Friday, 4 May 2018

રમતો જોગી રે કયાં થી આવ્યો રે

Ramato jogi re kyathi aavyo re...

રમતો જોગી રે કયાં થી આવ્યો રે
આવી મારી નગરી મા અલખ જગાયો રે
વેરાગણ હું તો બની

કાને કુંડળ રે જટાધારી
એ જી એને નમનુ કરે છે નર ને નારી રે
વેરાગણ હું તો બની

કોરી ગાગર રે ઠંડા પાણી
એ જી એના પાણીલા ભરે છે નંદ રાણી રે
વેરાગણ હું તો બની

કાચી કેરી રે આંબા કેરી ડાળે
એ જી એના રક્ષા કરે છે કોયલ રાણી રે
વેરાગણ હું તો બની

બોલ્યા બોલ્યા રે લિરલ બાઈ
એ જી મારા સાધુડા અમરાપર મા માલે રે
વેરાગણ હું તો બની

જય નારાયણ
જય હો સંતવાણી

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...