Sunday, 13 May 2018

સ્વયંવર સતગુરુજી ના દેશ મા Svayamvar satguru ji na desh ma lyrics

સ્વયંવર સતગુરુજી ના દેશ મા
પરણે શબ્દ સુરતા નાર
મરજીવા હશે તે વિવાહ ને માણશે
લક્ષ મળયા જેને લગાર.... સ્વયંવર સતગુરુજી ના દેશ મા
સુરતા નુ સગપણ ગુરુજી એ કયુઁ
ઉચુ કુળ અવિનાશ
સાકર વેચાણી સાચા ભાવ ની
લેશે જેને પીયુ મળ્યા ની પ્યાસ .....'સ્વયંવર સતગુરુજી ના દેશ મા
લગની ના લગન બંધાવીયા
મોકલા પંડીત પૂર્ણાનંદ
સત ના રસ્તે થઇ ચાલ્યા
ચાલ્યા એકા એક અસંગ.........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
માડંવો નખાવ્યો ગુરુ એ મરમ નો
સ્થીરતા ના રોપ્યા થઁભ
માયરુ કરાવીયુ મન સંતોષ નુ
અવિચળ ચુડો પહેર્યો અભંગ........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
ગુણ અવગુણ ના ગીત ગાયા
મળ્યા મનુષ્ય અપાર
ખારેકુ વેચાણી ખોટા કરમ ની
લઈ ગયા નિંદક નર ને નાર.........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
સજ્જન પુરુષે સારા કરમ ની
ખોબે ધોબે દીધી લાણ
વાણી રે બોલે નીર્મળ વૈખરી
સેવા ચુકયા નહી સુજાણ.........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
જાન રે ગુમાવે હાલો જાન મા
આપુ ખોયા ની હોય આશ
હુ તુ મારુ હરદે નહી
એવા વળાવીયા લેજો સાથ......
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
અરધ ઉરધ કેરા ઘાટ મા
સુક્ષ્મના એ ખોલ્યો કબાટ
ચંન્દ્ર લગની રે ચડી ગઈ શુન મા
પુરુષ પત્ની રમે ચોપાટ...........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
શરત કરી ને રમે સુદંરી
પાસા જેના પડ્યા છે પોબાર
હુ રે હારુ તો પિયુજી ની પાસ મા
જીતુ તો ભેળા રાખુ ભરથાર.......
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
અવીચળ પૂરુષ ને એમ વરી
સુરતા સોહાગણ નાર
અમર મોડ મસ્તક ધરી
મંગલ વરતી છે ચાર.............
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
નિમક ની પુતળી નીર મા
નીર ભેળી નીર થાય
મૂળ રે વતન મા મળી ગયા
પોતે પોતા મા સમાય.......
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
વિવાહ રે વિત્યો ને મોડ થાંભલે
ઉકરડી નો કરયો છે ઉછેટ
ખોટી કરતી તી ખોટી કલ્પના
પરણી પધાર્યા પોતાને દેશ........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
વણૅન કીધુ રે વીવા તણુ
ગુરુ ગમ થી જે ગાય
“ દાસ સવો ”કહે સખી સજની
સુરતા શબ્દ મા સમાય............
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
પરણે શબ્દ ��


gujarati Lyrics, gujarati bhajan lyrics, bhajan gujarati lyrics, bhajan na shabdo, garba na shabdo, gujarati song lyrics, gujarati song shabdo, gujrati song, gujrati lyrics, bhajan lyrics, hindi lyrics, hindi bhajan lyrics, ghazal gujarati lyrics, garba lyrics, gujarati santvani lyrics

5 comments:

  1. જય સવરામ ભગત જય પીપળી ધામ

    ReplyDelete
  2. કોઈ સત્સંગી આ ભજનનાં એક એક શબ્દનો અર્થ સમજાવે તો એમનો લાખ લાખ ઉપકાર 🙏

    ReplyDelete

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...