Monday 26 August 2024

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો રે પાર્વતી


ડોક પ્રમાણે હારલો ઘડાવજો

હારલો પહેરીને જોવા જાય રે મહાદેવને મેળે ચાલો પાર્વતી


વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..


નાક પ્રમાણે નથડી ઘડાવજો

નથડી પહેરીને જોવા જાય રે મહાદેવને મેળે ચાલો પાર્વતી


વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..


હાથ પ્રમાણે ચૂડલો ઘડાવજો

ચુડલો પહેરીને જોવા જાયરે મહાદેવને મેળે ચાલો પાર્વતી


વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..


પગ પ્રમાણે ઝાંઝર ઘડાવજો

ઝાંઝર પહેરીને જોવા જાયરે મહાદેવને મેળે ચાલો પાર્વતી


વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..


માથા પ્રમાણે ચુંદડી રે ઓઢજો

ચુંદડી ઓઢીને જોવા જાયરે મહાદેવને મેળે ચાલો પાર્વતી


વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે.."


Van ma mahadev no chelo shankhalo vagadshe 

Gujarati mahadev bhajan lyrics

હે ઓલા ગોવાળિયાને કોણ સમજાવે વ્રજ મને કોણ લઈ જાય

આ સંગ હાલ્યો સૌ જાત્રા કરવા મને જાવાનું મન થાય  (2)

હે ઓલા ગોવાળિયાને કોણ સમજાવે 

વ્રજ મને કોણ લઈ જાય

હે મને કનૈયા ના કાગળ  આવે 

વ્રજ મને કોણ લઈ જાય

મને વ્રજ ના સપના આવે 

વ્રજ મને કોણ લઈ જાય


સાસુજી મારા હઠીલા  નણદલ  છે નઠાર  (2)

હે મારી જેઠાણીના જોર બહુ ઝાઝા 

વ્રજ મને કોણ લઈ જાય

મને વ્રજ ના સપના આવે 

વ્રજ મને કોણ લઈ જાય


સવાર માં વહેલી ઉઠી હું નીકળી અને લીધો વ્રજ નો મારગ (2)

ભલે ગોતે  રે આખું ગામ 

વ્રજ મને કોણ લઈ જાય

મને વ્રજ ના સપના આવે 

વ્રજ મને કોણ લઈ જાય


વ્રજ હુતો પહોંચી ગઈ અને ત્યાં કૃષ્ણ રમે રાસ  (2)

હું તો ગોપિયું બેલી રમી રાસ 

વ્રજ મને કોણ લઈ જાય

મને વ્રજ ના સપના આવે 

વ્રજ મને કોણ લઈ જાય


Ola govaliya ne kon samajave ke vraj mane kon lai jaay gujarati song lyrics

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહી આવું

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે

ગોકુળિયે ગામ નહી આવું

નહી આવું

નહી આવું રે

ગોકુળિયે ગામ નહી આવું રે

ગોકુળિયે ગામ નહી આવું રે


ગોકુળિયે ગામ નહી આવું રે

ગોકુળિયે ગામ નહી આવું રે


જમુનાનાં વ્હેણમાંથી પાણી લઈ મૂકો કે

જમુનાનાં વ્હેણમાંથી પાણી લઈ મૂકો કે

મુરલીની તાન નહીં લાવું

નહીં આવું

નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે


ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે


એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે


જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે

જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે

ઊભો કદંબનો ઘાટ

ઊભો કદંબનો ઘાટ

જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે

ઊભો કદંબનો ઘાટ

ઊભો કદંબનો ઘાટ


લીલેરી લાગણીઓ ક્યાંય ગઈ ઓસરીને

લીલેરી લાગણીઓ ક્યાંય ગઈ ઓસરીને


રહી ગઈ વેદનાની વાટ

રહી ગઈ વેદનાની વાટ

રહી ગઈ વેદનાની વાટ

રહી ગઈ વેદનાની વાટ


ફૂલની સુવાસ તણા સૌગંધ લઈ મુકો કે

ફૂલની સુવાસ તણા સૌગંધ લઈ મુકો કે

શમણાંને સાદ નહી આવું

નહી આવું

નહી આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે


ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે


એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે


આટલી અધીરતા જવામાં છે કેમ

આટલી અધીરતા જવામાં છે કેમ

જરા એક નજર ગાયો પર નાખો

એક નજર ગાયો પર નાખો

આટલી અધીરતા જવામાં છે કેમ

જરા એક નજર ગાયો પર નાખો

એક નજર ગાયો પર નાખો


આખરી એ વાર કોઈ મટકી માં બોળીને

આખરી એ વાર કોઈ મટકી માં બોળીને

આંગળીનું માખણ તો ચાખો

એકવાર નીરખીને ગામ પછી કહી દો કે

એકવાર નીરખીને ગામ પછી કહી દો કે

પાંપણને પાન નહીં આવું

નહીં આવું

નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે


ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે"


Ekvar shyam tame radha ne kahi do ke 

gokuliye gam nahi aavu gujarati garba lyrics

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...