Tuesday, 14 August 2018

જો આનંદ સંત ફ્રકીર કરે



જો આનંદ સંત ફ્રકીર કરે,વો આનંદ નાહીં અમીરી મેં;
સુખ દુ.ખ મેં સમતા સાધ ધરે, તો કુછ ખોફ નહીં જાગીરી મેં.

હર રંગમેં સેવક રૂપ રહે, અમૃત જલ તાજું ફૂપ રહે;
સત્કર્મ કરે છતાંયે ચૂપ રહે, ભલે છાંવ મિલે યા ધૂપ રહે,
નિસ્પૂહી બને જગમેં વિચરે, રહેવે ધીરગંભીરી મેં.
આનંદ સંત ફ્રકીર...
જગ તારણ કારણ દેહ ધરે, સત્ સેવા કરે જગ પાપ હરે,
જીજ્ઞાસુ કે ઘટ મેં જ્ઞાન ભરે, સત્તવાણી સદા મુખ સે ઉચ્ચરે;
ષડ્ રિપુ કો વશ કર રંગ મેં રમે, રહેવે સદા શૂરવીરી મેં.
આનંદ સંત ફ્રકીર...
સદબોધ જગતમેં આઇ કહે, સત્ મારગ કો દિખલાઈ કહે,
ગુરુજ્ઞાન સે પદ યે ગાઈ કહે,"સત્તાર" શબ્દ સમજાઈ કહે;
મરજીવા બને ઈ તો મોજ કરે, રહેવે અલમસ્ત ફકીરી મેં
આનંદ સંત ફ્રકીર...

1 comment:

  1. Do this hack to drop 2lb of fat in 8 hours

    Over 160 thousand men and women are hacking their diet with a simple and secret "liquids hack" to lose 1-2 lbs each night while they sleep.

    It's simple and works with everybody.

    This is how you can do it yourself:

    1) Take a glass and fill it half full

    2) Then use this amazing HACK

    and be 1-2 lbs lighter when you wake up!

    ReplyDelete

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...