Wednesday, 4 July 2018

કળા અપરંપાર વા’લા એમાં પોં’ચે નહિ વિચાર

કળા અપરંપાર વા’લા એમાં પોં’ચે નહિ વિચાર
એવી તારી કળા અપરંપાર જી...ટેક

હરિવર તું ક્યે હથોડે, આવા ઘાટ ઘડનાર જી
બાળકને પ્રભુ માતાપિતાની, આવે છે ક્યાંથી અણસાર... ૧


અણુમાં આખો વડ સંકેલ્યો, એનાં મુખ ઉંધા મોરાર જી
કીડીનાં આંતર કેમ ઘડિયાં, સૃષ્ટિના સરજણહાર... ૨

જન્મ આગળ દૂધ જુગતે, તેં કીધાં તૈયાર જી
મોરનાં ઈંડામાં રંગ મોહન, કેમ ભર્યા કિરતાર... ૩

કોણ કલ્પે કોણ બોલે, હા ને ના કહેનાર જી
પરસેવાની લીખ પંડની, તાંગે ન તારણહાર... ૪

અણુઅણુમાં ઈશ્વર તારો, ભાસે છે ભણકાર જી
કાગ કહે કઠણાઈથી તોયે, આવે નહિ ઇતબાર... ૫

Kala aparmpar vala ema pahoche nahi vichar

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...