રામધૂન લાગી ભજનધૂન લાગી
જીયો રે એ કબીરા અમને રામધૂન લાગી...૨
વન કેરી સંગતું માં લીમડા બીગડીયાં(૨)
લીમડા બીગડીયાં ગુરુજી ચંદન નીપજ્યા...
જીયો રે એ કબીરા...
પાણી કેરા સંગમાં પથરા બીગડીયાં(૨)
પથરા બીગડીયાં માય થીં હિરલા નીપજ્યા...
જીયો રે એ કબીરા...
છાશ કેરી સંગતું માં ભાઈ દુધડા બીગડીયાં(૨)
દુધડા બીગડીયાં માય થીં ગોરસ નીપજ્યા...
જીયો રે એ કબીરા...
ગુણકાં ની સંગતું માં કબીરા બીગડીયા(૨)
કબીરા બીગડીયા માય થીં સંત નીપજ્યા...
જીયો રે એ કબીરા...
કહેત કબીરા સુનો ભાઈ સાધુ(૨)
આપે મુવાલો પછી કુળ નઈ દુનીયા સુધર્યા...
જીયો રે એ કબીરા...
Ram dhun lagi bhajan dhun lagi
jiyo re kabira amne ramdhun lagi
Very nice Deshi bhajan
ReplyDeleteઅતિ સુંદર અતિ પ્રાચીન અર્વાચીન ભજન મોજ મોજ
ReplyDeleteજય હો સંતવાણી
જય હો સંતવાણી
ReplyDelete