કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે…
કાનજી તારી મા….
ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે…કાનજી તારી મા….
કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે…કાનજી તારી મા….
ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…કાનજી તારી મા….
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…
Kanji tari ma kaheshe pan ame kanudo kaheshu re
Navratri garba song gujarati lyrics
No comments:
Post a Comment