Friday, 24 December 2021

જોયા જોગી રે ભોળાનાથ વેશધારી Joya jogi re bholanath veshdhari

 વેશધારી વેશધારી વેશધારી રે

જોયા જોગી રે ભોળાનાથ વેશધારી...ટેક
ઊંચા શિખર પર રેવે ઈ એકલા
એણે કીધી ન કોઈથી યારી...જોયા રે જોયા
અંધારી રાત્રિને અંજવાળા માટે
એણે રાખ્યા છે બીજ ચંદ્ર ધારી...જોયા રે જોયા
આભૂષણ એને ભોરિંગના રે શોભતા
એણે જળની માટે ગંગશિર ઘારી...જોયા રે જોયા
કરતા શિવજી નંદીની સવારી
એણે કીધી સ્મશાનમાં પથારી.. જોયા રે જોયા
આંકડો ધતુરો ને જેર ભોળો ખાય છે
એને શોભા ભભૂતની અંગ ભારી...જોયા રે જોયા

Joya jogi re bholanath veshdhari bhajan lyrics in gujarati Gujarati Bhajan santvani lyrics shabdo ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...