Friday, 4 May 2018

શાને કરે છે વિલાપ કાયારાણી શાને કરે છે વિલાપ રે

Shane kare chhe vilap kayarani shane kare chhe vilaap

શાને કરે છે વિલાપ કાયારાણી શાને કરે છે વિલાપ રે
તારે ને મારે હવે કાંઈ નથી તારે ને મારે હવે કાંઈ નથી કાયારાણી રે
એમ જીવરાજા કિયે છે
ઘણા દિવસ નો ઘરવાસ આપણે ઘણા દિવસ નો ઘરવાસ રે
મુકી ન જાવ મને એકલી મુકી ન જાવ મને એકલી જીવરાજા રે
એમ કાયારાણી કિયે છે
મમતા મુકી દે માયલી હવે અંતર થી છોડી દે આશ રે
રજા નથી મારા રામ મને રજા નથી મારા રામ ની કાયારાણી રે
એમ જીવરાજા કિયે છે
અઘોર વનળા ની માય જીવરાજા અઘોર વન ની માય રે
મુકી ન જાવ મને એકલી તમે મુકી ન જાવ મને એકલી જીવરાજા રે
એમ કાયારાણી કિયે છે
શાને કરો છો વિલાપ કાયારાણી શાને કરો છો હવે વિલાપ રે
ઓચિંતા ના મુકામ આવ્યા  ઓચિંતા ના મુકામ આવ્યા કાયારાણી રે
એમ જીવરાજા કિયે છે
કયારે થશે હવે મીલાપ જીવરાજા આપણોં કયારે થશે મીલાપ રે
વચન દઈ ને સીધાવજો તમે વચન દઈ ને સીધાવજો જીવરાજા રે
એમ કાયારાણી કિયે છે
હતી ભાડૂતી વેલ કાયારાણી હતી ભાડૂતી વેલ રે
આતો લેણ દેણ ના સબંધ છે આતો લેણ દેણ ના સબંધ છે કાયારાણી રે
એમ જીવરાજા કિયે છે
દુર નથી મુકામ આપણો હવે દૂર નથી મુકામ રે
મને આટલે પહોચાડી ને સીધાવજો આટલે પહોચાડી ને સીધાવજો જીવરાજા રે
એમ કાયારાણી કિયે છે
હવે છેલ્લા રામ રામ કાયારાણી હવે છેલ્લા રામ રામ રે
જાવુ ધણી ના દરબારમાં હવે જાવુ ધણી ના દરબારમાં કાયારાણી રે
એમ જીવરાજા કિયે છે
પુરૂષોત્તમ ના સ્વામી શામળા ભક્તો તણા રખવાળ રે
સાચા સગા છે એ સર્વ ના સાચા સગા છે એ સર્વ ના કાયારાણી રે
એમ જીવરાજા કિયે છે
જય નારાયણ
જય હો સંતવાણી
 

2 comments:

  1. આ ભજનના મૂળ લેખકનું નામ આપવા અપીલ.

    ReplyDelete

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...