Wednesday, 4 July 2018

જેને દિઠે મારા નેણલાં ઠરે Jene dithe mara nenala thare

જેને દિઠે મારા નેણલાં ઠરે,
બાયુ ! અમને એડા એડા સંત મળે...ટેક

ઉદર માંથી એક બુંદ પડે ને, ભગત નામ ધરે,
નરક છોડાવીને ન્યારા રે’વે, અમર લોકને વરે...બાયુ


ચાલતા નર ધરતી ન દુભવે, પાપ થકી બહુ ડરે;
શબ્દ વિવેફીને ચાલે સુલક્ષણા, પૂછીપૂછી પાવ ધરે...બાયુ

ત્રિગુણ પૂતળી રમે સૂનમાં, અણઘટ ઘાટ જ ઘડે;
ગુરૂજીના શબ્દો એવા છે, ખોજે તેને ખબરૂ પડે...બાયુ

કાયાવાડીનો એક ભમરો, સંધ્યાએ ઓથ ધરે;
આ સંસારમાં સંત સુહાગી, બેઠા બેઠા ભજન કરે...બાયુ

વર્ષા ઋતુનો એક હિમ પોપટો, નીર ભેળાં નીર ભળે;
લખમાના સ્વામીની સંગે રમતાં, સ્વાતિનાં બિંદુ ઠરે...બાયુ

Jene dithe mara nenala thare bayu amne eda sant male 

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...