Sunday, 24 January 2016

માડી તારા નવ નગર ને નવ નેહડા - Madi tara nav nagar ne nav nehda - gujarati bhajan lyrics

માડી તારા નવ નગર ને નવ નેહડા
માડી તારી નજરૂ ફરે છે નવખંડ માથે રે
મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી ને ડુંગર
ગાળીયે...
માડી, તે કાળા રે સરપુંને કીધો કોરડો
માડી, એ તો વખડાં વમને ને ફણીધર ફુફે રે,
મછરાળી મોગલ....
માડી, તારા કોરડે હાલે છે વ્યોમે વાવડો
માડી, તેંતો કોરડે દૈત્યું ને દંડ તે દીધા રે,
મછરાળી મોગલ...
માડી, તારા સીમાડા લોપ્યા ને
અંગડા માગીયા
માડી, તેં તો ભેળીઓ ઉતારી જોને
બાંધી ભેટે રે,
મછરાળી મોગલ...
માડી, એવા હોકારા કરીને
દાનવા હુકળ્યા
માડી, તું તો રથડો મેલીને રણમાં કુદી રે,
મછરાળી મોગલ....
માડી, તારાં ખાંડા ને ખડગ
રણમાં ખડખડયાં
માડી, ત્યા તો લડઆ વીનાના લશ્કર
ભાગ્યા રે,
મછરાળી મોગલ...
માડી, આજ દાનવકુળ સળગે રે ડુંગર દોયલા
માડી, તારા રોષના દાવાનળ રેલ્યા રે,
મછરાળી મોગલ...
માડી, તારાં છોરુને સંતાપ્યા દેવળ દુભવ્યા
માડી, એના જડબા ચીરીને દાંત જેર્યા,
માડી, એવા લોહીના તરસ્યાંને
ભરખી લીધા રે,
મછરાળી મોગલ...
માડી, એવી નવલખ ધેનુ રે તારે આંગણે,
માડી, એ તો સૂરજનાં ખેતર ચરવા જાય રે,
માડી, એ તો સૂરજના આથમે ચરવા જાય રે,
મછરાળી મોગલ...
માડી, તારા ઘોળા રે ધણ ચરે
આઘા આભમાં
માડી, એના રખોપાં રાખે છે
રાતનો રાજા રે,
મછરાળી મોગલ...
માડી, તારી કાળીયું લટું ને કાળો ભેળીઓ
માડી, તારો આકરો ત્રંબક વરણો વાન રે,
મછરાળી મોગલ...
માડી, તારો મારકણો મોરો ને
જોણી આકરી
માડી, તારા કાળજા મશરૂથી સાવ છે
કુણા રે,
મછરાળી મોગલ...
માડી, તું
તો ભવના ભૂલેલાં દખિયાં ભાળતી
માડી, તારા હૈયાનો હેમાળો ઓગળીને
હાલે રે,
મછરાળી મોગલ...
માડી, તારી સેવા જો કરે તો દોયલા દુઃખ
પર ટળે,
માડી, તારી આળ્યું જો કરે તો થાય
ઉત્પાત રે,
મછરાળી મોગલ...
માડી, તારો 'કાગે' રે પરગટ
પરચો ભાળીયો
માડી, તારા વાછરું ચારે છે
વનનો રાજા રે,
મછરાળી મોગલ...

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...