એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે...એવા રે અમો એવા રે.
જેનું મન જે સાથે બાંધ્યું પહેલું હતું ઘર-રાતું રે
હવે થયું છે હરિરસ-માતું ઘેર ઘેર હીંડે છે ગાતું રે...એવા રે અમો એવા રે.
કર્મ-ધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે
સઘળા પદારથ જે થકી પામ્યો તે મારા પ્રભુજીની તોલે ના'વે રે...એવા રે અમો એવા રે.
સઘળા સંસારમાં એક હું ભૂંડો ભૂંડાથી વળી ભૂંડો રે
તમારે મન માને તે કહેજો નેહ લાગ્યો છે મને ઊંડો રે...એવા રે અમો એવા રે.
હળવા કરમનો હું નરસૈંયો મુજને તો વૈષ્ણવ વહાલા રે
હરિજનથી જે અંતર ગણશે તેના ફોગટ ફેરા ઠાલા રે...એવા રે અમો એવા રે
Eva re ame eva re tame kaho chho teva re bhajan lyrics in gujarati
Gujarati Bhajan santvani lyrics shabdo
ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો
No comments:
Post a Comment