Wednesday, 4 July 2018

ગગન ગઢ રમવાને હાલો Gagan gadh ramvane halo

ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલો...ટેક.
પડવે ભાળ પડી તારી,મધ્ય નીરખ્યા મોરારી
વાલમ પર જાવું હુ વારી;ગગન-૧


બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી
જુગતીથી તમે જોઈલો અંતરજામી;ગગન-૨


ત્રિજે તુરાઈ વાજાં વાગે,સુરતા મારી સનસુખ રહી જાગે
માહ સુને મોરલીયું વાગે;
ગગન-૩

ચોથે ચંદ્ર ભાણ વાળી જોવે કોઈ આપાપણાને ટાળી
ત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળી;ગગન-૪

પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરી
સુરતા મારી શબ્દુંમા ઘેરી;ગગન-૫

છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરો
ત્યા તો સદા વરસે અમર ધારો;ગગન-૬

સાતમે સમરણ જડયું સાચું આતો કોઈ વીરલા જાણે વાતું
જડયું હવે આદુનું ખાતુ;
ગગન ગઢ-૭

આઠમે અકળ કળા એની વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહની
રહું હું તો શબ્દ નીસીમાં ધેની;ગગન ગઢ-૮

નુમે મારે નીરભે થયો નાતો છોડાવ્યો જમપુરીથી જાતો
સતગુરુએ શબ્દ દીધો સાચો;ગગન ગઢ-૯

દશમે જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકી
સુરતા મારી દંગ પામી દેખી;
ગગન ગઢ-૧0

એકાદશી અવીધટ ધાટ એવો શબ્દ લઈને સુરતાને સેવો
સદાય તમે સોહ પુરુષ સેવો; ગગન ગઢ-૧૧

દવાદસી દૂર નથી વાલો સમજ વીના બારે ફરતો ઠાલો
સુખમણ સાથે પી લ્યો અમર પ્યાલો ;ગગન ગઢ-૧૨

તેરસે વાળી ઉપર ઘારા જપુ નીજનામ તણી માળા
પ્રાગટ્યા રવી ઉલટાયા અજવાળું ગગઢ ગઢ-૧૩

ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ થયું ઓચીંતુ અજવાળું
સતગુરુએ તોડયું વજર તાળું;ગગન ગઢ-૧૪

પુનમે દેખી પુરણ પદ પામી મળ્યા જયારે ફુલગરજી સ્વામી
રહે છે સવો ચરણમાં શીસ નામી; ગગન ગઢ-૧૫


Gagan gadh ramvane halo

6 comments:

  1. Thank you very much for nice lyrics of my favorite..Gagangadh Ramva Halone..Kay ho👍👌👌🙏🙏🌺🌺🌻😊

    ReplyDelete
  2. Thank you ❤🙏🙏
    આ સવારામ બાપા રચિત ભજન છે.
    અને બીજા હોય તો કેજો

    ReplyDelete
  3. બોવજ સરસ આ ભજન તો બાપ મારા ગુરુ જી હરસુખ ગીરી ના કંઠે સોભે એવું હજી સુંધી તો કોયે નથી ગાયું ને હું દાવા સાથે કવ ગવા છે પણ નય જય ગુરુદેવ

    ReplyDelete
  4. ખુબજ સુંદર ભજન છે, પણ ખૂબ જ લય સાથે ગવવા થી વધારે સુંદર લાગે જેમ બિરજુ બારોટ ગાયું છે તેમ
    ,🙏🙏🙏

    ReplyDelete

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...