Sunday, 24 January 2016

હરીની હાટડીએ મારે કાયમ હટાણું - Hari Ni Hatdiye Mare kayam _ gujarati Bhajan Lyrics

હરીની હાટડીએ મારે કાયમ હટાણું,
જોયું નહીં કોઇ દિ’ મેં તો ટાણું કે કટાણું…
હરીની હાટડીએ મારે.
પૃથ્વી પવન ને પાણી, આપે ઉલટઆણી,
કોઇ દિ ન માંગ્યું એનું નારાયણે નાણું…
હરીની હાટડીએ મારે.
ગમે ત્યાંથી ગોતી ગોતી, હંસલાને આપે મોતી,
કીડીયું ને કણ્યું ઓલા હાથીડાને મણ્યું…
હરીની હાટડીએ મારે.
ધણી મેં તો ધાર્યો નામી,
યાદી દીધી સઘળી વામી,
પીંગળને મળ્યું મોતી, બે દિ’નું ઠેકાણું…
હરીની હાટડીએ મારે.

1 comment:

  1. બાળપણમાં મોઢા બૉખા, જનેતા નાં ધાવણ છે ચોખા
    દાંતની સંગાથે હરિ એ આપ્યું છે રે ચવાણુ


    ગમે ત્યાંથી ગોતી ગોતી હંસાલા ને આપે મોતી
    કીડીઓ ને કણી આપે હાથીડા ને માણું

    ReplyDelete

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...