Sunday, 13 May 2018

અલ્લા હો નબીજી | Allah ho nabiji bhajan lyrics

સમરૂં તો સુધરે મનખા મેરા‚ અલ્લા હો નબીજી…

સમરૂં તો સુધરે મનખા મેરા‚ સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી…

અલ્લા હો નબીજી રે‚ રામ ને રહેમાન તમે એક કરી માનો દાતા !

તૂં હી રે‚ નબીજી…

મિટ જાય ચોરાશી કા ફેરા‚ મટી જાય ચોરાશી કા ફેરા રે.. નબીજી !

હો‚ અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦

અલ્લા હો નબીજી રે‚ હાથે રે મિંઢોળ દાતા કેસરિયા વાઘા દાતા !

તૂં હી રે‚ નબીજી…

શિર પે ફૂલડાં હૂંદા શેરા… શિર પર ફૂલડા હુંદા શહેરા રે નબીજી !

હો‚ અલ્લા હો નબીજી….સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….

અલ્લા હો નબીજી રે‚ કાચી રે માટીકા પૂતલા બનાયા‚  મૌલા !

તૂં હી રે‚ નબીજી…

રંગ તો લગાયા ઘેરા ઘેરા… રંગ તો લગાયા ઘેરા ઘેરા રે.. નબીજી હો…

અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦

અલ્લા હો નબીજી રે‚ ખૂટ ગિયા તેલ‚ વા મેં બૂઝ ગઈ બતિયાં મૌલા

તૂં હી રે‚ નબીજી…

ઘટડા મેં હૂવા રે ઘોર અંધેરા… એક દિન જંગલ બીચ મેં ડેરા રે…

નબીજી હો… અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….

અલ્લા હો નબીજી રે‚ સિકંદર સુમરાની લજ્જા તમે રાખી દાતા !

તૂં હી રે‚ નબીજી…

હોથી હજુરી ગુલામ તેરા… હોથી તો ગરીબ ગુલામ તેરા રે…

નબીજી હો… અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...