Tuesday, 3 July 2018

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા Mukhada ni maya lagi re

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા,
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું,
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા…મુખડાની માયા લાગી રે,

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીએ રે, મોહન પ્યારા…મુખડાની માયા લાગી રે,

સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
તેને ઘેરે શીદ જઇએ રે, મોહન પ્યારા…મુખડાની માયા લાગી રે,

પરણું હું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રંડાવાનો ભય ટાળ્યો રે, મોહન પ્યારા…મુખડાની માયા લાગી રે,

મીરાંબાઇ બલિહારી, આશા મને એક તારી,
હવે હું તો બદભાગી રે, મોહન પ્યારા…મુખડાની માયા લાગી રે,

- મીરાંબાઇ 

Mukhada ni maya lagi re mohan pyara 
Mirabai gujarati bhajan




1 comment:

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...