Tuesday, 3 July 2018

એકલા જવાના મનવા, એકલા જવાના Ekla javana manva ekla javana

એકલા જવાના મનવા, એકલા જવાના
સાથી વિના, સંગી વિના, એકલા જવાના…..
એકલા જવાના મનવા

કાળજાની કેડીયે, કાયાના સથવારે,
કાળી કાળી રાતલડીએ છાયાના સથવારે,
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે,
પોતાના જ પંથે, પોતાના વિનાના,
સાથી વિના, સંગી વિના, એકલા જવાના…
એકલા જવાના મનવા

આપણે યે એકલાને કિરતારે એકલો,
આપણા જીવોને તેનો આધાર એકલો,
એકલા રહીયે ભલે, વેદના સહીયે ભલે,
એકલા રહીને ભેરૂ, થાય બધાના,
સાથી વિના, સંગી વિના, એકલા જવાના…
એકલા જવાના મનવા

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...