyrics

જી રે લાખા! મૂળ રે વચબ્નનો મહિમા બહુ મોટો જી
એને સંત વિરલા જાણે હાં!
જી રે લાખા ! વચન થકી જે કોઈ અધૂરા જી
તે તો પ્રેમરસને શું માણે હાં!
જી રે લાખા ! વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ ચલાવી જી
વચને પૃથવી ઠેરાણી હાં
જી રે લાખા ! ચૌદલોકમાં વચન રમે છે જી
તેને જાણે પુરુષ પુરાણી હાં
જી રે લાખા ! એવા રે વચનની જેને પરતીત આવે જી
એ તો કદી ચોરાશી ન જાવે હાં
જી રે લાખા ! વચનના કબજામાં જે કોઈ વસે જી
એની સુરતા શૂનમાં સમાવે હાં
જી રે લાખા !એ કે વચન શિરને સાટે જી
એ ઓછા માણસને ન કહેવું હાં
જી રે લાખા ! સદ્ ગુરુ આગળ શીષ નમાવી જી
એના હુકમમાં હમ્મેશા રહેવું હાં
જી રે લાખા ! આદ ને અનાદમાં વચન છે મોટું જી
એને જાણે વિવેકી પોરા હા.
જી રે લાખા ! શેલણશીની ચેલી લોયણ બોલિયાં જી
એને નેણે વરસે નૂરા હાં.

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...