Thursday 3 May 2018

શ્રી મોમાઈ ચાલીસા

શ્રી મોમાઈ ચાલીસા
મોમાઈ નમું હું માં કુળદેવી , અમ પર ક્રૂપ તમારી એવી.
આપ દયાળુ ને મહાદાની , જય જય જય મોમાઈ કલ્યાણી.
દ્વાર ઉગમણે માવડી બેઠી , સાર સંભા માં સહુની લેતી .
કુળ શેઠીયા પરીવારે પુજાણી , જય જ જય મોમાઈ કલ્યાણી.
મુર્તિ સ્વરૂપે સદા સોહાવે , ગોડી પોઢ ને પ્રેરણા પઠાવો .
અનહદ શક્તિ સહુએ વખણી , જય જય જ મોમાઈ કલ્યાણી.
વસ્ત્રલાલ કમળ ફુલ હાથે , ચાર ભુજા ને મુકટ છે માથે .
આંખે અમી નીત હરખાણી , જય જય જ મોમાઈ કલ્યાણી .
મઢ માવડી નું મંદીર ચોકે , લોકો આવે દર્શન કાજે .
મુર્તિ સ્વરૂપ સિન્દુરની દીપદાની , જય જય જય મોમાઈ કલ્યાણી .
પાય પડી જો વિનવે વાણી , ભાવ પ્રમાણે ભજતા ભાવે ,
અન્ન્દાની દેનાર દેખાણી , જય જય જ મોમાઈ કલ્યાણી .
નવરાત્રી આઠમ અજવાળી , ધુણે ભુવા હાક-ડાક વગાડી,
ચઢે નૈવેદ-શ્રીફળ અનુષ્ઠાની , જય જય જ મોમાઈ કલ્યાણી .
ભુલી મારગ કોઈ અવળા ભાગે , પાય પડી પ્રાશ્ચિત માંગે ,
થતાં દયા સુધરે જીંદગાની , જય જય જ મોમાઈ કલ્યાણી .
વાંઝ-વનિત માં તુજને પૂજે , રમે બાળક મ એની કુખે ,
ભાઇ-ભગીની ની જોડી ભવાની , જ જય જય મોમાઈ કલ્યાણી .
વંશ વ્રૂદ્ધિ,યશ, કિર્તી માં આપે , જો નવરાત્રી મા તુજને જાપે ,
ટળે વિપત્તા નિર્ભય નિર્વાણીની ,જ જય જય મોમાઈ કલ્યાણી .
મોમાઈ ચલીસા જે જન ગાશે , સંકટ ,રોગ, દુ:ખ , દરિદ્ર્તા જાશે ,
રિધ્ધી સિધ્ધી , સુખ , શાંતિ દાયીન જય જય જય મોમાઈ કલ્યાણી .
નમું નમું કુળદેવી તુજને, નમું વિશ્વ જનની માત
શેઠીયા પરિવાર ના મંગલ કાજ , દોડી આવી માં તુ સાક્ષાત .

No comments:

Post a Comment

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...