Friday, 24 December 2021

તેણે મારી ભે ભાંગી ભે ભાંગી Tene mari bhe bhangi re Bhajan Lyrics in Gujarati

 તેણે મારી ભે ભાંગી ભે ભાંગી, વૃત્તિ મારી સંત ચરણમાં લાગી રે

સુરતા મારી સાધુ ચરણમાં લાગી રે, તેણે મારી ભે ભાંગી ભે ભાંગી...ટેક
સતગુરુએ મને શબદ સુણાવ્યો, રણકાર રઢ લાગી
તખત ત્રિવેણીના તીર ઉપર, મોહન મોરલી વાગી...તેણે
ઘણા દિવસ મન મસ્તાનું ફરતું, દિલડે ન જોયું જાગી
પુરુષ મળયા મને અખર અજિતા, ત્યારે સૂરતા સૂનમાં લાગી...તેણે
દયા કરીને મન ડોલતું રાખ્યું, તૃષ્ણા મેલાવી ત્યાગી
સતગુરુ આગળ શિશ નમાવ્યું, ત્યારે બાવડી પકડી આગી રે...તેણે
સતગુરુએ મને કરુણા કીધી, અંત પ્રેમ પ્રકાશી
દાસ હોથીને ગુરુ મોરાર મળિયા, ત્યારે તૂટી જનમ કેરી ફાંસી રે...તેણે

Tene mari bhe bhangi re Bhajan Lyrics in Gujarati bhajan song lyrics in gujarati Gujarati Bhajan santvani lyrics shabdo ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...