માતમ મોટો છે,ધરમ નિજારનો રે
એજી એવા પંથના મહિમાય...ટેક
સવરા મંડપમાં રે સતના પારખાં રે
એજી ત્યાં તો જતી ને સતિ પરખાય...માતમ મોટો રે
ત્રિગુણા માં સતોગુણ સેવતા રે
એજી એતો સિદ્ધિના તાજુડે તોળાય...માતમ મોટો રે
સાંધણ ધારણ રે સરખી આયે છાબડે
એજી ત્યારે સાચા સંતો દરશાય...માતમ મોટો રે
અઘોર મનડું બાંધ્યું જેણે ખીલડે રે
એજી એને રાગ કે દ્વેષ નહિ જરાય...માતમ મોટો રે
કડવા ને મીઠા રે અનુભવ જેણે વેઠીયા રે
એજી એના સદગુણ દેવાયત ગાય...માતમ મોટો રે
Matam moto chhe dharam nijarno re bhajan song lyrics in gujarati
Gujarati Bhajan santvani lyrics shabdo
ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો
No comments:
Post a Comment