આજ મારા મનમાં થાય એનો ભાસ...ગુરુજી મારા...ટેક
ધીમે ધીમે પગલે ચાલતા, મંદ મંદ મલકે મુખ
મૂર્તિ દીસે સોહામણી, સાક્ષાત પરિબ્રહ્મનું ઈ છે રૂપ...ગુરુજી
આવી બિરાજ્યા આસને, પ્રેમથી કર્યું પૂજન
ચરણમાં શીશ નમાવ્યું, મારા મસ્તક ઉપર ધરીયો હાથ...ગુરુજી
ટાઢક થઈ મારા તનમાં, ટળી ગયો ત્રિવિધીનો તાપ
ભ્રમણા ટળી ભવો ભવની, થયો છે સત્ય જ્ઞાનનો પ્રકાશ...ગુરુજી
વાજા વાગે નાદ બ્રહ્મના, શરણાઇના સૂર સંભળાય
આનંદ વધ્યો મારા ઉરમાં, એ કાઇ મુખથી કહ્યો ન જાય...ગુરુજી
ગંગધારા પ્રગટી ગુરુના મુખથી, વરસે સ્વાતિના બુંદ
જીજ્ઞાશુ સાધક જીલે પ્રેમથી, થયા છે ગુરૂ સ્વરૂપે તદ્રૂપ...ગુરુજી
ન્યાલ કર્યો નિજ દાસને, દિલમા દીધા છે દીદાર
દાસ જયંતિ વખાણુ દેવારામને, મારા મનના માનેલા મેરામ...ગુરુજી
Mara dil mandir ne dwar guruji mara aave chhe Bhajan Lyrics in Gujarati
bhajan song lyrics in gujarati Gujarati Bhajan santvani lyrics shabdo
ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો
No comments:
Post a Comment