Wednesday, 13 September 2023

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી Garba Lyrics

 મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી

મારુ મનડું છે ગોકુલ વનરાવન

મારા તનના આંગિણયાંમાં તુલસીના વન

હે મારા પ્રાણ જીવન…

મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી

મારી આંખો વશે ગિરધારી રે ધણી

મારુ તન મન ગયું છે જેને વારી રે વારી

હે મારા શ્યામ મોરારિ…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી…

હું તો નિત્ય વિઠ્ઠલ વર ની સેવા રે કરું

હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું

મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું

જીવન સફળ કર્યું…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી…

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા

મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન

મારું મોહી લીધું મન…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી…

મેં તો ભક્તિ રે મારગ કેરો સંગ રે સાધ્યો

મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો

મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો

મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો

હીરલો હાથ લાગ્યો…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી…

મારી અંત સમય કેરી સુણો રે અરજી

લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી

મને તેડાં રે યમ કેરાં કદી ન આવે

મારો નાથ તેડાવે…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી…"

Mara ghat ma birajata shree nath ji Shrinathji Bhajan Lyrics 

Navratri garba song gujarati lyrics

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...