હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ...ટેક
કાદવમાં રે રૂડું કમળ ઉગાડ્યું રે,
સમુદ્રનો કાંઠો કોઈ ઉલેચી જુઓ...મારો
બાગ બગીચાને વાડી, વનની વનરાયું રે,
ફુલડામાં ફોરમ તમે ભરી તો જુઓ...મારો
સૂર્યચંદ્રને વળી જગમગતા તારલા રે,
આકાશને અધ્ધર કોઈ રાખી તો જુઓ...મારો
મોહમાયાના રંગ ઘડીઘડી બદલે રે,
મોરના પીંછામાં રંગ ભરી તો જૂઓ... મારો
પ્રકાશ પવન મન દોડે છે વેગમાં રે,
સ્થિરતામાં એને કોઈ રાખી તો જૂઓ... મારો
પાંચ તત્ત્વનું આ બનાવ્યું છે પૂતળું રે,
પૂતળામાં પ્રાણ કોઈ ભરી તો જુઓ... મારો
ભલે રે મલ્યા મહેતા નરસૈયાના સ્વામી રે,
સંતો જેવી ભક્તિ તમે કરી તો જુઓ...મારો
Hari je kare te koi kari to juo Bhajan Lyrics in Gujarati
bhajan song lyrics in gujarati Gujarati Bhajan santvani lyrics shabdo
Hari je kare te koi kari to juo Bhajan Lyrics in Gujarati
bhajan song lyrics in gujarati Gujarati Bhajan santvani lyrics shabdo
ગુજરાતી ભજન સંતવાણી લીરીકસ શબ્દો , ભજન ના શબ્દો
Narisnh Maheta Bhajan
No comments:
Post a Comment