એજી ઓલ્યા ઝાડવાં પોતાના ફળ નથી ખાતા રે,
ઉપકારી એના આત્મા હો જી...ટેક
વન વગડામાં જાતી ઘાંસ મુખે ચરતી,
એજી ઓલી ગાવડી પોતાના દુધ નથી પીતી રે...ઉપકારી
અંગડાં ખેડાવીને કણ નિપજાવતી,
એજી ઓલી ધરતી પોતાનાં કણ નથી ખાતી રે...ઉપકારી
રતન રૂપાળાં દિએ મોંઘા મૂલવાળા
એજી ઓલો દરિયો ન પહેરે મોતીડાંની માળા રે...ઉપકારી
કાગ ઓલ્યો બ્રાહ્મણ ભાઈ ખભે છે ઉછાળા,
એજી એને કરવી છે દુનિયાની સેવા રે...ઉપકારી
Eji olya zadva potana fal khata nathi Bhajan Lyrics in Gujarati bhajan song lyrics in gujarati
Gujarati Bhajan santvani lyrics shabdo, Kag Bhajan
ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો
No comments:
Post a Comment